The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 113

દેડીયાપાડા ખાતે કલરવ – ૨૦૨૨નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમજ પોલીટેક્નિક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા ખાતે કલરવ-૨૦૨૨નો ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડિગ્રી તેમજ ડિપ્લોમા બંને કોર્સનાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવી Glimpse of Agricultural Engineering નામની બૂક નું અનાવરણ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.ઝેડ. પી.પટેલ, આચાર્યશ્રી ડો.એસ. એચ.સેંગર, આમંત્રિત મહેમાનો તેમજ આ બૂકના એડિટર્સ ડો. હિતેશ સંચાવત, ડો.અરુણ લક્કડ અને ઇજ.સત્યનારાયણ સિંઘના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ બૂક દેશની વિવિધ 8 રાજ્ય કૃષિ યુનિવર્સિટી, 1 કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી તેમજ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચરલ એન્જીનીયરિંગ,ભોપાલના લગભગ 45 થી વધુ વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે કૃષિ ઇજનેરીને લગતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દેશના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

નેત્રંગના ગાલીબા ગામે ભગત ફળીયામાં જુગાર રમતા 5 ઝડપાયા,2 ફરાર

નેત્રંગ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો ગાલીબા ગામે ભગત ફળીયામાં આવેલ છત્રસીંગભાઈ નવલભાઇ વસાવાનાં ઘરની આગળ આવેલ ઇલેક્ટ્રીક થાંબલા નીચે રસ્તા ઉપર ઇલેક્ટ્રીક થાંબલા ઉપર ગોઠવેલ લાઇટનાં અજવાળે ખુલ્લામાં ગેર કાયદેસર રીતે પત્તા પાના ઉપર રોકડા રૂપિયાનો દાવ લગાવી હારજીતનો જુગાર રમે છે.

જે આધારે પોલીસ ટીમે રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએ જાહેરમાં જુગાર રમતા (1) સંજયભાઇ સુરદાસભાઇ વસાવા ગામ. ગાલીબા,તા. નેત્રંગ,જી. ભરૂચ.(2) દિલીપભાઇ નટવરભાઇ વસાવા ગામ. ગાલીબા,તા. નેત્રંગ,જી. ભરૂચ.(3) અજુનભાઇ ફુલસીંગભાઇ રાયસીંગભાઇઈ વસાવા ગામ. ગાલીબા,તા. નેત્રંગ,જી. ભરુચ.(4) મહેન્દ્રભાઇ ઉર્ફે મલીંગ રેવાદાસભાઇ અભેસીંગભાઇ વસાવ ગામ. ગાલીબા,તા. નેત્રંગ,જી. ભરૂચ.(5) ભીમસીંગભાઇ ઉર્ફ ભીમા કુંવરજીભાઇ નવાભાઇ વસાવા ગામ. ગાલીબા,તા. નેત્રંગને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમતા દિલીપ નટવર વસાવા અને સંજય સુરદાસ વસાવા બંન્નેવ રહે. ગાલીબાનાઓ ભાગી છુટ્યા હતા.

પોલીસ ટીમે ઝડપાયેલ પાંચ આરોપીઓ પાસેથી અંગઝડતી ના રોકડા રૂપિયા ૧૪૯૦/- તથા દાવ ઉપર ના રોકડા રૂપિયા ૧૧૨૦/- કુલ રોકડા રૂપીયા ૨૬૧૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ કુલ કિં.રૂ ૮૫૦૦/- તથા બાઇક નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-  મળી કુલ્લે રૂપીયા ૨૧,૧૧૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલ તમામ આરોપીઓ તથા નાસી જનાર આરોપીઓ વિરુધ્ધમાં જુગાર ધારા કલમ -૧૨ મુજબ કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

નેત્રંગ : સગીર બાળાનું અપહરણ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસ મથકે ગત તા-૦૯/૦૪/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ઈસમ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય. જેથી ઉપરોક્ત ગુનાની ગંભીરતા જાણી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ,અંક્લેશ્વર વિભાગ, તરફથી આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના અપાઇ હતી.

