The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 104

આમોદ પાલિકાના વધુ એક મહિલા સદસ્યએ રાજીનામુ આપી દેતાં ભાજપ લઘુમતીમાં!

આમોદ નગરપાલિકાના ચાર સદસ્યોએ ગત રોજ આમોદ પાલિકાના પ્રમુખને સામુહિક રાજીનામુ આપી દીધા બાદ આજે વધુ એક મહિલા સદસ્યએ પણ રાજીનામુ આપી દેતાં આમોદ પાલિકામાં ભૂકંપ સર્જાયો હતો.અને ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો જ્યારે અપક્ષની બહુમતી થઈ ગઈ હતી.

આમોદ પાલિકાના વોર્ડ નંબર ૩ માં અનુસુચિત જાતિ મહિલા અનામત બેઠક પરથી ચૂંટાયેલા સદસ્ય દક્ષાબેન દિનેશભાઇ પરમારે પણ આજ રોજ પોતાના વોર્ડમાં પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામો ના થતાં હોવાનો આક્ષેપ કરી પાલિકા પ્રમુખને સંબોધી પોતાનું રાજીનામુ આપી દીધું હતું.તેમજ પોતાના પછાત વોર્ડમાં આવેલી વિવિધ ગ્રાન્ટો પણ પ્રમુખ અને ઉપપ્રમુખના અણઘડ વહીવટને કારણે પરત જતી રહેતાં અમોને પ્રજા વચ્ચે નીચું જોવાનું થતાં રાજીનામુ આપવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા ૨૪ સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના ૧૪ તથા ૧૦ અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના ૪ સદસ્યોએ ગત રોજ સાંજે પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલને સામુહિક રાજીનામા ધરી દીધા હતા.ત્યારે આજે વોર્ડ નંબર ૩ ના વધુ એક મહિલા સદસ્ય દક્ષાબેન પરમારે સભ્ય પદેથી રાજીનામુ આપી દેતાં હવે આમોદ નગરપાલિકામા ભાજપના ૯ તથા અપક્ષ ૧૦ સભ્યો રહયા છે.જેથી હવે ભાજપ પક્ષ લઘુમતીમાં આવી ગયો હતો અને અપક્ષનું સંખ્યાબળ શાસક ભાજપ પક્ષ કરતાં વધી ગયું હતું.

  • ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા પાંચ સદસ્યોના રાજીનામાં.

વોર્ડ.નંબર ૩ માં રમેશભાઈ વાઘેલા તેમજ મહિલા સદસ્ય દક્ષાબેન પરમાર.

વોર્ડ નંબર ૪ માં રણછોડભાઈ રાઠોડ તેમજ મહિલા સદસ્ય કૈલાસબેન વસાવા

વોર્ડ નંબર ૬ માં કમેશભાઈ સોલંકી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

રેશનકાર્ડ ધારકોને NFSA યોજના માંથી નામ રદ્દ કરવા જંબુસર મામલતદારે કરી અપીલ

જંબુસર શહેર અને તાલુકાના કુલ ૨,૦૫,૧૩૪ ની જનસંખ્યા  ૪૧૯૨૩ રેશનકાર્ડ ધરાવે છે  જેમાં ૨૫,૩૬૭ રેશનકાર્ડ ધારકો મળી ૧,૩૫,૪૯૫ ની જનસંખ્યા અનાજ મેળવે છે. જંબુસર પંથકમાં જે જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિઓને સરકારી અનાજ નથી મળતુ તેવા રેશનકાર્ડ ધારકો માટે જંબુસર મામલતદાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ન નાગરિક પુરવઠા વિભાગ ૨૦૨૦ના ઠરાવ મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ મુજબ રેશનકાર્ડ ધારકોને અગ્રતાક્રમ ધરાવતા કુટુંબ એનએફએસએ માં સમાવેશ થતો નથી  તેવા રેશનકાર્ડ ધારકો જેમકે ચાર પૈડાવાળું વાહન, યાંત્રિક માછીમારીની બોટ ધારણ કરતાં હોય ,કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય, કુટુંબના કોઈ પણ સભ્યની માસિક આવક દસ હજાર થી વધુ આવક ધરાવતા હોય, આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતા હોય ,જંબુસર શહેર કે તાલુકામાં પાંચ એકર કે તેથી વધુ જમીન ધરાવતા હોય ,શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં પાકું મકાન ધરાવતા અરજદારો માટે નથી બીપીએલ અંત્યોદય યોજનાનો લાભ પણ મળવાપાત્ર નથી તેવા રેશનકાર્ડ ધારકોએ એક અઠવાડિયામાં મામલતદાર કચેરી જંબુસર ખાતે અસલ રેશન કાર્ડ સાથે હાજર રહી  રેશનકાર્ડ ઉપર વિગેરેના મેળવતા લાભ દૂર કરવા તજવીજ કરવાની અપીલ રીક્ષા માઈક દ્વારા જાહેર જનતાને મામલતદાર જંબુસર દ્વારા કરવામાં આવી છે.

