ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક પંથકમાં કામ કરતા સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો અને દાહોદ-ગોધરા તરફના શ્રમજીવીઓને સુરક્ષિત તેમજ સુગમ રીતે તેમના વતન પહોંચાડવા માટે રૂટોનું ખાસ ટાઈમટેબલ તૈયાર કરવામાં આવ્યું છે.

અગિયારસથી શરૂ થતાં તહેવારો દરમિયાન મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે તે માટે આગામી 4, 5, 6 અને 7 નવેમ્બરના દિવસોમાં ભરૂચના ભોલાવ બસ સ્ટેન્ડ, જીએનએફસી સ્ટેન્ડ તેમજ અંકલેશ્વર હાઇવે બસ સ્ટેન્ડ પરથી વધારાના ટ્રાફિકને પહોંચી વળવા ખાસ બસો દોડાવવામાં આવશે.

દિવાળી અને નૂતન વર્ષના તહેવારો ટાણે વતન ભણી જતા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા ભરૂચ એસટી ડિવિઝન દ્વારા દરરોજ 50 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

તહેવારોની મોસમમાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા વસૂલાતા બેફામ ભાડાં અને લૂંટથી બચવા તેમજ મુસાફરી આરામદાયક બને તે માટે એસટી નિગમ-ભરૂચ વિભાગ દ્વારા આયોજિત કરાયેલી આ વિશેષ બસ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ ઉઠાવે તેવો અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here