જે અનુસંધાને સી.પી.આઈ. બી.એમ. રાઠવા તથા પી.એસ.આઈ. એન.જી. પાંચાણી ના  માર્ગદર્શન હેઠળ હ્યુમન ઈંટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે,આ ગુનાનો આરોપી સગીર બાળાને લઈ મુંબઈ તથા દિલ્હી ખાતે અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો છે. અને હાલ આરોપી દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે.

જે મળેલ હકીકત આધારે વર્ક આઉટ કરી ગઈ કાલ તા-૦૬/૦૫/૨૦૨રના રોજ તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે રવાના કરેલ અને દિલ્હીના ભજનપુરા વિસ્તાર માંથી નાસતા ફરતા આરોપીને અપહરણ કરી લઈ ગયેલ સગીર બાળા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી પ્રદિપ રામમિલન પાંડે ઉ.વ.-૨૭ રહે-કલ્યાણપુરી ૧૫/૩૧૭, ચાંદ સિનેમા નજીક પુર્વ દિલ્હી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

તિલકવાડાની મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે બન્યા મજબૂર !

તિલકવાડા ઓળબિયા ગામ ‌પંચાયત ના ચંદપુરા ગામે ‌આઝાદી નાં ૭૦ વર્ષ પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગ્રામજનો મહિલાઓ ૩ કિમી દૂર ખાડી માંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા, પાણી નાં અભાવે ગામ ની ૭૦ વર્ષ નાં દાદી ની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. જંગલી જાનવર નાં હુમલા થતાં હોય અને ગામ માં બાલવાડી નહીં હોવાથી ગામ નું એક પણ બાળક બાલવાડી જતું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં સરકારી આવાસ યોજના મંજૂર થતાં નથી.

ડો પ્રફુલ વસાવા દ્વારા છેવાડાના ગામો માટે ચાલતાં યુવા સંવાદ અભિયાન માં ગામ લોકો એ પોતાના ગામ ની સમસ્યા ઓ માટે રજુઆત કરી હતી જેનાં ભાગરૂપે આજે તિલકવાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર સંબોધી આવેદનપત્ર આપી , જલ્દી સમસ્યા નાં ઉકેલ માટે ચિમકી આપી છે.

આજે  ડો પ્રફુલ વસાવા ની આગેવાની માં તિલકવાડા માં રેલી કરી, ભાજપ સરકાર પાણી આપો, શિક્ષણ આપો,આવાસ આપો નાં સુત્રો સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ‌ચિમકી આપી કે જો ‌ચંદપુરા ગામ ‌લોકોને તત્કાલ પીવાં નું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ, આંદોલન શરૂ કરીશું.

આવેદનપત્ર આદિવાસી ટાઈગર સેના અને સમસ્ત આદિવાસી સમાજ દ્રારા આપવામાં આવ્યું છે જેમાં ડો પ્રફુલ વસાવા ની સાથે કૌશિકભાઈ તડવી, કમલેશ ભાઈ ભીલ, ચંદપુરા નાં ગામજનો , ઓળબિયા ગામ ‌પંચાયત ના સરપંચ ભરતભાઈ વસાવા હાજર ‌રહ્યા હતા.

* સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વરના સારંગપુરગામ નવીનગરી ખાતેથી જુગાર રમતા ૮ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજિક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે સારંગપુરગામ નવીનગરી ખાતે લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે.

