The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 102

ભરૂચમાં સ્થાનિક લોક અધિકાર યાત્રા નિકળી

ભરૂચમાં જિલ્લામાં સમસ્ત માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા સોમવારે વેજલપુર બંબાખાનથી કલેક્ટર કચેરી સુધી 5 કિમી લાંબી સ્થાનિક લોક અધિકાર યાત્રા કાઢી હતી. સ્થાનિક અધિકાર મંચે વિવિધ 7 મુદ્દે CMને સંબોધતું ચાંદીનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં બે કાંઠે નર્મદા નદી બારેમાસ વહેતી રહે છે. ત્યારે ભાડભુત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોની માંગ પુરી કરાય. નદી ઉપર ભુમાફિયાઓએ બનાવેલા ઠેર-ઠેર પુલિયા તોડી પડાય. સ્થાનિકોને ઉદ્યોગોમાં 80 ટકા રોજગારી સહિતના 7 મુખ્ય મુદ્દા સાથે સોમવારે ભરૂચમાં સ્થાનિક લોક અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી.

ભરૂચ સમસ્ત માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા શહેરના વેજલપુરથી યાત્રાને હોર્ડિંગ્સ, બેનર અને પ્લે કાર્ડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે યાત્રા પહોંચતા ઔદ્યોગિક પ્રદુષણ અને અકસ્માતો નિવારવા કડક પગલાં, હિન્દૂ બાળકો માટે સ્મશાન ભૂમિ, ગૌચર જમીન ઉપર કરાયેલા દબાણો દૂર કરવા સહિતની 7 માંગણીઓ સંદર્ભે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને ચાંદીનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

નર્મદાના માંડણ ગામે ની નદીમાં એક જ પરિવારના 5 સભ્યો ડૂબ્યા

  • 1 મહિલાનો મૃતદેહ મળ્યો, 4 લાપતા
  • એક પરિવારના 5 સભ્યો ડૂબી જતાં ગમગીની

ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે ફરવા આવ્યા હતા, તેઓ નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી ગયા હતા, જોકે રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જ્યારે અન્ય 4 વ્યક્તિઓને સોધવાની તજવીજ હાથ ધરાઇ છે.

ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિહ પરમાર(ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુસિબેન/સંગીતાબેન વિરપાલસિહ ચૌહાણ(ઉ.વ 24) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા.

જ્યાં અસહ્ય ગરમીને કારણે તેઓ ત્યાં નદીમાં નહાવા પડ્યા હતા. પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા લાગ્યા હતા.જો કે નજીકમાં જ એમની 2 બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનો ગ્રામજનોને લાગ્યું હતું.

રાજપીપલા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે મહા મુસીબતે જીગનીશાબેન જનકસિહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો.અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. આજે NDRF દ્વારા નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરાશે.

ઝનોર એનટીપીસી ટાઉનશીપના બે મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

ભરૂચના ઝનોર એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્યાં હતાં. ઘરના દરવાજાનો અવાજ આવતાં પરિવાર જાગી જતાં પરિવારે સીઆઇએસએફને જાણ કરી હતી. ટુકડી આવતાં તસ્કરો ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. તપાસમાં નજીકમાં જ અન્ય એક બંધ મકાનમાં પણ તસ્કરો દરવાજો તોડ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તેમને કાંઇ મળ્યું ન હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ઝનોર રોડ પર આવેલી એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ટાઉનશીપમાં રહેતાં સિનિયર મેનેજર દશરથ પટેલ તેમના રૂમમાં સુઇ રહ્યાં હતાં. તે વેળાં રાત્રીના 3 કલાકના અરસામાં તેમના મકાનનો દરવાજો ખખડવાનો અવાજ આવતાં તે જાગી ગયાં હતાં. તેણે ચોરોને પડકારી સીઆઇએસએફને જાણ કરી હતી. જોકે, તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ તસ્કરો ત્યાંથી રફુચક્કર થઇ ગયાં હતાં.

