•ભરૂચ જિલ્લા ભાજપા રમત-ગમત સેલ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન
ભરૂચ ખાતે રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ રમત-ગમત સેલ દ્વારા ઝાડેશ્વર ગામમાં આવેલી વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી. કે.જી.એમ સ્કુલ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખેલપ્રેમી ધારાસભ્ય દુષ્યંતભાઈએ યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે રમત-ગમતથી સ્વાસ્થ્ય સારુ અને નિરોગી રહે છે. તેમજ સાથી ખેલાડીઓ સાથે ધીરે ધીરે મિત્રતા સબંધ પણ કેળવાય છે. તેમણે ઉમેર્યુ હતું કે “હારા વો નહિ જો કભી જીતા નહિ…. હારા વો હૈ જો કભી ખેલા નહિ”
આ ટુર્નામેન્ટ માં ભરૂચ જિલ્લામાંથી ૨૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ. સ્થાનિક આગેવાન કૌશિક પટેલ, રમત ગમત સેલનાં સહ કન્વીનર પ્રશાંત પટેલ, સંકેત શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી યુવાને પ્રોત્સાહિત કર્યા હતા.
ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમ મેદાનમાં ઉતરી હતી. સ્પર્ધા શરૂ થાય એ પહેલા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિતના તમામ આગેવાનોએ વોલીબોલની રમત રમી વાતાવરણ હળવુ કર્યુ હતું.