The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 103

અંકલેશ્વરનો બે માસ અગાઉની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર GIDC પોલીસ મથકનો પોલીસ સ્ટાફ તેમના વિસ્તારમાં કોમ્બીંગ નાઈટમાં હતો તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક ઈસમ સારંગપુર વિસ્તારમાં આવેલ ઉધોગનગર રેલ્વે સ્ટેશન પાસે નંબર પ્લેટ વગરનુ બાઇક ચલાવી આવે છે.

જે બાતમી આધારે વોચ તપાસમાં રહી નંબર પ્લેટ વગરનુ બાઇક ચલાવી આવતા ઇસમને રોકી તેની પાસે RTO ને લગતા કાગળો માંગતા ઇસમે એક RC બુક રજુ કરતા RC બુક એક્ટીવાની હોવાનુ જણાયેલ જેથી ઇસમ પાસે રહેલ બાઇકના એન્જીન નંબર તથા ચેસીસ નંબરની ઈ-ગુજકોપ મોબાઈલ પોકેટ કોપમા સર્ચ કરતા બાઇકનો GJ-16-BQ-1762 નો જણાયેલ જેથી આ બાઇકના માલીક બાબતે ખાત્રી કરતા બાઇક ચોરી થયેલાનુ જણાયેલ તેમજ એક્ટીવા રજી.નંબર GJ-16-CM-0952 બાબતે તપાસ કરતા એક્ટીવા ચોરી થયેલાનુ જણાયેલ જેથી મો.સા.કિ.રૂ. ૨૦૦૦૦/- તથા મોબાઈલ નંગ ૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા ર૦બુક રજી નંબર GJ-16-CM-0952 ડુપ્લીકેટ આર.સી. બુક મળી કુલ કિ.રૂ. ૨૫૦૦૦/- ગુનાના કામે કબ્જે કરી આરોપી રમેશકુમાર બબનસીગ જાતે કુમી ઉ.વ. ૨૧ હાલ રહે મનોજભાઈના મકાનમા સોનમ સોસાયટી રાજપીપળા રોડ ગડખોલ તા.અંકલેશ્વર જી.ભરૂચ મળુ રહે બાઠાં પોસ્ટ કાનઆન તા.મહુમ્મદાબાદ થાણા ભાવરકોલ જી.ગાજીપુર (ઉતરપ્રદેશ)ને હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જંબુસરમાં સ્વાગત કરાયું

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન યાત્રા આમોદથી જંબુસર પ્લાઝા હોટલ પાસે આવી પહોંચતા તાલુકા હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.

ગુજરાત રાજ્યના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં પરિવર્તન લાવવા યાત્રાનુ દાંડીથી ગાંધીનગર સુધી પરિવર્તન યાત્રાનું આયોજન કરાયું છે.  જે આજરોજ જંબુસર પ્લાઝા હોટલ ચોકડી પાસે આવી પહોંચતા જંબુસર વિધાનસભા પ્રભારી ખિલજી તેહરુદ્દીન  સહિત હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું.

આ પરિવર્તન યાત્રા રોડ શો સ્વરૂપે જંબુસર શહેરના પ્લાઝા ચોકડીથી  ડેપો સર્કલ ટંકારી ભાગોળ થઇ ઉમરા તરફ જવા રવાના થઈ હતી પરિવર્તન યાત્રા નોબાર ધોરી પરબ  નોંધણા  ઉબેર વેડચ  ગજેરા થઈ માસારોડ ચોકડી ખાતે પૂર્ણ કરવામાં આવશે તેમજ જંબુસર વિધાનસભા સહપ્રભારી દ્વારા જણાવાયું હતું.આ યાત્રામાં જિલ્લા તાલુકા શહેર હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યાં હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

વાલીયામાં ડુંગળીની આડમાં પીકપ બોલરો ગાડીમાં ભરેલ વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

  • વાલીયા પોલીસે રૂ.૩,૮૪,૦૦૦/-ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૮,૯૩,૦૦૦/- મુદ્દામાલ કર્યો જપ્ત

વાલીયા પોલીસને  ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા થી બોલેરો પીકપ ગાડી નંબર MH 39 AD 1578 ની વાલીયા તરફ આવે છે તેમા ડુંગળી ના કટ્ટા ભરેલ છે જેના આડમાં ઈગ્લીસ દારૂ ભરેલ છે તેવી સચોટ બાતમી આધારે સ્ટાફના પોલીસ માણસો અલગ અલગ રીતે ઉભા રહી વોચમાં હતા.

