પ્રતિભા કોઈ સંજોગોની મોહતાજ નથી હોતી, તે વાત નેત્રંગ તાલુકાની દીકરી શેખ મહેકે પોતાની કલાત્મક સિદ્ધિથી સાબિત કરી છે. ક્રેન ડ્રાઇવર પિતાની દીકરી મહેકે આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન વારલી આર્ટ પેઇન્ટિંગ તૈયાર કરીને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. મહેકની આ સિદ્ધિથી તેના પરિવારજનો સહિત નેત્રંગ તાલુકામાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી છે.

વારલી આર્ટ ભારતની પ્રાચીન લોકકલાઓ માંની એક છે, જે મહારાષ્ટ્રના વારલી આદિવાસી સમુદાયની જીવનશૈલી અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલી છે. આ કળામાં વર્તુળ, ત્રિકોણ અને રેખાઓ જેવા સાદા ભૌમિતિક આકારો દ્વારા પ્રકૃતિ, ખેતી, લોકનૃત્ય, સામૂહિક જીવન અને રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓને સુંદર રીતે કંડારવામાં આવે છે.

શેખ મહેકે આ જ આગવી લોકકલાને પોતાની સર્જનાત્મકતાનું માધ્યમ બનાવી આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું છે. બેસ્ટ ડ્રોઇંગ ક્લાસમાં અભ્યાસ કરતી મહેકે પોતાની કલાત્મક પ્રતિભાના બળે આ સિદ્ધિ હાંસલ કરી નેત્રંગનું નામ ગૌરવભેર આગળ ધપાવ્યું છે.

સામાન્ય પરિવાર માંથી આવતી મહેકની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. ક્રેન ડ્રાઇવર પિતાની દીકરીએ પોતાની કળા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ઊભી કરવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મહેકની સફળતા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને કલાપ્રત્યેની લગનથી પ્રતિભાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકાય છે.

મહેકે પોતાની પેઇન્ટિંગના માધ્યમથી માત્ર વ્યક્તિગત સફળતા જ મેળવી નથી, પરંતુ આદિવાસી લોકકલા અને સાંસ્કૃતિક વારસાને સન્માન આપવાનો સંદેશ પણ આપ્યો છે. તેની આ સિદ્ધિથી નેત્રંગ તાલુકાની પ્રતિભાને નવી ઓળખ મળી છે અને સ્થાનિક સ્તરે આનંદની લાગણી જોવા મળી રહી છે.

શેખ મહેકની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શુભેચ્છકો અને કલાપ્રેમીઓમાં ખુશીની લાગણી છે. નેત્રંગની આ દીકરી ભવિષ્યમાં પણ પોતાની કલાત્મક પ્રતિભાથી નવી સિદ્ધિઓ હાંસલ કરે અને ભારતીય લોકકલાને વધુ વ્યાપક ઓળખ અપાવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here