નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રોહદા ગામમાં કળયુગી પુત્ર એ માતાની હત્યા કરતા અરેરાટી ફેલાઈ છે.

ધટનાની મળતી માહિતી અનુસાર રોહદમના રહેવાસી રાયસીંગભાઇ વેસ્તાભાઈ વસાવા ઉંમર ૫૫ વર્ષના એ આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ. ૧૫/૧૦/૨૦૨૬ ના રોજ રોહદા ગામે નિશાળ ફળીયાના રાયસીંગભાઇ વેસ્તાભાઇ વસાવાના રહેણાંક ઘરમાં તેમનો દિકરો રાવજીભાઈ રાયસીંગભાઇ વસાવા જે કોઇ કામ ધંધો કરતો ના હોય અને ગામમાં નવરો રખડતો ફરતો હોય જેથી તેને તેની માતા મરનાર ભગડીબેન રાયસીંગભાઇ વેસ્તાભાઇ વસાવાએ કામ ધંધો કરવા અને રખડવાનુ ના પાડી ઠપકો આપ્યો હતો.

માતાના ઠપકાના પગલે પુત્ર રાવજી વસાવાએ આવેશમાં આવી જઈ તેની માતા ભગડીબેનના માથાના ઉપરના વચ્ચેના ભાગે તથા માથાના પાછળના ભાગે કુહાડીની મુંદર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી માતાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવાર દરમ્યાન જ માતા ભગડીબેનનું મોત નિપજતા દેડિયાપાડા પોલીસે પુત્ર વિરુદ્ધ ખુનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here