The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 112

ભરૂચમાં રૂ. 1.54 કરોડની ઠગાઈ કેસમાં વધુ એક ભેજાબાજ ઝડપાયો

ભરૂચ આંગણવાડી મંડળની પ્રમુખ અને ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને રૂ. 1.54 કરોડની ઠગાઈ કેસમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીને ઝડપ્યા બાદ વધુ એક ભેજાબાજને ઝડપી લીધો છે.

ભરૂચની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નિરૂબેન સુરેશ આહીર ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેઓ યશોદા મૈયા વર્કર એન્ડ હેલ્પર આંગણવાડી પણ ચલાવે છે. વર્ષ 2020માં તેમની 25 વર્ષ જુની મંગલેશ્વર ગામની બહેનપણી નયનાબેન જયંતી ટેલર થકી તેમની ગણેશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. જે આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને મુંબઈમાં માઈક્રો બેંક ચલાવતા હતા.

ગણેશ પટેલે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સામે 4થી સાડા ચાર ટકા વળતરનું જણાવી નિરૂબેન, તેમની દીકરી દ્રષ્ટિ, જમાઈ ધ્રુવ પટેલના રૂપિયા 1 કરોડ 45 લાખની રકમનું અને નયનાબેનના 14 લાખનું રોકાણ કરાવ્યું હતું. જેના બાદ ત્રણ-ચાર મહિના વળતર આપ્યા બાદ નહિ ચૂકવતાં તેની સામે ગણેશ પટેલે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. અંતે નિરુબેન આહીરે એ ડિવિઝન ખાતે મંગલેશ્વરના ગણેશ પટેલ સામે રૂ. 1.54 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં એ ડિવિઝન પોલીસે અગાઉ ગણેશ પટેલને ઝડપી લીધા બાદ નિશિત મહિડા નામના બીજા આરોપીને પણ પકડી પાડ્યો છે.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની આરોગ્યની સુવિધાઓમાં મદદરૂપ થવા ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇ કાસોન્દ્રા દ્વારા છેવાડાના ગ્રામજનોને આરોગ્ય માટેની તાત્કાલિક સેવાઓ મળી રહે એ માટે રૂ.૧૮ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત- ભરૂચને અર્પણ કરવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીને એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, આગેવાન પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ગ્રામ વિકાસ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છેવાડાના ગ્રામજનોની આરોગ્યની સુવિધાઓ માટે એમ્બ્યુલન્સ ધણી ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ- ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં મહિલાઓ અને બાળકોના શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, કોવિડ, રીલીફ જેવી અનેકવિધ પ્રવૃતિઓ સામાજિક ઉત્થાન માટે વર્ષ-૨૦૦૧ થી કાર્યરત છે તેમ સ્થાપક ટ્રસ્ટી રમેશભાઇએ જણાવ્યું હતું.

સમાજને આગળ લાવવા હવે કરણીસેના ઝંપલાવશે રાજકારણમાં,કરશે શક્તિ પ્રદર્શન

  • જયાં સુધી સમાજને આગળ નહીં લાઇ જાવ ત્યાં સુધી શાંતીથી નહીં બેસું- રાજ શેખાવત, કરણીસેનાના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ

ગુજરાતના રાજકારણમાં હવે કરણીસેના પણ શક્તિ પ્રદર્શન કરશે, ભરૂચ ખાતે રાષ્ટ્રિય ઉપાધ્યક્ષના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદયોજાઇ હતી.

ભરૂચની એક હોટલમાં કરણી સેનાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદ માં કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે હાજરી આપી હતી. ઉપરાંત દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર સિંગ રાજાવત, દ.ગુજ. ના સેનાપતિ ભગત સિંગ ડોડીયા, યુથ પ્રમુખ શક્તિ સિંગ જડાઉં, ભરૂચ જિલ્લા પ્રમુખ ક્રિપાલ સિંગ વાઘેલા સહિત આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.

સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ સરકારો બની તે તમામ સરકારોએ ક્ષત્રિય સમાજને હાંસિયા માં ધકેલવાનું કામ કર્યું છે. પરંતુ હવે અમે એક થવા જઈ રહ્યા છે. દરેક જિલ્લામાં ગામે ગામ ફરી ક્ષત્રિય સમાજને પોતાના હકો અપાવવા માટે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આગામી 29 મી મેં ના રોજ મહારેલી અને મહા સંમેલન યોજાશે.

ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહા સંમેલન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયા માં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓનું ગઠન કરી કરણી સેના પરીવાર ની સ્થાપના કરી સમાજ ને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ પધારેલા કરણી સેના ના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, સંઘે શક્તિ કળ્યુગે, આ લોકશાહી મા સંગઠિત રહીશું તો જ દરેક ક્ષેત્ર મા આગળ વધીશું, એ ક્ષેત્રરાજકીય, વ્યવસાયીક, શૈક્ષણિક, રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્ર મા આગળ આવવા સંગઠિત થવું આવશ્યક છે. લોકતંત્ર મા માથાઓ ગણાવવા ની આવશ્યકતા છે, વધેરવાની નહિ. ભાઈઓ ના હાથ ઝાલી ઊભા કરવાની આવશ્યકતા છે, ટાંગો ખેંચવાની નહી. સમાજ મા અનેકો ફાંટાઓ પાડી દેવાયા છે. એ તમામ ફાટાઓ દૂર કરી માં ભવાની ના નામે એક થવાની આવશ્યકતા છે. પ્રદેશ ની ટીમ અઠવાડિયા મા બે દિવસ પ્રવાસ કરે છે.

શ્રત્રિય એકતા સ્વાભિમાન સંમેલન નું આયોજન કરી સમાજ ની એકતા નું શક્તિ પ્રદર્શન કરી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં હવે ક્ષત્રિય સમાજના પ્રભુત્વ વળી બેઠકો પર હવે રાજકારણ ના સમીકરણો બદલવા ક્ષત્રિય સમાજે કમર કસી છે.

વાગરાના ચાંચવેલ પેટ્રોલપંપ ઉપર બંદૂક બતાવી કરાઇ લૂંટ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત અંતરિયાળ ચાંચવેલ ગામના પેટ્રોલ પંપ ઉપર રાતે એકાદ બે કર્મચારીઓ જ રહેતા હોવાની રેકી કરી, મોડી રાતે બે બાઇક સવાર બુકાની બાંધી પેટ્રોલ પંમ્પ ઉપર પહોંચ્યા હતા. પમ્પ ઉપર એકજ કર્મચારી હોવાની ખાત્રી થતા બાઇક સવાર બંનેવ શખ્સોએ કર્મચારી સાથે મારામારી કરી પંપના કર્મચારીના લમણે બંદૂક મૂકી લૂંટારુઓ તેને પમ્પની ઓફિસમાં લઈ ગયા હતા.

લૂંટારુના હાથમાં બંદૂક હોવાથી કર્મચારી ખુબ ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. લૂંટારુઓએ તેને માર મારી હિન્દી ભાષામાં ઓફિસમાં જેટલા પણ પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું. ધૂજતા હાથે કર્મચારીએ ઓફિસના ટેબલનું ખાણું ખોલી અંદાજિત રૂપિયા ૩૦ હજાર જેટલી રકમ લૂંટારૂઓને સોંપી દીધી હતી. બંને લૂંટારુઓ પમ્પના કર્મચારીને ઓફીસમાજ બેસી રહેવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડરના કારણે થોડો સમય કર્મચારી ઓફિસના ફ્લોર ઉપર બેસી રહ્યો હતો જેને લૂંટારુઓ ફરાર થઇ ગયા હોવાની ખાતરી થતા પમ્પના સંચાલકને ઘટનાની જાણ કરી હતી.

મોડી રાતે બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આખી ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી. CCTV ફૂટેજના આધારે ભરૂચ પોલીસે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. હિન્દીભાષી લૂંટારુઓ ગુજરાત બહારના છે કે પોલીસને ગુમરાહ કરવા હિન્દી ભાષામાં પૈસાની માંગણી કરી હતી તે તમામ બાબતોની હાલમાં તો પોલીસે માહિતી મેળવવાનું શરૂ કર્યું છે.આ લૂંટના બનાવ સંદર્ભે વાગરા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરી વાગરા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

ભરૂચ રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા ખાતેથી કુખ્યાત બુટલેગર અન્નુ ઝડપાયો

  • પોલીસે રૂપીયા ૬,૨૨,૧૦૦/-ના મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ તથા સવેલન્સ સ્ટાફના માણસો પોસ્ટે નવસ્તારમા પેટ્રોલીંગમા હતા.દરમીયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરના રોટરી ક્લબ પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રેઇડ કરી હતી.