અન્યથા તપાસ દરમ્યાન માલૂમ પડશે તો  તેવા રેશનકાર્ડ ધારક સામે જે તે સમયથી અનાજ મેળવતા હશે તે સમયથી હાલના બજાર ભાવ મુજબ ઘઉં ચોખા દાળ મીઠું ખાંડ તેલની કિંમત વસૂલ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર જંબુસર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા હરિપ્રસાદ સ્વામીના ૮૮ મા પ્રાગટ્ય પર્વની ઉજવણી

હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના પ્રાણાધાર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પ્રાગટયોત્સવની ભક્તિસભર હૈયે ઉજવણી કરવામા આવી છે.જે અંતર્ગત જંબુસર આત્મીય સત્સંગ મંડળ દ્વારા જાંબુ બ્રાહ્મણ ની વાડી ખાતે ભક્તિભાવપૂર્વક હરિપ્રસાદ સ્વામીના જન્મોત્સવની રંગેચંગે મંડળ અગ્રણી મકનજી પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી સભા ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવી હતી.

સ્વામીજીના જન્મોત્સવ સભાનો  શ્લોક ધૂન અને દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો ત્યારબાદ સષ્ટ મૂર્તિનું ઉપસ્થિત મંડળ અગ્રણીઓ ભક્તોના હસ્તે અનાવરણ કરી પૂજા કરવામાં આવી હતી.સભામાં આજનો દિવસ કેવો છે.સોના કરતાં મોંઘો છે, તથા સ્વામિનારાયણ ધૂન પર સૌ હરિભક્તો સંગીતના સથવારે ઝુમી ઉઠ્યાં હતાં.

જન્મોત્સવ સભા પ્રસંગે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પ્રેરક પ્રસંગો સહીત પ્રબોધ જીવન સ્વામીનું જીવન તથા તેમનું હરિભક્તો સાથે માવતરનો સંબંધ તે અંગે પ્રસંગો જણાવ્યાં હતાં પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીના જીવનમાં દાસત્વ , ત્યાગમૂર્તિ સહિત ગુણોનું કથાવાર્તા દ્વારા  ઉપસ્થિત આત્મિય સ્વજનોએ દર્શન કરાવ્યું હતું અને હરિપ્રસાદ સ્વામીના જન્મોત્સવની કેક કટિંગ કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમરભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, અનિલભાઈ ગાંધી, રાજુભાઈ ગાંધી, કમલેશભાઈ ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા મહિલા મોરચા મહામંત્રી કૌશલ્યાબેન દુબે, ધનુબેન ગાંધી સહિત મોટી સંખ્યામાં આત્મીય સ્વજનો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચ ભાડભૂત બેરેજ,એક્ષપ્રેસ-વે અને બુલેટ ટ્રેનમાં ગયેલ જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ આપ્યું આવેદન

  • ખેડૂતોએ આપ્યું અલ્ટીમેટમ, કરી એવોર્ડની હોળી

ભરૂચ જીલ્લાની ભાડભૂત બેરેજ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેઈન માં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર ન મળતાં કામ અટકાવવા બાબત જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવી આગામી ૨૯મી સુધીમાં વળતર ચુકવવા અલ્ટીમેટમ આપવા સાથે કાંસીયાગામના એવોર્ડની હોળી કરી હતી.

