સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજની 30 વર્ષની સફર નિમિત્તે રવિવારે ચાવજમાં સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ ભરૂચ તાલુકાના ચાવજમાં વણકર સમાજની વાડી ખાતે યોજાયો હતો.

‘માં મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ’, નવેઠાના સ્થાપક ધનજીભાઈ પરમારના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વર્ષ 2026માં શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક ઇનામો આપીને સન્માનિત કરાયા હતા. ટ્રોફી માટે પખાજણના અમરસંગ પરમારે સહયોગ આપ્યો હતો.

સ્નેહમિલનમાં સમાજના સભ્યો એકત્ર થયા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટની 30 વર્ષની સામાજિક કામગીરીને યાદ કરવામાં આવી હતી. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરૂચ છેલ્લા ત્રણ દાયકાથી સમાજના શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય ઉત્થાન માટે કામ કરે છે. ટ્રસ્ટ અત્યાર સુધીમાં 21 સમૂહ લગ્નોત્સવ યોજી ચૂક્યું છે.

ટ્રસ્ટ શૈક્ષણિક ઇનામ વિતરણ અને અપરણિત યુવક-યુવતીઓના પસંદગી મેળા પણ યોજે છે. શ્રેષ્ઠ શિક્ષકો, સૈનિકો, વડીલો, મહેતર અને પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરે છે. કાર્યક્રમમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રણા, દહેજ ઇન્ડસ્ટ્રિયલના બળદેવ આહિર અને ચાવજ ગામના સરપંચ પ્રવદિશ પટેલ હાજર રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ પરમાર, મંત્રી નગીન પરમાર, ખજાનચી દીપકકુમાર પરમાર, ટ્રસ્ટના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here