The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 109

પાલેજ વિસ્તારમાંથી ગાંજાના વિપુલ જથ્થા સાથે ૧ ઝડપાયો

  • પોલીસે ૧૦ કિલો ૦૮૦ ગ્રામ કિ.રૂ.૧,૦૩,૭૧૦/- ના મુદ્દામાલ જ્પ્ત કર્યો

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે,પો.ઇન્સ. વી.બી.કોઠીયાએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એમ.એમ.રાઠોડ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા પાલેજ હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર એક ઇસમ નામે મોહમંદ સાહીલ શેખ રહે, અમદાવાદ પાલેજ હાઇવે વિસ્તારમાં માદક કેફી પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો રાખી અન્યને વેચાણ કરે છે.જે બાતમીના વર્ણન મુજબ શકમંદ ઇસમ દૂરથી દેખાતા તેને કોર્ડન કરી રોકી અને તેની પાસે એક કાળા રંગનો ચેઇન વાળો થેલાને ખોલી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૧૦ કીલો ૦૮૦ ગ્રામ કિ.રૂ./૧,૦૦,૮૦૦/- તથા અંગઝડતી માંથી એક મોબાઇલ ફોન કિ. રૂ. ૨૦૦૦/-તથા અંગઝડતી દરમ્યાન મળેલ રોકડ રકમ રૂપિયા ૯૧૦/- મળી કુલ કિમત રૂપિયા ૧,૦૩,૭૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મોહમંદ શાહીલ મોયુદ્દીન શેખ રહે ૨૮/૬૫ મહેરાબખાનનો ટેકરો શાહપુર અમદાવાદને પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ કલમ મુજબ પાલેજ પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એમ.એમ.રાઠોડ એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.

દેડીયાપાડામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન

દેડીયાપાડામાં આજે પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડા ના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા સુધીના દબાણો સંપૂર્ણ સાફ કર્યા હતા, જેમાં રોડ માર્જીન થી 12 ફૂટ સુધીના દબાણો ઓટલા, શેડ દૂર કર્યા હતા.

દેડીયાપાડા માં સિવિલ હોસ્પિટલનો રોડ કે જૂના મોસદા રોડ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો હતા આ રોડ પરથી એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ  મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા સાથે ફરિયાદ પણ થઈ હતી અને આર એન્ડ બી ના વિભાગ દ્વારા પણ અગાઉ બે થી ત્રણ વખત નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન હતી.

જેથી આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો આ રોડ સરકારી ગાડીઓની અને પોલિસની ગાડીઓની લાઈન સાથે ત્રણ થી ચાર બુલડોઝર સાથેની ટીમ સવારથી જ એક્શનમાં આવી હતી સવારે 9:00 વાગ્યા થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ચિંતાતુર નજરે દેખાઈ રહ્યા હતા વેપારીઓમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઇ હતી.

આ મેગા ડીમોલેશન માં દેડિયાપાડાના પ્રાંત અધિકારી અનિલ ઉકાણી, મામલતદાર ઇન્ચાર્જ એમ ડી છાકત પી.એસ.આઇ વસાવા, સી.પી. આઈ ચૌધરી,વિજકંપનીના ડેપ્યુટી ઇજનેર વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના ઇજનેર સી.એન.રોહિત,સહીત આર એન્ડ બી ના અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ અધિકારીઓની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મેગા ડેમોલેશન કાર્ય હાથ ધર્યું હતુ.