દરમ્યાન બાતમી મુજબ ના વર્ણન વાળી બોલેરો પીકપ નંબર MH 39 AD 1578 આવતા પોલીસ ટીમે તેના ડ્રાઈવરને બોલરો પીકપ ગાડી સાઈડમાં ઉભી કરાવતા હતા તે દરમ્યાન ખાલી સાઈડે એક ઈસમ ઉતરી ભાગી છુટ્યો હતો અને ડ્રાઈવર દુર્ગેશ બાલારામ પોખરરામ જાતે ચૌધરી ઉ.વ.૨૩ રહે, લુનાડા પોસ્ટ બાતાડુ થાણા-ગીડા તા. બાયતુ જી.બાડમેરની અટક કરી હતી.

વાલીયા પોલીસ ટીમે બોલેરો પીકપ નંબર MH 39 AD 1578 માં તપાસ કરતા અંદર ડુગળી ના કટ્ટા ભરેલ તેના આડમાં નીચેના ભાગે ઈગ્લીસ દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી. પોલીસે પીકપમાંથી વિદેશી દારૂની બોટલો તથા મુદ્દામાલ મળી કુલ રૂ. કુલ- રૂ.૮,૯૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગ્રીન ગોલ્ડ’ એવા વાંસના ઉછેર અને વાંસ-ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની ગુજરાતે દિશા લીધી છે. મુખ્યમંત્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતાં.

ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી ખાતે અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં આ કેન્દ્રો ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા આ બહુવિધ વિકાસ આજના સમારોહથી સાકાર થઇ છે, એમ તેમણે ઉમર્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ પાંચ કરોડ રૂપિયાના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે ૩ કરોડના લાભ તેમજ ૪ વનલક્ષ્મી, ઇકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીએ સખીમંડળોની માતા-બહેનોએ બનાવેલા પારંપારિક આદિવાસી ભોજનનો પણ આસ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રીએ પ્લેટિનમ વન-ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન-રામપરાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું. પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વનવિકાસની ઉમદા કામગીરી કરતી મંડળીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા, તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકા ‘બામ્બુ રિસોર્સ ઓફ ગુજરાત’નું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે ઉદ્યોગ,વન-પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), ધારાસભ્ય મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ઈન્ચાર્જ  જિલ્લા કલેકટર અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અગ્ર મુખ્ય વનસંરક્ષક એમ.એમ.શર્મા, વન વિકાસ નિગમના એમ.ડી. એસ.કે.ચતુર્વેદી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, વનસંરક્ષક(બરોડા વનવર્તુળ) ડો.શશિકુમાર, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી અને મોતીસિંહ વસાવા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ઝઘડિયાના તરસાલીમાં ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા પાંચમાં સમુહ લગ્ન યોજાયા

ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે આવેલ અમીર નસીર પેલેસ ખાતે આજરોજ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજનાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ  ફર્રૂખ ચિશ્તીની હાજરીમાં ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા પાંચમાં સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજિત સમૂહશાદીમાં ૨૮ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં, ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા દુલહનોને પલંગ, તિજોરી, કપડાં, રસોડા સેટ  મળી કુલ ૭૩ જેટલી  ઘરવપરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.

ટ્રસ્ટના ખજાનચી હાજી અબ્દુલ કાદર શેખ તેમજ સેક્રેટરી મલેક મખદુમ અહેમદ  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં થતા ખોટા ખર્ચાને દૂર કરવા માટે આ સમુહ લગ્નનું આયોજન દર વર્ષે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

