- ધારાસભ્યે પોતાના જન્મદિવસે સાક્ષી અને તેના પરિવારને રિટર્નગીફ્ટના સ્વરૂપે બર્થડે ગિફ્ટમાં આપેલા ‘કોકલિયર ઈમ્પ્લાન્ટ’ મશીનથી ફરીથી બોલી અને સાંભળી શકશે
ભરૂચના ધારાસભ્ય અને દંડક દુષ્યંત પટેલના જન્મદિન નિમિત્તે ગૌપૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજયા હતા. જેમાં પ્રાજાની પડખે હર હંમેશ ઉભા રહેવાની નેમ ધારી દુષ્યંત પટેલે એક નાની બાળકીને આપેલ રિટર્ન ગીફ્ટે ખરેખર તેમની દિરિયાદિલી અને પ્રજા વાત્સલયના દર્શન કરાવતા ખુશહાલી છવાઈ હતી.
જન્મ દિવસભરૂચમાં રહેતા સિંઘ પરિવારની દીકરી સાક્ષી જન્મથી જ કંઈ સાંભળી શકતી નહોતી. બે વર્ષ બાદ તેના માતા પિતાને જાણ થઈ કે તે બોલી પણ નથી શકતી. દરમિયાન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં તેને બતાવતાં તે મુકબધિર હોવાની ખાત્રી થઈ હતી.
સાક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ હેઠળ કોકલિયર ઈમ્પ્લાન્ટ મશીન આપવામાં આવ્યું હતું. જેના થતી તે બોલતી અને સાંભળતી થઈ ગઈ હતી. જે મશીન બાદમાં વારંવાર બગડી જતાં નવું લેવાની નોબત આવી હતી. જોકે, પરિવાર માટે તે ખર્ચ પરવડે તેમ નહોતું. જેની માહિતી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને મળતા તેમણે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને જાણ કરતા ખાસ કિસ્સામાં સાક્ષી સિંઘ માટે નવું મશીન આપવાની મંજૂરી આપી હતી. જે મંજૂરી પત્ર ધારાસભ્યે પોતાના જન્મદિવસે સાક્ષી અને તેના પરિવારને રિટર્નગીફ્ટના સ્વરૂપે આપ્યું હતું. જેના પગલે પાંચ વર્ષીય સાક્ષી ફરી બોલતી સાંભળતી થશે સાક્ષી સહિત તેના પરિવારે ધારાસભ્યની આ દરિયાદિલી બદલ તેમનો આભાર વ્યક્ત કરી તેમને લાંબુ આયુષ્ય મળેની પ્રાર્થના પણ કરી હતી.