ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા વગાના જંગલમાં 30 ઓક્ટોબર 2026ના રોજ માનવ કંકાલ મળ્યું હતું. કપડાં પરથી તેની ઓળખ ફિયચવાડાના 39 વર્ષના ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ ઘરીયા તરીકે થઈ છે. તેમના પર વન્યપ્રાણીના હુમલાની આશંકા છે.

ઇન્દ્રજીતસિંહ ફિયચવાડાના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા હતા. તેઓ 20 ઓક્ટોબરે ઘરેથી સીમાડા વગા પાસેના ખેતરે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ પાછા ફર્યા નહોતા. પરિવારજનોએ શોધખોળ કરી હતી, પણ તેમનો પત્તો ન લાગતાં ઉમલ્લા પોલીસને જાણ કરી હતી.

કંકાલ જીતપરા વગાના કોતરના જંગલમાં, પાણેથા આઉટપોસ્ટથી 7 કિમી દૂર મળ્યું હતું. જાણ થતાં ઉમલ્લા પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ બુદ્ધિસિંહ સહિતનો પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો.

ઝાડીઓમાં કંકાલના ટુકડા છૂટાછવાયા પડ્યા હતા. નજીકમાં કાળા રંગનું ચોકડીવાળું શર્ટ અને ભૂરા રંગનું નાઇટ ટ્રેક પેન્ટ પણ મળ્યું હતું. ઇન્દ્રજીતસિંહના પિતા ભુપતસિંહ દોલતસિંહ ઘરીયાએ કપડાં પોતાના પુત્રનાં હોવાનું ઓળખ્યું હતું.

ઉમલ્લા પોલીસે BNSSની કલમ 168 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઇન્દ્રજીતસિંહનું મોત કેવી રીતે થયું તેની તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here