અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ જન્મ જયંતિ નિમિત્તે પૂજન, અર્ચન અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે ભાવિક ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળ ભૈરવ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. જેથી આજના દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળ ભૈરવ જયંતિના નામે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખાયા મુજબ પૃથ્વી પરના પાપને નાશ કરવાની બ્રહ્માજીની અસમર્થતાને જોઈ શિવજીને ગુસ્સો આવતાં ભગવાન કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. કાળ ભૈરવે બ્રહ્માજીના એક મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું હતું જેથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી ભગવાન કાળ ભૈરવને કાશીમાંથી મુક્તિ મળી હોવાથી ભગવાન શિવે કાશીનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન કાળ ભૈરવને સોંપી હતી. જેને પગલે આજે પણ ભગવાન કાળ ભૈરવ કાશી નગરીની રક્ષા કરી રહ્યા હોવાની લોકમાન્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here