કાશી વિશ્વનાથ અને બહુચર માતાજીના ભક્તો માટે રેલવેની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા શરૂ કરાવશે. જાણો સમગ્ર સમયપત્રક અને સ્ટોપેજ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર 2026 ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં બે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે.

જેમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સાબરમતી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, અમદાવાદના મેયર આ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે બેચરાજી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહેશે.

અમદાવાદ મંડળના ડીઆરએમ ના જણાવ્યા મુજબ, “વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય રેલવે મુસાફર-કેન્દ્રીત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને કાશી વિશ્વનાથ દર્શને જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. જ્યારે મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુથી ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રાધામ બહુચરાજી જતા દર્શનાર્થીઓને ઉત્તમ સગવડ મળશે. આ બંને નવી રેલ સેવાઓથી પ્રવાસન, સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here