યોજાએલ સમુહ લગ્નનું સમગ્ર આયોજન અજમેરના ગાદીપતી હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રૂખ ચિશ્તીના માર્ગદર્શન હેઠળ  ખ્વાજા નસીરુદ્દીન ચીસ્તી ટ્રસ્ટના પ્રમુખ હજરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી,ખ્વાજા અમિર નિશિર ચિશ્તી, ઉપપ્રમુખ હજરત ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી, ખ્વાજા રીયાજુદ્દીન ચિસ્તી, તેમજ ખ્વાજા જીયાઉદ્દીન ચિશ્તીની  નિગરાણીમાં તમામ આયોજન પાર પાડવામાં આવ્યું હતું, તરસાલી ખાતે આયોજીત સમુહ લગ્નના કાર્યક્રમમાં અમદાવાદથી પધારેલ ચિશ્તીયા પરિવારના સદસ્યો હાજર રહ્યાં હતાં તેમજ ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા, ભરૂચ તાલુકાના હોદ્દેદારો  અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી.

ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક અંકલેશ્વર ખાતે મળી

આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી જનકભાઈ બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ હવે વિવિધ મંડળો ને પણ સુચના આપી પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.

જિલ્લા કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, કિરણ મકવાણા, અભેસિંહ રાઠોડ તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભામાં 15 % ડિવિડન્ડ ની જાહેરાતથી ખુશી

છેલ્લા બે વર્ષના વિશ્વવ્યાપી કોરોનાના કપરા કાળમાં સૌએ તેના માઠા પરિણામો ભોગવ્યા છે. કોરોનાની અસર બેંકની કામગીરી ઉપર પણ પડી છે. પરંતુ ખેડૂતો અને થાપણદારોના સાથ અને સહકારથી આપણે ઉભા થઇ ફરી વિકાસની દિશામાં આગે કૂચ કરી રહ્યા છે તેમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંકના ચેરમેન અરૂણસિંહ રણાએ બેંકના સભાખંડમાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને સંબોધતા કહ્યું હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ૧૧૫મી વાર્ષિક સાધારણ સભા બેંકના સભાખંડમાં ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સભામાં બેંકના વાઇસ ચેરમેન કરશનભાઇ પટેલ, મેનેજીંગ ડિરેકટર અજયસિંહ રણા, ડિરેકટર અને ગુજકોમસોલના ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના ડિરેક્ટરો અને સહકારી આગેવાનો તથા સભાસદોની હાજરીમાં બેંકના વાર્ષિક હિસાબો રજૂ કરાયા હતા.

સાધારણ સભામાં ચેરમેન અરૂણસિંહ રણાએ બેંકના વિકાસ વિશે વાત કરતા કહ્યું હતું કે કોરોના કાળના કારણે વર્ષ ૨૦૨૦-૨૧ માં બેંકનો નફો માત્ર માત્ર રૂપિયા ૭૬ લાખ હતો જ્યારે ૨૦૨૧-૨૨ માં  ૩.૩૯ કરોડ ચોખ્ખો નફો થયો છે એટલે ચાલુ વર્ષે ૧૫ ટકા ડિવિડન્ડ અને કર્મચારીઓને એક પગાર બોનસમાં આપવાની જોગવાઈ કરી છે. બેંકનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે બેંકમાં ૨૦૨૨માં ૧૨૦૦ બાવન કરોડની ડિપોઝીટ છે જે બેંકની વિશ્વસનીયતાનું પ્રમાણપત્ર છે.

બેંકની સુવિધાઓ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે બેંકમાં આર.ટી.જી.એસ., એન.ઇ.એફ.ટી. અને આઈ.એમ.પી.એસ. જેવી ત્વરિત ફન્ડ ટ્રાન્સફર જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને એસ.એમ.એસ. એલર્ટ સુવિધા, કોઈ પણ શાખામાં લેવડ દેવડ કરવા સી.બી.એસ.સિસ્ટમ, ૨૩ એટીએમ કાર્યરત, બેંકની વેબસાઈટ પરથી યુટીલિટી પેમેન્ટ, ભારત બિલ પેમેન્ટ સુવિધા, એટીએમ પર ગ્રીન પિન સુવિધા સહિત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. યુટીઆઈ  કમ્પની સાથે ટાઈઅપ કરી પાનકાર્ડ કાઢવાની સુવિધા પણ બેંકમાં ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જણાવી. સૌ સભાસદો અને થાપણદારોના સાથ અને સહકારથી આગામી દિવસોમાં ભવ્ય શિક્ષણ ભવન અને પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે તેમ જણાવી બેંકના વિકાસમાં સહયોગી બનવા બદલ બેંકના ડિરેક્ટર્સ, સભાસદો, મંડળીઓ અને થાપણદારોના પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન કર્યું સાકાર

અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલાએ તેનું કલાકાર અને ફિલ્મકાર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. પી.પી. સવાણી સ્કૂલનો આ કોલેજીયન ગુજ્જુઓ માટે 27 મે એ લાવી રહ્યો છે ડિયર લવ ફિલ્મ.

