વાગરા પોલીસે સાયખા કેમિકલ ઝોનમાં 24 હજાર લીટર એસિટિક એસિડ ભરેલા એક ટ્રક અને બે આઇશર ટેમ્પા સહિત ત્રણ લોકોને પકડ્યા. 39.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.

એસિડના જથ્થા અંગે બિલ કે જરૂરી કાગળો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી. જપ્ત વાહનોમાં ટ્રક નં. GJ-06-AU-9636 (રૂ. 10 લાખ), આઇશર ટેમ્પા નં. GJ-16-X-7846 (રૂ. 5 લાખ), આઇશર ટેમ્પા નં. GJ-05-CW-1372 (રૂ. 7 લાખ) હતા. કુલ વાહનોની કિંમત રૂ. 22 લાખ છે.ત્રણેય વાહનોમાંથી 120 કેરબામાં કુલ 24,000 લીટર એસિટિક એસિડ મળ્યો. પ્રતિ લીટર રૂ. 71ના ભાવે એસિડની કિંમત રૂ. 17.04 લાખ થાય છે.

પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 હેઠળ મુદ્દામાલ જપ્ત કર્યો.
પકડાયેલા લોકો સંતોષકારક કાગળો આપી શક્યા ન હતા, જેથી તેમની કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત કરાઈ. વાહનો અંકલેશ્વર GIDCમાંથી મહાદેવ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ જતા હતા. પોલીસ કેમિકલના સ્ત્રોત અને ગંતવ્યની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here