જેમાં મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉફે હન્નુ મહેમુદ દીવાનના રહેણાકના મકાન તથા એક સીલ્વર કલરની ફોરવ્હીલર ઇનોવા કાર માથી વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૪૫૨, કી.રૂ.૧,૨૧,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇનોવા કાર તથા મોબાઇલ સહીત કુલ મૂદ્દામાલ કીં.રૂ. ૬,૨૨,૧૦૦/- સાથે બે આરોપીઓ હનીફ ઉફે અન્નુ ઇમરાનશા કરીમશા દીવાન રહે- મારવાડીનો ટેકરો, રોટરી ક્લબ પાછળ ભરૂચ. અને મુનાફ અબ્જદૂલ રહેમાન સૈયદ રહે- મારવાડીનો ટેકરો, રોટરી ક્લબ પાછળ ભરૂચને ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વાલિયાના કરા ગામે માટીચોરીનું કૌભાંડ ઝડપાયું

વાલિયા તાલુકાના કરાગામની સીમમાંથી મામલતદારે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગામ લોકોની રજૂઆતને પગલે રેડ કરતા સ્થળ ઉપર ખેડૂતના ખેતરમાંથી ઘણી માટી ખોદાયેલ મળી હતી આથી માટી ખનન કરતું જેસીબી મશીન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે મહિલા મામલતદારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓ દોડતા થયા હતા જ્યારે અન્ય સ્થળે પણ હજુ માટી ચોરી થતી હોવાના અહેવાલ લોકોમાંથી આવી રહ્યા છે.

વાલિયા તાલુકાના કરા ગામની સીમમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવી રહી છે, તેવી બાતમી વાલિયા મામલતદાર નેહા સવાણીને મળતા તેઓએ પોલીસ કાફલા સાથે કરા ગામની સીમમાં સર્વે નંબર 71 જેનું ક્ષેત્રફળ 01-07-08 હેકટર છે જેના છીડિયાભાઇ, કેસાભાઈ,રણજીત અને રતનભાઈ મોહનભાઇ વસાવા સહિયારા માલિક છે તેના ખેતરમાં દરોડા પાડ્યા હતા.

વાલીયા મામલતદારની ટીમે સ્થળ ચકાસણી કરતા આશરે 2.5 એકરમાં માટી ખોદાણ થયેલ જોવા મળતું હતું આથી મામલતદારે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડી વધુ તપાસ કરતા આ માટી ચોરી અનિલ બોરાધરા કરતા હોય તેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં માટી નાખી વગર પરમિશન અને રોયલ્ટી વિના આ માટીચોરીનો વેપલો કરતા માટી ખોદતું જેસીબી મશીન જપ્ત કરી આગળની કાર્યવાહી કરવા ભરૂચ ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંઢ અને વટારીયા ગામની સીમમાં તળાવ ઊંડા કરવાના નામે માટી ઉલેચી અંકલેશ્વરના ખાનગી સ્થળો પર ઠલવાઈ રહી હોવાની પણ બુમો પણ ઉઠી છે.

Ways to get an IPVanish VPN For Free

If you’re thinking about getting the IPVanish VPN support for free, you can test their 30-day money-back guarantee. You can test out any kind of feature of their service with regards to 30 days, and can connect as many devices whenever you like. Applying is simple and takes only some minutes. Once you’re pleased, you can pick a monthly registration or a annual image source one particular for just $3. 20 monthly.

The trial offer offers unlimited bandwidth, zero data consumption limits, with out restrictions upon protocol or perhaps server site. IPVanish offers unlimited P2P traffic, and its particular free trial is compatible with a number of programs. Users may connect about 10 devices simultaneously, and IPVanish enables them to access all their hosting space from multiple spots. And if an individual love it, you can cancel your account within seven days for a full refund.

Work out test IPVanish’s VPN product is to make an effort its money-back assure. The company is certainly confident within their services, to help you take advantage of a totally free month trial to discover how it works. And, if you decide you don’t like it, you can return this for any cause within thirty days. Just make sure to cancel your account before the end of the free trial offer period. In some instances, you can terminate at any time and receive a total refund.

For anybody who is not satisfied with the IPVanish free trial, you can terminate anytime without any questions. The corporation is ready to offer a refund within the first of all 30 days of service, so that you can see if if you’re completely satisfied with the VPN prior to spending anything. The service is also readily available for iOS devices. So , you can try out the IPVanish VPN free of charge before you pay out the full cost.

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળી શોભા યાત્રા

ભરૂચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ ના પટાંગણ મા આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા હતા.

