ભરૂચ તાલુકાના સીતપોણ ગામના ઍક યુવકે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલ ભાઈ છીતુભાઈ વસાવા ઉ. વ. ૨૯ પોતાના લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતા. ચિંતામાં ડૂબેલા મંગલ નામના યુવાને પોતાના ઘરમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.
ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પી એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સંદર્ભે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. યુવકે જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

•હરેશ પુરોહિત, ન્યુઝલાઇન,ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here