સવારે તેમણે ટાઉનશીપમાં તપાસ કરતાં તેમની ગલીમાં જ રહેતાં અનુજકુમાર રામકુમારના બંધ મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી આખુ ઘર ફંફોસી લીધું હતું. જોકે, તસ્કરોને કાંઇ ન મળતાં તેમને વીલા મોઢે પરત જવું પડ્યું હતું. બનાવ અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલન યોજાયું

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલનમાં સમાજના લોકોને રાજકારણમાં ઝંપલાવવા આહવાન કરવામાં આવ્યુ હતું. સમાજ નું પ્રતિનિધત્વ રાજકારણ માં વધારવા યુવાનો ને આગળ આવવું પડશે તેમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત એ સંબોધન માં અપીલ કરી હતી. તો પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના ગોકુલ ફાર્મમાં ક્ષત્રિય સમાજ ની એકતાનું ગુજરાત સહિત ભરૂચ જિલ્લાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કરણી સેનાના રાજ શેખાવત જણાવ્યુંહતું કે, દરેક ક્ષેત્રમા વ્યવસાયિક, શૈક્ષણિક અને રોજગારલક્ષી અને સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચ થી લઈને સંસદ સુધી પ્રતિનિધિત્વ જોઈશે.

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજનું પ્રભુત્વ વાળા વિધાનસભાઓમાં સમાજને ઉમેદવારી આપે એમની સાથે સમાજ જોડાશે અને ઉમેદવારોને વિજયી બનાવો.ટિકિટ નઈ મડે તો પણ સમાજના ઉમેદવાર અપક્ષ ઉમેદવારી અપાવી વિજયી બનાવીશું.

સમાજને અધિકાર અપાવીશું. ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારતની સ્થાપના માટે અમે 567 રજવાડા સમર્પિત કાર્ય અને આજે સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામાં આવ્યું છે, હવે અમારી એકતા જ અમને રજવાડા પાછા અપાવી શકે છે.

આમોદના ઘમણાદ ગામે ૬ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતોને હાલાકી

આમોદ તાલુકાના ઘમણાદ ગામે છેલ્લા છ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.આમોદ પંથકમાં ખેડુતો ચોમાસા પૂર્વે જ સિંચાઇના પાણીથી કપાસ ઉછેરતાં હોય છે.ઘમણાદ ગામના ખેડૂતોએ વીજ કંપનીના અધિકારીઓને વારંવાર ફોન કરવા છતાં સરભાણ સબસ્ટેશન તેમજ આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ફોન ઉપાડતા નથી.જેથી ખેડૂતો વીજ કંપનીના વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ઘમણાદ ગામના ખેડૂત આગેવાન વિક્રમસિંહના જણાવ્યા મુજબ છેલ્લા છ દિવસથી ઘમણાદ ગામના ૬૦ કુવાઓ બંધ છે.ખેડૂતો માટે હમણાં કપાસ ઉછેરવાનો સમય શરૂ થઈ ગયો હોવાં છતાં લાઈટો મળતી નથી.જેથી ખેડૂતો સિંચાઈનું પાણી લઈ શકતા નથી.અને લાઈટના અભાવે ખેડૂતો કપાસ ઉછેરી શકતા નથી.વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ ફોન ઉપાડતા નથી જેથી આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

એક તરફ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં બણગાં ફૂંકી રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી.તો ખેડૂતો કપાસ કેવી રીતે ઉછેરશે તે વિશે જગતનો તાત ચિંતિત બન્યો હતો.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

અંકલેશ્વર સરદાર ભવન ખાતે ખોડિયાર માતાજીનો લાપસી મહોત્સવ ઉજવાયો

અંકલેશ્વર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. આગળના વર્ષોમાં ૧૦૮ કુંડી યજ્ઞ તથા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વાર ભારતીય સૈન્ય માટે રક્તદાન કેમ્પમાં 700 બોટલ એકત્ર કરી મેજર મિહિર પાનસુરીયાની રક્તતુલા કરવામાં આવી હતી.બે વર્ષ પહેલાં ૫૧ કુંડી યજ્ઞ અને આ વર્ષે ૨૧ કુંડી યજ્ઞ જેમાં 25 જોડા બેઠા હતા.

