કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાશે

આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીના મંદિરે વર્ષોથી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હતું.પરંતુ કોરોના કાળમાં બે વર્ષથી ધાર્મિક કાર્યક્રમ બંધ હતા ત્યારે આ વર્ષે ફરીથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા આમોદની ધર્મપ્રેમી જનતામાં આનંદ છવાયો હતો.

આગામી ૨જી એપ્રિલના ચૈત્ર સુદ એકમથી યજ્ઞનો પ્રારંભ થશે જેમાં કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે શરૂઆત થશે.ચૈત્ર સુદ આઠમના દિવસે યજ્ઞની પુર્ણાહુતી થશે અને સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમવામાં આવશે તેમજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.અને રાત્રે ૧૦ કલાકે માતાજીના લીલા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.ચૈત્રી નવરાત્રી નિમિત્તે કંબોઈના પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ તથા નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી પણ ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here