જેથી માહિતીવાળી જગ્યાએ રેઇડ કરતા આઠ ઇસમો (૧) વિશાલભાઇ ઉર્ફે લાલુ બાલુભાઇ વસાવા ઉ.વ.૨૫ રહેવાસી. નવીનગરી સારંગપુરગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ,(ર) દિલીપભાઇ સોમાભાઇ પરમાર ઉ.વ.૩૩ રહેવાસી. વિહારધામ સો.સા સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ,(૩) મહેશભાઇ ચંદુભાઇ ગોહિલ ઉ.વ.૪૪ રહેવાસી. વિહારધામ સો.સા સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ,રહેવાસી.જુની પોસ્ટ ઓફિસ આઇ હોસ્પિટલની સામે દરબાર રોડ રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદા,(૪) જગદિશભાઇ ઉર્ફે જમાઇ ફતેસિગ વસાવા ઉ.વ.૩૩ રહેવાસી. નવીનગરી સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ, રહેવાસી. ગુલાબફળિયાગામ તા.ઝઘડિયા જી.ભરૂચ,૫) કિરણભાઇ નગીનભાઇ વસાવા ઉ.વ. ૨૪ રહેવાસી.નવીનગરી સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ,(૬) મનીષભાઇ રમેશભાઇ વસાવા ઉ.વ.૨૬ રહેવાસી.નવીનગરી સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ,(૭) રાહુલભાઇ પ્રતાપભાઇ વસાવા ઉ.વ.૨૯ રહેવાસી,નવીનગરી સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ,(૮) અરૂણભાઇ રાજેશભાઇ વસાવા ઉ.વ.૨૭ રહેવાસી.નવીનગરી સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચને રોકડા રૂપિયા ૧૪૧૬૦/- સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

ભરૂચની ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ હોવાનો વિડિયો થયો વાઇરલ

ભરૂચના આમોદ નજીક ઢાઢર નદીમાં એકસાથે 20 મગરનું ઝુંડ દેખાતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ફફડાટ ફેલાયો છે. ઢાઢર નદીમાં મગરોનું ઝુંડ જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.

ભરૂચ જિલ્લાના આમોદ નજીક ઢાઢર નદીના પુલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે ઢાઢર નદીમાં મગરોનું વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થઇ રહ્યું છે. આ ઝુંડમાં એક બે નહિ, પરંતુ 20થી 25 મગર ઢાઢર નદીના પુલ નીચેથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહ્યા છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે મગરો પાણીમાં પડેલા કોઈ ખોરાકને આરોગવા માટે ટોળામાં આવી રહ્યા છે અને શિસ્તબદ્ધ રીતે ખોરાકની જિયાફત માણી પરત ફરી રહ્યા છે. આ દૃશ્યથી એક તરફ નદીમાં મગરોના વર્ચસ્વનો ભય પણ દેખાયો છે તો આ નજારો સ્થાનિકોએ એક લહાવા તરીકે પણ ગણાવ્યો હતો.

ભરૂચના આમોદ અને જંબુસર તાલુકામાં પસાર થતી ઢાઢર નદી તેના મીઠા જળ માટે જાણીતી છે, સાથે આ નદીમાં વસવાટ કરતાં જળચરોને લઈને પણ ચર્ચામાં રહે છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. આ મગર ઉનાળાના સમયમાં નદીમાં પાણી ઓછું થાય ત્યારે છીછરા પાણીમાં નજરે પડે છે. તો ચોમાસાની ઋતુમાં નદી જ્યારે કિનારા ઓળંગી જાય છે ત્યારે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બને છે. આ સમય બાદ આસપાસની ખાડીઓ અને ખેતરોમાં મગર જોવા મળે છે.

સ્થાનિક અગ્રણીના જણવ્યા અનુસાર, ઢાઢર નદીમાં મગર નજરે પડવા આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટે ભાગે એકાદ-બે મગર કિનારા પર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. આજની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સંખ્યામાં મગર નજરે પડવાનો આ ઐતિહાસિક બનાવ માનવામાં આવી રહ્યો છે.

દેડીયાપાડાના દુથર ગામેથી ચકલી પોપટના જુગારના સાહીત્ય તથા રોકડ સાથે બે ઝડપાયા

દેડીયાપાડા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે, “મોજે દુથર ગામે આંગણવાડીની સામે આવેલ આંબાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો બેટરીના અજવાળે ચકલી પોપટનો પૈસા ઉપર હારજીતનો જુગાર રમે છે.