અંકલેશ્વર ખાતે આ ચોથો લાપસી મહોત્સવ ઉજવાયો હતો.લાપસી ખોડીયારમાની પ્રિય પ્રસાદી છે .માતાજીના આ લાપસી મહોત્સવનો મુખ્યહેતુ ભક્તિ દ્વારા એકતાની શક્તિ અને સમાજ સેવાથી રાષ્ટ્ર સેવાનો છે.સમાજ સંગઠિત થાય એકતાતણે બંધાય તેવા પ્રયાસ સમાજ અને ખોડલધામ યુવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ લાપસી મહોત્સવ પ્રસંગે કાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટીફીન સેવાયજ્ઞમાં 500 પરિવારને બીજી લહેર વખતે દસ હજાર કરતા વધુ ટીફીન સેવા પોતાના પરિવાર તેમજ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે યુવા સમિતિએ ઘરેઘર સુધી પહોંચાડવામાં આવી હતી જેથી આવા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

નરેશભાઈ પટેલે સમાજને સંગઠિત અને નેક થઈને રહેવા આપી હતી સીખ. ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય વાતો ના થાય.ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર સહિતની દરેક સમિતિઓ એકજુટ થઈને ઘણા ધાર્મિક,સામાજિક અને ઉત્કૃષ્ટ કાર્યો કરી રહી છે.સૌને ધન્ય છે આવીજ રીતે સમાજને બંધ મુઠ્ઠીએ રાખજો.પાણીદાર સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ છે.

  • અતુલ પટેલ,ન્યુઝલાઇન,નેત્રંગ.

દેડીયાપાડામાં ભાડે રહેતી યુવતીએ જાતીય સતામણીની ફરીયાદ નોંધાવતા ચકચાર

દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી  સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેડિયાપાડાના વેપારી  ઝહીરભાઇ અબ્બાસ જેમાણી રહે-લીમડા ચોક, જુના મોઝદા રોડ, નર્મદા નગર, દેડીયાપાડા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા નાઓએ તા.૨૦/૦૫/૨૦૨૨ ના રાત્રીના કલાક-૧૧ વાગ્યે અને ૫૧ મીનીટે તેમના જ મકાન મા ઉપરના માળે  ભાડે રહેતી અને આગાખાન સંસ્થા માં નોકરી કરતી (કેરળ રાજ્ય) ની એકલી યુવતી ને ઝાહિરે પોતાના મો.નં ઉપરથી યુવતીના મોબાઇલ નંબર ઉપર ફોન કરી ” મને એકલા સુવાની આદત નથી અને મારી પત્ની પણ બાળકો સાથે બહાર ગામ ગયેલ છે અને નીચે મારા રૂમમાં એ.સી.પણ લગાવેલ છે જેથી તમે સુવા માટે નીચે આવો “ તેમ વાત કરી તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ આ ઝાહિરે ફરી યુવતી પોતાના ઘરમાં સુતેલ હતા તે વખતે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ઝહીરે આ યુવતીના ઘરે જઈ જ્યાં રહે છે ત્યાં ઉપરના માળે આવીને યુવતીનો રૂમનો દરવાજો ખખડાવતા યુવતી ગભરાઈ ગઈ હતી.

જેથી તેને પોતાના બચાવમાં મરચાની ભૂકી અને ચપ્પુ લઇ આખી રાત દરવાજા પાસે બેસી રહી હતી સવાર પડતા જ તેને પોતાની સંસ્થા આગાખાન માં જાણ કરતા સંચાલકો દેડીયાપાડા આવી યુવતીને તાત્કાલિક ધર ખાલી કરી નેત્રંગ લઈ ગયેલ હતા તયાર બાદ બધી હકીકત ની જાણ આગાખાન સંસ્થાના સંચાલકોને કરતા સંસ્થાના સપોર્ટથી યુવતીએ વેપારી ઝાહિર ઉપર જાતીય સતામણી કરી ગુનો કરતાં દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પો.સ્ટે. પાર્ટ-એ  આઇ પી સી ની. કલમ354 (એ),354ડી),509 મુજબનો ગુનો દાખલ કરી આરોપી ઝાહીર અબ્બાસ જેમણી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .બનાવને પગલે દેડીયાપાડા નગરમાં આ બનાવ ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે આ ગુનાની તપાસ પીએસઆઈ દેડીયાપાડા એ એસ વસાવા કરી રહ્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

પાનોલી ખાતે ઋષિકુળ ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ પાસે આવેલ પાનોલી ઋષિકુર ગૌશાળામાં ગૌશાળા ના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન કરાય છે.