ખેડૂતોના જણાવ્યાનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા બેરેજ યોજનાઓ માં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર મળવું જોઈએ . આ પ્રકારની કાર્યવાહી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માં બુલેટ ટ્રેઈન અને વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર ચૂકવાયું છે અને ત્યારપછી જ ખેડૂતોએ જમીનનો કબજો સુપ્રત કર્યો છે.

જ્યારે ખૂબ ભરૂચ જીલ્લાની ત્રણે – ત્રણ યોજનાઓમાં ખેડૂતોએ હસતાં હસતાં જમીનો આપી દીધી અને આપણને સુરત, નવસારી અને વલસાડ ને જે વળતર મળ્યું તે પ્રમાણે ભરૂચના ખેડૂતોને વળતર મળે તેવા પ્રશાસન તરફથી આશ્વાસન રૂપી વચનો સિવાય આજ દિન સુધી કશું મળ્યું જ નથી.

ખેડૂતોને સરકારની આ ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓના વિરોધી નથી. તેઓ સરકારની સાથે છે,પરંતુ જ્યારે ભરૂચ જીલ્લામાં એન.એચ.એ.આઈ. દ્વારા મુ.પો. જુના દિવાના આર્કીટ્રેશનના રૂ .૮૫૨ / – ના ચુકાદાને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પડકારીને એન.એચ.એ.આઈ. એ ભરૂચના ખેડૂતોને ઘેટાં બકરાના ટોળા સમજીને વળતર આપવાની માનસિકતા છતી કરી છે . જેથી આગામી તા.૨૯ ના રોજ ભાડભુત બેરેજ, વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેઈનના નિર્માણની કામગીરી જયાં સુધી ઠાલા વચનો નહીં પરંતુ સુરત , નવસારી અને વલસાડ સમકક્ષનું વળતર નહીં મળે ત્યાં સુધી કામગીરી બંધ રખાવાશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સરકારી પ્રશાસનની રહેશેનું અલ્ટીમેટમ આપી સુત્રોચ્ચાર સાથે એવોર્ડની હોળી કરી ન્યાયની માંગ કરી હતી.

જંબુસર કાવી રીંગરોડ પર આવેલ એસ.કે.શોપીંગ સેન્ટરમાં ભીષણ આગ

જંબુસર કાવી રીંગરોડ પર આવેલ શોપીંગ સેન્ટરમાં અઝમીના અગરબત્તીની દુકાન આવેલી છે. જ્યાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દુકાનમાં આગ લાગવાથી દુકાનનો સામાન બળીને ખાખ થયો હતો.આ બનાવની જાણ જંબુસર નગરપાલિકા ફાયર તથા વાંસેટા ઓએનજીસીને ને કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી આગ ઓલવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા.આગ લાગ્યાની જાણ જંબુસર પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં.

  • કલ્પેશ નારીયેળવાલા,ન્યુઝલાઇન,જંબુસર

આમોદ ભાજપના ૪ નગરસેવકોના રાજીનામાં, રાજકારણ ગરમાયું!

આમોદ નગરપાલિકાના ભાજપના ૪ નગરસેવકોએ સભ્યપદેથી પોતાના વોર્ડમા કામો થતા નહી હોવાના તેમજ પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે વિકાસના કામોની ગ્રાન્ટ પરત ગઈ હોવાના આક્ષેપ સાથે સામુહિક રાજીનામા આપતા આમોદ પંથકમા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો.

આમોદ નગરપાલિકાના સત્તાધારી ભાજપના વોર્ડ નંબર ૬ ના નગરસેવક કમલેશભાઈ સોલંકી,વોર્ડ નંબર ૩ ના રમેશભાઈ વાધેલા,વોર્ડ નંબર ૪ ના રણછોડભાઈ રાઠોડ તથા નગરસેવિકા કૈલાસબેન વસાવાએ આજ રોજ પોતાના સભ્યપદેથી એકસાથે રાજીનામા ધરી દેતા આમોદ નગર સહિત પંથકમા ચકચાર વ્યાપી ગઈ હતી.

