દિવાળીના તહેવારો દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા નેત્રંગ પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન એક્ટિવા પર સવાર બે યુવકો પાસેથી ગાંજાની 11 પડીકીઓ મળી આવી હતી. તેમાં કુલ 21.13 ગ્રામ ગાંજો હતો.નેત્રંગ પીઆઈ વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ટાઉનમાં એચ.પી. પેટ્રોલ પંપની સામે આવેલા જૂના બજાર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં કાળા રંગની એક્ટિવા પર બે યુવકો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા.

પોલીસને જોઈ બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાફે તેમને ઘેરીને પકડી લીધા હતા. એક્ટિવાના આગળના ભાગે લટકાવેલી લીલા રંગની થેલી તપાસતાં પ્લાસ્ટિકની 11 નાની પારદર્શક પડીકીઓમાં ગાંજો મળ્યો હતો.પોલીસે વનરાજસિંહ ઘનશ્યામસિંહ ઉર્ફે શિવસિંહ રાજ (ઉંમર 22) અને યુવરાજભાઈ સંજયભાઈ અણદાભાઈ પાટણવાડીયા (ઉંમર 19)ની ધરપકડ કરી છે. બંને નેત્રંગના રહેવાસી છે.

પોલીસે ગાંજા ઉપરાંત એક્ટિવા, બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને પ્લાસ્ટિકની ખાલી કોથળીઓ કબજે કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹61,405 છે.પોલીસે બંને સામે NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(એ) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તેની વધુ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here