આ બાબતે દેડીયાપાડા પ્રાંત અધિકારી અનિલ ઉકાણીએ જણાવ્યું હતું કે એડીયાપાડા મોસદા રોડ ઉપર ખૂબ ટ્રાફિક જામ રહેતો હતો વ્યાસ આજ રોડ પર સરકારી દવાખાનું પણ આવેલો છે ત્યાં હોસ્પિટલ સુધી 108 પહોંચવાનું પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી અને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી આજે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા(નર્મદા)

વણકર સમાજ પ્રોગ્રેસીવ ટ્રસ્ટ દ્વારા ૧૨મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

વણકર સમાજ પ્રોગ્રેસીવ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઇ પરમાર  ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યો દ્વારા વખતોવખત સમાજ ઉપયોગી  શૈક્ષણિક આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવે છે  સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા પર અંકુશ આવે અને જરૂરિયાતમંદ પરિવારના બાળકોના લગ્ન પ્રસંગ ઓછા ખર્ચમાં સારી રીતે પૂર્ણ થાય  સમયનો બચાવ થાય અને સમાજમાં એકતા વધે તે માટે ટ્રસ્ટ દ્વારા સતત અગિયાર વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે  તે જ રીતે ચાલુ સાલે બારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન બીએપીએસ મંદિર જંબુસર ખાતે   ગોપાલભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો  જેમાં વંદનીય સંત શીરોમણિ પરમ પૂજ્ય મનસુખ દાસબાપુ  ડી કે સ્વામી દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા  આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઇ સોલંકી અગ્રણી પ્રભુદાસભાઈ મકવાણા ડોક્ટર તુષાર પટેલ સહિત ઉપસ્થિત રહ્યાં હતા  સ્વાગત પ્રવચન ટ્રસ્ટ પ્રમુખ દ્વારા કરાયું અને ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટય કરી સમૂહ લગ્નનો પ્રારંભ કરાયો હતો..

આજના દેખાદેખીના સમયમાં યુવક યુવતીઓ સમૂહ લગ્ન માટે તૈયાર થયા અને સમાજમાં દાખલો બેસાડી પ્રેરણા આપી છે  નવ દંપતીનું લગ્ન જીવન ધર્મ પારાયણ બને  સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને  સમાજના યુવાનો નિર્વ્યસની જીવન જીવે  આજના સમયમાં વ્યસનો મોંઘા થયા અને તે ઘર કરી ગયા છે  તે દૂર કરવા અપીલ કરવામાં આવી હતી  તથા ઉપસ્થિતોના હસ્તે દુલ્હાનું સન્માન કરી આશીર્વાદ આપવામાં આવ્યા હતા  સમૂહ લગ્નમાં ટ્રસ્ટ હોદ્દેદારો સમાજ અગ્રણીઓ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

વાલિયાના સિલુંડી ગામે અગાઉના સરપંચના બાકી રૂપિયા બાબતે સરપંચ પર હુમલો

વાલિયા તાલુકાના સિલુંડી ગામમાં આવેલ ગ્રામ પંચાયત ખાતે અગાઉના સરપંચના સમયના બાકી રૂપિયા બાબતે એક ઇસમે મહિલા સરપંચને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાલિયા તાલુકાના સિલુંડી ગામના તળાવ ફળિયામાં રહેતી પ્રેમીલાબેન ચીમનભાઈ વસાવા સરપંચ તરીકે સેવા આપે છે. જેઓને શુક્રવારે બપોરે ગામના તલાટી કમ મંત્રીએ પંચાયત ઓફિસ ખાતે કામ અર્થે બોલાવ્યા હતા તે સમયે પંચાયત ઓફિસમાં મહિલા તલાટી અને ડેપ્યુટી સરપંચ તેમજ ગામનો મહંમદ યુસુફ બાવા ત્યાં હાજર હતો. જેને મહિલા સરપંચને અગાઉના સરપંચના સમયના બાકી મજૂરીના રૂપિયા 25 હજાર લેવા આવ્યો હોવાનું કહેતા શેના પૈસા એવું કહેતા મહંમદ યુસુફ બાવા અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મહિલા સરપંચ સાથે ઝપાઝપી કરી તેણીને ત્રિકમ મારવા જતા ડેપ્યુટી સરપંચ અને તલાટીએ વચ્ચે પડી છોડાવ્યા હતા. તે સમયે મહંમદ યુસુફ બાવાએ સરપંચને બીજી વખત મળશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાયખામાં ભાવિન ઇન્ટરમીડિયટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન

  • કંપનીનાખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ સ્ટરલ પાંખીયા નંગ- ૧૦ કુલ 75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

સાયખા ગામમાં આવેલ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરીયા પ્લોટ નં-ટી/૧૫૧૫માં આવેલ ભાવીન ઇન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ એસ.એસના સ્ટરલ પાંખીયા નંગ-૧૦ કિ.રૂ-૧,૭૫,૦૦૦/- ની ચોરી કરી તસ્કરો ફરાર થયાની વાગરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

ચોરીની આ ઘટનામાં એસ.એસનુ વેસલ તથા સ્ટરલના પાંખીયા કંપનીના અંડર કન્ટ્રક્શન પ્રોજે ક્ટ સાઇટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મુકેલ હતા અને જે પૈકી વેસલ તા.૧૯/૦૪/૨૦૨૨ના રોજ બપોરના સાડા બારેક વાગ્યે તેમણે તેમની અંડર કન્ટ્રક્શન પ્રોજેક્ટ સાઇટમાં ફીટ કરેલ અને તે સમયે સ્ટરલના પાંખીયા નંગ-૧૦ જે-તે જગ્યાએ મુકેલ હતા અને ત્યારબાદ ગઇ તા-૧૧/૦૫/૨૦૨૨ ના રોજ પ્રોજેકટ મેનેજર જયેશભાઇ તથા કંપનીમાં નોકરી કરતાં સિવિલ એજીનીયર પ્રીયાંકભાઇ પટેલ સાંજના ચારેક વાગ્યે અમારી કંપનીનો સ્ટોક કરતા હતા,ત્યારે વેસલ સાથે આવેલ સ્ટરલ પાંખીયા નંગ-૧૦ કિ.રૂ-૧,૭૫,૦૦૦/- મુકેલ હતા તે જગ્યાએ જણાયેલ નહી અને ચોરી થયેલાનુ જણાયેલ,જેથી ભાવીન ઇન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર જયેશભાઇ દયાલજીભાઇ પટેલે આ બાબતે અમારા કંપનીના માલીક તથા એમ.ડી. ભાવીનભાઇ જયગોવિદભાઇ અગ્રવાલને જાણ કરી ભાવીન ઇન્ટરમીડીયટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં કોઇ ચોર ઇસમે પ્રવેશ કરી કંપનીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મુકવામાં આવેલ સ્ટરલ પાંખીયા નંગ-૧૦ કિ.રૂ-૧,૭૫,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયાની વાગ્રા પોલીસ મથકે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

આહવા ખાતે યોજાયો સ્વ સહાય જૂથોનો સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ

ડાંગ જિલ્લાના મહિલા સ્વસહાય મહિલા જૂથોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રવર્તતી વિવિધ રોજગારી અને સ્વરોજગારીનો લાભ લઈને, સ્વવિકાસ સાધવાની હિમાયત કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીતે, સફેદ મૂસળી જેવા ઔષધિય પાકોમા રહેલી અર્થ ઉપાર્જનની વિપુલ શક્યતાઓનો લાભ લેવાની પણ અપીલ કરી હતી.

ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.ગાંધીનગર, અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-આહવા પુરસ્કૃત ‘રાસ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાના સ્વસહાય જૂથોને બેન્ક લીંકેજીસ કેશ ક્રેડિટ કેમ્પમા પ્રમુખ ગાવીતે ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોના મહિલા સભ્યોને ચેક, લોન મંજૂરી પત્રો પણ એનાયત કર્યા હતા.

આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ વિશેષ ઉપસ્થિત રહી, મહિલા સ્વસહાય જૂથોને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, વ્યવસાય-સેવા-અને ઉત્પાદનોના માર્કેટિંગ સહિત સ્વછતા ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવાની હિમાયત કરી હતી. ધારાસભ્યએ આંબા કલમ ઉછેર જેવા વ્યવસાયમા પણ સ્વસહાય જૂથોને આગળ આવવાની અપીલ કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમા મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક કે.જે.ભગોરાએ કર્યું હતુ. જ્યારે આભારવિધિ આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી  રતિલાલ ચૌધરીએ આટોપી હતી. સ્વસહાય જૂથોના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવાર, જુદી જુદી સમિતિઓના અધ્યક્ષ, પ્રાંત અધિકારી આર.એમ.જાલંધરા, હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓ, બેન્ક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં ૩૩ વર્ષીય પરણીતાએ નોંધાવી ત્રિપલ તલાક સહિત ઘરેલૂ હિંસાની ફરીયાદ

ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક પરણીતાએ તેના પતીએ ૩ વખત તલાક તલાક તલાક કહી ઘરમાંથી કાઢી મુકી હોવાની પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક અંગે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારની અલફલા પાર્ક, મ.નં.સી/૦૧,શેરપુરા રોડ ખાતે રહેતા અને ભરૂચ શ્રવણ ચોકડી પાસે આવેલ ગેલ ઈન્ડીયા કંપનીમાં નોકરી કરતા ફહીમ હારૂન રસીદ અરબના બીજા લગ્ન સુમૈયા સાથે ૨૦૧૯માં થયા હતા. સાસરીમાં પતિ તથા મારા સાસુ-સસરા તથા નણંદ અને તેમના ૩ સંતાનો સાથે રહેતા ૩૩ વર્ષીય સુમૈયાબેન ફહીમ અરબે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,ગતરોજ બપોરના સમયે તેમના પતી ફહીમ જ્યારે નોકરી પરથી આવ્યો ત્યારે સાસુ કમરુનીશા તથા મારા સસરા હારૂન રસીદ સુમૈયાને કહેવા લાગેલ કે,તમોએ જાણી જોઈને મોટી છોકરી તૈહસીન સાથે સારૂ વર્તન ન કરતા તે તેના ઘરે જતી રહેલ છે.તેમ કહી સાસુ-સસરા તથા મારી નાની નણંદ મહેરીન મને ગમે-તેમ ગાળો બોલી ઝગડો કર્યો હતો. આ વખતે સુમૈયાના પતિ ફહીમ પણ તેને ગમે-તેમ ગાળો બોલી અને મને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમના પતિ તથા નાના નણંદ મહેરીન તેમને ઘરમાંથી નીકળી જવાનું કહેતા હતા.

સાથે સુમૈયાના પતિએ તેને ત્રણ વખત તલાક તલાક તલાક બોલી અને કહેલ કે મે તને મુસ્લીમ શરીયત મુજબ તલાક આપી દિધેલ છે.જેથી તુ મારા ઘરમા થી નીકળી જા તેમ કહી કહેતો હતો કે તને તલાક આપીને પણ જીવતી નહી રહેવા દઉ અને તને પતાવી દઈશ તારા મમ્મી-પપ્પાને પણ પતાવી દઈશ તેવી ધમકી આપેલ હોવાનું જણાવ્યું હતું.

જેથી પતિ ફહીમ તથા મારા સાસુ કમરુનીશા હારૂન રસીદ અરબ તથા સસરા હારૂન રસીદ અરબ તથા નણંદ મહેરીન હારૂન રસીદ અરબ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ફરીયાદ આપતા ભરૂચ બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

જંબુસરના વોર્ડ નંબર બે ના પાલિકા સદસ્ય પર હુમલો

  • સમાજના જ બે યુવાનો દ્વારા કરાયો હુમલો.