પાનોલી ગૌશાળા ના માધવપ્રિય સ્વામી  અને તેઓના સંતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને સરસ ગાય નું પૂજન અર્ચન કરવામાં આવે છે સાથે ગત તારીખ 28/ 5 ને શનિવારના રોજ ઋષિકુર ગૌશાળા ખાતે ભરૂચના સનાતન ધર્મના ગાદીપતિ  સોમદાસ બાપુ ના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભરૂચના ધર્મ સેનાના અનુયાયીઓ પણ જોડાયા હતા અને અંકલેશ્વર મારવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન મારવાડી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માધવપ્રિયસ્વામી જણાવ્યું હતું કે ગાય માતાનું પૂજન કરવાથી આપણને સુખ સંપત્તિ સંપૂર્ણ પ્રાપ્ત થતી હોય છે તથા ગાય માતાના દૂધ છાન ગૌમુત્ર સહિતની અવશધી થી આપણે રોગમુક્ત પણ રહીએ છીએ જેથી આપ સર્વે ગાય માતાનું પૂજન કરવું ખૂબ જ જરૂરી છે અને એ આપણી હિંદુ પરંપરા પણ છે ગૌમાતાનું પૂજન કરવું જોઇએ.

દેડીયાપાડાનાં ધાટોલી ની આદિવાસી દીકરીએ ૧૫૦૦ મીટર દોડમાં જીતી બ્રોન્ઝ મેડલ

નર્મદા જિલ્લા ની દેડીયાપાડાનાં  ગામ ધાટોલીની આદિવાસી દીકરી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહિત નામ રોશન કર્યું છે.

૧૧ મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામા નર્મદા જિલ્લા ની દેડીયાપાડા, ગામ – ધાટોલી ના રેહવાસી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડ મા ત્રીજો ક્રમ હાસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી નર્મદા તરફ થી દીકરી ને ખૂબ ખૂબ અભિનંદન આપવામા આવ્યા હતા.

જ્યારે દિલીપભાઈ નર્મદા જિલ્લા માં પહેલી વાર એવા કોચ મેનેજર જે સાગબારાના વતની છેં એને પોતે એથલેટિક્સ ના સર છેં એમની મહેનત ને પણ બિરદાવી હતી નર્મદા જિલ્લા  ને આગળ વધાવવાની અપીલ કરી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આખરે વીર નર્મદ યુનિવર્સીટીએ પદવી પ્રમાણપત્રની ફીમાં વધારો કર્યો સ્થગિત !

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પદવી પ્રમાણપત્રો માટે કરવામાં આવેલો ફી વધારો અને ફોલ્ડર, કુરિયરના વિકલ્પો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓએ પ્રમાણપત્રો મેળવવા માટે અરજી ફોર્મમાં પાંચ વિકલ્પો આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 250 રૂપિયા, બીજો વિકલ્પ વિદ્યાર્થીઓ જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 600 રૂપિયા, ત્રીજો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા સહિત ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 400 રૂપિયા, ચોથો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી કુરિયર દ્વારા વીમા અને ફોલ્ડર સહિત પદવી મેળવવા માંગતા હોય તેની ફી 750 રૂપિયા અને પાંચમો વિકલ્પ વિદ્યાર્થી અનુપસ્થિત રહી રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી ફોલ્ડર સિવાય પદવી મેળવવા માંગતા હોય તેની ફી 300 રૂપિયા રાખવામાં આવી હતી.

વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો જે મુજબ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા પાંચ વિકલ્પો પૈકીના પ્રથમ વિકલ્પ સિવાયના બાકીના વિકલ્પો હાલ પૂરતા તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી જાતે ઉપસ્થિત રહી ફોલ્ડર સિવાય પદવી પ્રમાણપત્ર માટે 250 રૂપિયા ફી આપવાની રહેશે.

error: Content is protected !!