ચારેય આમોદ પાલિકાના સદસ્યોએ આપેલ રાજીનામામાં તેઓએ પાલિકાના સત્તાધિશો વિરૂધ્ધ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અમારા વોર્ડના વિસ્તારમા જાહેરહિતના પ્રાથમિક જરૂરિયાતના લાઈટ,ગટર,પાણી,સફાઈ જેવા કામો પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખથી થઈ શકતા નથી.તેમજ સરકાર તરફથી આવતી વિકાસના કામોની લાખો રૂપિયાની ગ્રાન્ટો બેદરકારીભર્યા વહીવટના કારણે પરત જતી રહી હોય જેના કારણે અમારા ઉપર વિશ્વાસ રાખતી નગરની તથા અમારા વોર્ડની જનતાના કામો ન થવાથી અમારા પ્રત્યે નારાજગી વધી રહી છે.તથા અમારી રજુઆતોને ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરીને અમો પછાતજાતિના પ્રતિનિધિઓનુ પ્રભુત્વ નગરમા વધી ના જાય તેવા ઈરાદાથી અમારા વોર્ડના કામો અમારી રજુઆતોના કામો કરાતા નથી.પ્રમુખ તથા ઉપપ્રમુખના બેદરકારીભર્યા વહીવટના કારણે નગરજનોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસમા ખરા નહી ઉતરતા અમે સદસ્યો વોર્ડના તથા નગરના જાહેરહિતમા પાલિકાના સભ્યપદેથી રાજીનામુ આપીએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામા ૨૪ સભ્યોનુ સંખ્યાબળ છે.જેમા ભાજપના ૧૪ તથા ૧૦ અપક્ષ સદસ્યો હતા.તે પૈકી ભાજપના ૪ સદસ્યોએ આજે સામુહિક રાજીનામા ધરી દેતા હવે આમોદ નગરપાલિકામા ભાજપના ૧૦ તથા અપક્ષ ૧૦ સભ્યો રહયા છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવના વિકાસની વિપક્ષ અને સ્થાનિકોએ કરી માંગ

ભરૂચ શહેરના માધ્યમ ઐતિહાસિક રતન તળાવ આવેલ છે જે તળાવમાં અલભ્ય સિડ્યુલ વનમાં આવતા કાચબાઓનું આશ્રય સ્થાન છે છેલ્લા ઘણા સમયથી આ તળાવના બ્યુટીફીકેશન માટે રાજ્ય સરકાર દ્વારા 12 કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે 4થી 5 કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવાં આવ્યો હોવાના સ્થાનિક આગેવાન સુરેશ વસાવાએ આક્ષેપ કર્યો છે.

સાથે સાથે તળાવમાં દિન પ્રતિદિન ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે તો આજરોજ  ઐતિહાસિક તળાવની મુલાકાત લેનાર વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને વિપક્ષી સભ્યો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવલાએ રતન તળાવનો વિકાસ થવો જોઈએ એટલો થયો નહીં હોવાનો સુર પુરાવ્યો હતો અને તળાવના બ્યુટીફીકેશન માટે 3 થી 4 કરોડ ખર્ચ કરાયો તેમાં પણ પાલિકાના સત્તાપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી માતરિયા સહિતના અન્ય તળાવોનો જે રીતે વિકાસ કરાયો છે તે રીતે આ તળાવનો પણ કરવામાં માંગ કરી છે અને તળાવની ફરતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવા પણ માંગણી કરી છે. તો બીજી તરફ પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને પાયાવિહોણા હોવાનું કહી વખોડી કાઢી ભવિષ્યમાં રતન તળાવને સુંદર બનાવવાની ખાતરી આપી હતી.

ઉમરપાડાનાં ચેરમેન તરીકે સામસિંગભાઈ પોહનાભાઇ વસાવા બિન હરીફ ચુંટાયા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા ની ચૂંટણી અગાઉ ૨૦૧૯ માં થયેલ હતી, તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ૧૯૬૫ ના કાનૂન ૩૩(૧) તથા ૩૩(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનશ્રીની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક વિન પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના અધ્યક્ષ સ્થાને મળી હતી. એ.પી.એમ.સી. ઉમરપાડાના ચેરમેન પદ માટે સામસિંગભાઈ પોહનાભાઇ વસાવાના નામની દરખાસ્ત ફૂલસિંગભાઈ હિરજીભાઇ વસાવા દ્વારા કરવામાં આવી હતી.