દરેકનું કઈક ને કઈ સ્વપ્ન હોય છે અને જે તમારા માતા-પિતાના સહયોગથી સાકાર થાય તો પછી જોવાનું જ શુ રહે. આવું જ બન્યું છે અંકલેશ્વરના અવિરાજસિંહ માંગરોલા જોડે પી.પી. સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આ કોલેજીયનની પ્રથમ ફિલ્મ આ શુક્રવારે ગુજરાતના તમામ મોટા ભાગના સીનેમાગૃહોમાં રજૂ થવા જઈ રહી છે.અને અંકલેશ્વરમાં રાગિની સીનેમા પણ જોવા મળશે  ફિલ્મનું નામ છે ડિયર લવ.ડિયર લવ ફિલ્મ કોલેજ લાઈફ બાદ 3 મિત્રો સાથે વણાયેલી લવ સ્ટોરી છે.

ચાર પાત્રો ઉપર આધારિત ફિલ્મમાં કોલેજની યારી દોસ્ત, પ્રેમ, ઇમોશન અને અતરંગી સંવાદોની ભરમાર છે. આ ફિલ્મ દરેક એજ ના લોકો જોઈ શકે તેવી છે. ત્રણ દોસ્તો અવિરાજસિંહ, ક્રિસ ચૌહાણ, અને હેતાંશ શાહની યારી દોસ્તીમાં આવે છે વિધિ શાહ અને પછી જે થાય છે તે જોવા તો બોસ તમારે ફિલ્મ નિહાળવી જ રહી. કોમેડી સાથે સાચા પ્રેમની શોધ પર આખી સ્ટોરી ડિયર લવ ફિલ્મ અંકલેશ્વરના યુવાનની કારકિર્દીમાં કેટલી સિદ્ધિ અપાવી ગુજ્જુઓમાં હિટ અને ક્લિક થાય છે કે નહીં તે હવે જોવું રહ્યું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન

દેડિયાપાડા ખાતે આજે CMની જાહેર સભા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ આવ્યા બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યોના ત્રણ મંત્રીઓ જનમેદની ને સંબોધશે અને સહાય વિતરણ કરશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેના એક કાર્યક્રમમાં કલસ્ટર ડેવલપમેન્ટ માટે 3 કરોડના લાભ વિતરણ- આદિવાસીઓને માલિકી લાભ વિતરણ તથા વાંસ આધારિત 4 કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરશે.સાથે સાથે તેઓ બામ્બુ રીર્સોસ ઓફ ગુજરાત’ પુસ્તક વિમોચન કરશે.

આ કાર્યક્રમમાં વનમંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ પણ સહભાગી થવાના છે. રાજ્યના વન વિસ્તારો, આદિજાતિ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને કૌશલ્ય સંવર્ધન તાલીમથી સજ્જ કરીને વાંસ વિકાસ કેન્દ્રોમાં તૈયાર થતી બનાવટો, ચીજ વસ્તુઓને દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન વન વિભાગે હાથ ધર્યો છે.

વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં બનાવાયેલા રૂરલ મોલ, વાંસ વર્કશોપ, આયુષ આરોગ્ય કુટિર તેમજ ડેડીયાપાડા તાલુકાની સ્થાનિક માતા-બહેનો દ્વારા સંચાલિત સાતપૂડા વન ભોજનાલય પણ ખુલ્લા મુકવાના છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના લોકાર્પણ કાર્યક્રમ યોજાનારા છે, એક તરફ તંત્ર મુખ્યમંત્રીના આગમન માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા બેનર અને હોર્ડીંગ ફાડી નંખાયાની ઘટના સામે આવી છે.

રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

error: Content is protected !!