જેમાં પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ ના પ્રથમ દિવસે  પ્રમુખ રજનીભાઇ ટેલરના મહાવીર નગર સ્થિત નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરી  પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓની શોભા યાત્રા શનિવાર ની સાંજે નીકળી હતી. અ શોભાયાત્રામાં ફરસરામી દરજી સમાજના  ટ્રસ્ટીઓ, અગ્રણીઓ સહિત પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા.આ શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ થઈ નીલકંઠ મહાદેવ પહોંચી હતી જ્યાં આરતી સાથે સમાપન કરાયું હતું.

અંકલેશ્વર તાડ ફળીયામાં રહેણાંક મકાનમાંથી આંક ફરકનો જુગાર રમતા ૮ ઝડપાયા

ભરૂચ જીલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃતિઓ ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. દરમ્યાન આજરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે અંકલેશ્વર તાડ ફળીયામાં રહેતો જુગારી વીજય વસાવાનો રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓ બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ રૂપિયાથી હારજીતનો આંક ફરકનો જુગાર રમાડે છે.

જે મુજબની ચોક્કસ બાતમી આધારે આંકડાના જુગારની સફળ રેડ કરી જુગાર રમતા કુલ-૦૮ જુગારીઓ સુનીલભાઇ પરશોત્તમભાઇ ભોજવાણી રહેવાસી. મકાન નં.૪૨ સીધીનગર સોસા. લાહોરી ગોડાઉનની બાજુમા ભરૂચ, ફૈયાજ હુશેન અબ્દુલ શેખ રહેવાસી.સર્વોદયનગર અંક્લેશ્વર જી.ભરૂચ, અજયભાઇ મનહરભાઇ વસાવા રહેવાસી. અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર ટાંકી ફળીયુ જી.ભરૂચ, કનુભાઇ ગુમાનભાઇ ચૌધરી રહેવાસી.નંદપુર તા.માંડવી જી.સુરત, જાવેદભાઇ ગુલામભાઇ સીંધી રહેવાસી.સ્ટેશન સામે ટાંકી નીચે પાલેજ તા.જી.ભરૂચ, અરવીંદભાઇ ઇશ્વરભાઇ ભાલીયા રહેવાસી.ભોલાવ ગામ તળાવ ફળીયુ જી.ભરૂચ, વિઠ્ઠલભાઇ ભયજીભાઇ ઠાકરડા રહેવાસી.જલારામ નગર કરજણ જી.વડોદરા, પ્રફુલભાઇ જીવણલાલ બારોટ રહેવાસી.મકાન નં.૧૯ વિજયનગર અંક્લેશ્વર જી.ભરૂચને જુગારના રોકડા રૂપીયા તથા મોબાઇલો તેમજ જુગાર રમવાના સાધનો સાથે કુલ મુદ્દામાલ કિંમત.રૂપીયા ૨૪,૧૦૦/- સાથે ઝડપી પાડી જુગારધારાની સલંગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનામાં વિજય દલપતભાઇ વસાવા રહે.તાડ ફળીયુ અંક્લેશ્વર જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીઓને આગળની તપાસ માટે અંક્લેશ્વર શહેર પોલીસ મથકમાં સોપવામાં આવ્યા છે.

નોટીફાઇડ સિક્યોરિટીએ પાનોલીની પાસે કેમિકલ વેસ્ટ ઠાલવતું એક ટેન્કર ઝડપી પાડયું

પાનોલીની જીઆઈડીસી પાસે અવાવરૂ જગ્યાએ કેમિકલ વેસ્ટ ઠાલવતા એક ટેન્કરને નોટીફાઇડ સિક્યોરિટીએ ઝડપી પાડયું હતું. જોકે, ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેમિકલના નમુના લઇ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

અંકલેશ્વર વિસ્તારમાં કેમિકલ વેસ્ટનો નિકાલ આડેધડ કરવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગતરોજ રાતે પાનોલી જીઆઈડીસીની ક્રિશી રસાયણ કંપની પાસે ખુલ્લી જગ્યા પર ટેન્કર નંબર-gj.06.x.5845 દ્વારા કેમિકલ વેસ્ટ ખાલી કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પાનોલી નોટીફાઇડ એરિયા ઓર્થોરિટીની સિક્યોરિટીએ નાઈટ પેટ્રોલિંગમાં કેમિકલ ઠાલવતી વેળાએ ટેન્કરને રંગેહાથ ઝડપી પાડ્યું હતું.

ટેન્કરની આસપાસ કોઈ જણાયુ નહોતુ. નોટીફાઇડ વિભાગે આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેમિકલના નમુના લઇ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. તેમજ કઈ કંપનીમાંથી આ કેમિકલ વેસ્ટ નીકળ્યુ હતું તે દીશામાં પણ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!