આ દરખાસ્ત ને નટવરભાઇ સોમાભાઇ વસાવા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. ઉમરપાડા નાં ચેરમેન તરીકે સામસિંગભાઈ પોહનાભાઇ વસાવા ને બિન હરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા અને ઉમરપાડા તાલુકા ભાજપના મહામંત્રી અમિષભાઈ વસાવા અને એ.પી.એમ.સી.નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, ઉમરપાડા

જંબુસરની સ્વસ્તિક નગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

જંબુસર શહેરની સ્વસ્તિક નગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના રોકડ સહિત ૧,૧૭,૦૦૦/- ના મત્તાની ચોરી કરી પલાયન થયા બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર શહેરની સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતા કનુભાઈ દેસાઇભાઇ પટેલ પરિવાર સાથે ગત રોજ દિકરાના ઘરે ભરૂચ ગયાં હતાં  અને રાત્રે ત્યાં જ રોકાયા હતા  તે સમય દરમ્યાન રાત્રીના સમયે કોઈ નિશાચરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી નાસી છુટ્યા હતા.

આ બનાવ અંગે પાડોશીએ ટેલિફોનિક જણાવેલ કે બારણું ખુલ્લું છે અને તાળું તુટેલ હોવાનું જણાય છે  કે અંગે વાત જણાવતાં કનુભાઈ પટેલ તાત્કાલિક પરિવાર સાથે પરત જંબુસર આવેલ અને જોતા તાળાનો નકૂચો તૂટેલો દરવાજો ખુલ્લો હતો  બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘરમાં તપાસ કરતા ઘરની તમામ તિજોરીઓમાંથી  સોનાની બુટ્ટી સોનાના ચુડા તથા રોકડ રકમ મળી કુલ ૧,૧૭, ૦૦૦/- ની મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી નાસી છુટ્યા હતા  બનાવ સંદર્ભે જંબુસર પોલીસે  ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  અને ચોર ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

જંબુસરના બંટી ફળિયામાં સમયસર પાણી નહીં મળતા રહીશો પરેશાન

જંબુસર નગર પાલિકા વિસ્તાર વોર્ડ નંબર સાતના બંટી ફળિયામાં બોરનુ પાણી સમયસર નહીં છોડાતાં રહીશો હેરાન પરેશાન થયા છે.અને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ભડાસ કાઢી હતી.

જંબુસર નગરમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન છે જે વણઉકલ્યો છે .શહેરીજનોને અત્યાર સુધી મીઠા પાણી માટે લોલીપોપ તંત્ર દ્વારા આપવામા આવ્યા છે  પીવાનું મીઠું પાણી તો ઠીક ઘર વપરાશ માટે બોરનું પાણી પણ પાલિકા તંત્ર દ્વારા સમયસર આપવામાં આવતુ ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.નગરના વોર્ડ નંબર સાત બંટી ફળીયામાં બોરનું પાણી કસમયે આપવામાં આવતું હોય ત્યાંની મહિલાઓ રહીશો હેરાન પરેશાન જોવા મળે છે.

છેલ્લા પંદર દિવસથી બોરના પાણીનો સમય નક્કી ન હોઈ મહિલાઓએ  પાણી માટે રાહ જોવી પડે છે હાલ વેકેશનનો સમય ગાળો હોય દરેક ઘરોમાં જનસંખ્યાનો વધારો હોય છે સમયસર પાણી અને પાણીનો સમય વધારવાની માંગ સાથે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી.

બંટી ફળિયાના રહીશો ની વેદનાને વાચા આપવા  વોર્ડ નંબર સાત ના સદસ્ય અને કારોબારી અધ્યક્ષ શૈલેષભાઇ પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે ભુગર્ભ ગટર યોજનાની મોટર બળી ગઈ હોય જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાવવાના બનાવો બનતા હોય તેને લઈ પાલિકા તંત્ર દ્વારા  ટંકારી ભાગોળ ભાગલીવાડ અને બંટી ફળીયાના પાણીના સમયમાં ફેરફાર કરેલ છે. ભૂગર્ભ ગટર યોજનાની મોટર ચાલુ થયે જે તે વિસ્તારના પાણીનો રેગ્યુલર સમય કરવામાં આવશે.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર
error: Content is protected !!