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ચકલી પોપટના જુગારના સાહીત્ય તથા રોકડા.રૂ.૧૧,૧૩૦/- સાથે આરોપી (૧) રમણભાઇ મગનભાઇ વસાવા રહે રહે-પાંચઉંમર, પટેલ ફળીયા તા.દેડીયાપાડા તથા (૨) વિરજીભાઇ ખાતરીયાભાઇ વસાવા રહે-ફુલસર તા.દેડીયાપાડા જિલ્લીનર્મદા નાઓને પકડી પાડી તથા નાસી જનાર આરોપી (૧) મનસુખભાઇ ખાતરીયાભાઇ વસાવા રહે-ફુલસર તા.દેડીયાપાડા તથા (૨) અશ્વીનભાઇ અમરસિંગભાઇ વસાવા રહે-પાંચઉંમર તા.દેડીયાપાડા નાઓને વોન્ટેડ જાહેર કરી ચારેય આરોપી વિરૂધ્ધ જુગારધારાની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ઝઘડીયાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ફરિયાદ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી ૩૪ વર્ષીય વિધવા મહિલાને સંજય વસાવા નામના એક યુવક સાથે ૨૦૧૫ ની સાલથી પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવક સાથેના સંબંધથી આ મહિલાએ ૨૦૧૬ ના ૧૦ મા મહિનામાં એક પુત્રને જન્મ આપ્યો હતો. આ મહિલા તેના ચાર સંતાનો સાથે તેના ગામે  રહે છે. આ મહિલાને તેના પ્રેમી યુવક દ્વારા પુત્ર જનમ્યા બાદ મહિલા અવારનવાર તેની સાથે લગ્ન કરી લેવા યુવકને જણાવતી હતી, પરંતું યુવકે તેની સાથે લગ્ન કર્યા ન હતા.

દરમિયાન આ યુવકે અન્ય ગામની એક છોકરી સાથે સગાઇ કરી લીધી હોવાની ખબર મળતા મહિલાએ તેના પ્રેમી યુવકને તેની સાથે લગ્ન કરવા જણાવ્યુ હતું. ત્યારબાદ આ મહિલા તેની માતાના ઘરે અાવેલ હતી. દરમિયાન ગત તા.૩૦ મીના રોજ સાજના આઠેક વાગ્યાના સમયે મહિલા તેની મમ્મીના ઘરે હાજર હતી ત્યારે યુવકના કેટલાક સંબંધીઓ ત્યાં આવ્યા હતા અને મહિલાને કહ્યુ હતુકે સંજય તારી સાથે લગ્ન કરવાનો નથી. તેમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલાને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે લોકોએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ઘટના સંદર્ભે આ મહિલાએ શાંતિલાલ છનાભાઇ વસાવા, કેશરભાઇ છનાભાઇ વસાવા,પરેશભાઇ શાંતિલાલ વસાવા,પાયલબેન વિનોદભાઇ વસાવા,ઉર્મિલાબેન શાંતિલાલ વસાવા, અશોકભાઈ ભીમાભાઇ વસાવા,વિનોદભાઇ જમાઇ તમામ રહે.ગામ કુંવરપરા તા.ઝઘડીયાના તેમજ નર્મદા જિલ્લાના ઉમરવાના અન્ય પાંચ ઇસમો મળી કુલ ૧૨ વ્યક્તિઓ સામે ઝઘડીયા તાલુકાના એક પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

અંક્લેશ્વર ટ્રકના કેબીનના ચોરખાના માંથી વિદેશી દારૂનો જથ્થા સાથે બે ઝડપાયા

ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવુત્તિ નાબુદ કરવા આજરોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી. દરમ્યાન બાતમી મળેલ કે અંક્લેશ્વર ને.હા. નં-૪૮ ઉપર અંક્લેશ્વર થી ભરૂચ તરફ જવાના હાઇવે રોડની બાજુમા આવેલ હિલ્ટન હોટલ ની આગળના ભાગે આવેલ પાકીંગમા ટ્રક નં GJ-14-X-8672 પાર્ક કરી મુકેલ છે જે ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલ છે.