જંબુસર નગર પાલિકા વોર્ડ નંબર બેનાં સદસ્ય વિશાલભાઈ જે પટેલ ઉપર  તેમનાજ સમાજના બે યુવાનો દ્વારા હુમલો કરાયો ઘાયલ થયેલ વિશાલ પટેલને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં  જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

વિશાલભાઈ જયંતીલાલ પટેલ વોર્ડ નંબર બે નગરપાલીકા સદસ્ય હોય તેઓ દ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત  લાભાર્થી દુર્ગાબેન પટેલને લાભ અપાવ્યો હતો  અને તે ફેસબુક પર વિશાલ પટેલે પોસ્ટ શેર કરી હતી. જે  પોસ્ટ જોઈ દુર્ગા બહેનના પૌત્ર વિપુલ પટેલ તેમને આ પોસ્ટ ન ગમતાં પોસ્ટની બિભત્સ કોમેન્ટ કરી નગરપાલીકા સદસ્ય વિશાલ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ગતરોજ વિશાલ પટેલ નગરપાલિકા ખાતે હોય વિપુલભાઈ પટેલ તથા તેનો ભાઈ પ્રણય ઉર્ફે પલ્લુ પટેલ લાકડી અને ડમ્બેલ્સ લઈ આવ્યા અને વિશાલ પટેલ પર હુમલો કરી માથાના ભાગે તથા પીઠ પર માર મારી ઇજા કરેલ હતી. તેમ વિશાલ પટેલ દ્વારા જણાવાયું હતું  ઈજાગ્રસ્ત વિશાલ પટેલને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં  જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ સહિત નગર પાલીકા સદસ્ય વિશાલ પટેલના ભાઈ નૈશધ પટેલને આ બનાવની જાણ થતા  તેઓ નગરપાલિકા ખાતે જતા હતા.તે સમય દરમ્યાન  વિપુલ પટેલ તથા પલ્લુ પટેલે નૈશધ પટેલ પર હુમલો કરી માર માર્યો હોય બચાવ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા  અને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

દિવ્યાંગની દીકરીને રડતા જોઇ PM મોદી થયા ભાવુક

ભરૂચના ભોલાવ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ચાર યોજનાઓના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.

આ સમારોહમાં તેમણે એક દિવ્યાંગ ઐયુબ પટેલ સાથે વાત કરી હતી. જે દરમિયાન ઐયુબ પટેલની દીકરીને PM મોદીએ પૂછ્યું હતું કે, ડોક્ટર કેમ થવું છે?, ત્યારે પપ્પાની સમસ્યા જોઈને. એટલું જ બોલી દિવ્યાંગની દીકરી રડી પડી હતી. એ સમયે પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા.

ભરૂચ ઉત્કર્ષ સમારોહમાં દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી. જ્યાં પીએમ મોદીએ દીકરીને ડોત્ટર કેમ થવું છે એમ પૂછતાં દીકરી ‘પપ્પાની સમસ્યા જોઇને’ બોલતાં જ ભાવુક થઈ રડી પડી હતી, જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. દેખીતી રીતે PM નરેન્દ્ર મોદીએ પ્રજ્ઞાચક્ષુને કહ્યું હતું કે તેમની સંવેદનશીલતા તેમની તાકાત છે.

ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરાઇ

તારીખ 12 મે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તેમજ 108 ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાથે મળીને કેક કટિંગ કરી, એકબીજાનું મોઢું મીઠું કરાવીને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે ઉભા રહી લોકોની સેવા કરવી લોકોને સાંત્વના આપવી તેમજ સારી સારવાર આપી જીવ બચાવવાનું કામ જે સારી રીતે નિભાવે છે તે તમામ બહેનોને 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. તેમજ 108 ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જેઓ દિવસ-રાત જોયા વગર લોકોનો જીવ બચાવવા માટે ખડે પગે ઊભા રહે છે. તેમને પણ આ પ્રસંગે બિરદાવી ભવિષ્યમાં સારી કામગીરી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવે તેવું પ્રોત્સાહન ભરૂચ સિવિલ હોસ્પિટલના સી ડી એમઓ ડોક્ટર જે ડી પરમાર સાહેબ તેમજ આર.એમ.ઓ ડોક્ટર વી.બી.ઉપાધ્યાય સાહેબ એ પુરુ પાડ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ ભરૂચ 108 ઈમરજન્સી સેવાના જિલ્લા સુપરવાઇઝર ઇરફાનભાઇએ કર્યું હતું.

error: Content is protected !!