જે બાતમી આધારે એલ.સી.બી ટીમે હોટલ હિલ્ટન પ્લાઝા માં આવેલ પાર્કીંગમા તપાસ કરતા ટ્રક નં GJ-14-X-8672 સાથે બે ઇસમો  મળી આવેલ જે ટ્રકમાં ચેક કરતા ટ્રકના કેબીનમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂ તથા બિયરના અલગ-અલગ બ્રાન્ડના કુલ બોટલો નંગ- ૯૬૯ કી.રૂ ૨.૪૫.૦૦૦/- તથા ગોળની પેટી નંગ ૧૭૬૬ કિ રૂ ૫.૭૫.૯૦૦ ટ્રક નં GJ-14-X-8672  કિ.રૂ ૭.૦૦.૦૦૦/- તથા મોબાઇલ નંગ ૦૨ કિ રૂ ૫૫૦૦/- મળી કુલ રૂ.૧૫.૨૬.૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ બ6ન્નેવ ઇસમો રાકેશભાઇ રામજીભાઇ મકવાણા રહે મફતીયાપરા પાણીની ટાંકીની બાજુમાં સાવરકુંડલા રોડ તા.જી.અમરેલી, હીતેષભાઇ ધનજીભાઇ મકવાણા રહે બારપરા સરમારીયાચોક જુનો ધારી રોડ તા.જી અમરેલી તથા દારૂ નો જથ્થો મંગાવનાર ઇસમ વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા ગુનો રજીસ્ટર કરવા સાથે લલીતભાઇ ગોવિંદભાઇ દાફડા રહે દાસજીવન સોસાયટી જેસર રોડ સાવરકુંડલા જી અમરેલીને વોન્ટેડ જાહેર કરી  કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

કલાદરા ખાતે નદીમાં ડૂબી જતા ભરૂચના ઇલાહીપાર્કના ૧૭ વર્ષીય કિશોરનું મોત

ભરૂચના મનુબર ચોકડી ખાતે ઇલાહીપાર્કમાં પરીવાર સાથે રહેતા ૧૭ વર્ષીય તોહીદ તૈયબ ઉધરાદાર તા. ૫મીની બપોરે ગરમીના કારણે પોતાના મિત્રો સાથે કલાદરા ગામે નદીએ નહાવા ગયો હતો. જ્યાં પાણીમાં ખેંચાઇ જતા ડૂબી જવાના પગલે આશાસ્પદ કિશોરનું મોત નીપજ્યું હતું.

ભરૂચના ઇલાહીપાર્ક મનુબર ચોકડી ખાતે રહેતા ૧૭ વર્ષીય કિશોર તોહીદ ગતરોજ તા.૫મીની બપોરે પોતાના મિત્રો શોભાન દાઉદ પટેલ,મહંમદ દાઉદ પટેલ, ફૈયાઝ દિલાવર પટેલ,મહંમદ ઇલ્યાસ પટેલ સાથે કલાદરા ગામે નર્મદા નદીમાં નહાવા ગયા હતા જયાં બપોરે ૩.૩૦ની આસપાસ અચાનક તોહીદ ઉધરાદાર પાણીમાં ખેંચાયો હતો. પોતાનો મિત્ર પાણીમાં ખેંચાવા લાગતા તેના સાથી મિત્રોએ તેને બચાવવા પ્રયત્નો કરવા સાથે બચાવો બચાવોની બુમો પાડતા નદી કિનારે લોકો એકત્રીત થયા હતા અને પાણીમાં તોહીદની શોધ આરંભી હતી. ઘટનાની જાણ દહેજ પોલીસને કરાતા પોલીસ ટીમ પણ કલાદરા દોડી ગઈ હતી અને તોહીદને બોટ મરફતે શોધવા કવાયત હાથ ધરતા તા.૬ના રોજ સાંજે કલાદરા નદીમાંથી તોહીદનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તોહીદની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે ડૂબી જવાથી મોતને ભેટનાર તોહીદે તાજેતરમાં જ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. અચાનક તોહીદ મોતને પગલે તેના પરિવાર સહિત મિત્રો અને ઇલાહીપાર્કમાં ગમગીની ફેલાઇ હતી.

error: Content is protected !!