The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 86

નર્મદા કોલેજમાં BBAમાં ખાલી પડેલ સીટો પર એડમિશન આપવા NSUI દ્વારા કરાઇ માંગ

ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ તેમની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે પરંતુ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે માત્ર બે જ કોલેજોમાં બીબીએ નો અભ્યાસક્રમ ચાલી રહ્યા છે.જેથી વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં જઈ અભ્યાસ કરવો પડે છે જેથી ઘણી મુશ્કેલ પડી રહી છે.

V.N.S.G.U યુનિવર્સિટી દ્વારા ભરૂચ અને નર્મદા ઝોનમાં નર્મદા કોલેજ માટે 150 અને કડકીયા કોલેજ માટે 75 એમ કુલ 225 જ સીટ ફાળવવામાં આવેલ છે. આમાં પણ નર્મદા કોલેજ દ્વારા ચાલતા પોતાના મનસ્વી વહીવટ ના કારણે 150 માંથી હજુ અડધી સીટો પણ ભરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણમાં છે. જ્યારે વાલીઓને વિદ્યાર્થીઓ કોલેજના એડમિશન કમિટી પાસે આ બાબતે પૂછપરછ કરવા જાય છે, ત્યારે સરખો જવાબ નથી મળતો તેમજ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે.

જેથી ભરૂચ જિલ્લા  NSUI દ્વારા વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી નર્મદા કોલેજમાં બીબીએ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલ સીટો જલ્દી એડમિશન આપવામાં આવે તેમજ વધુ એક વર્ગખંડની 75 સીટ ની માંગણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ બીબીએ નો અભ્યાસ કરી શકે.

આ આ બાબતે આજરોજ આચાર્ય એ કે સિંગ ને રજૂઆત કરતા આચાર્ય દ્વારા કોલેજની અંદર પૂરતા સ્ટાફ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અભાવને કારણે નર્મદા કોલેજમાં બીબીએ ડિપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી દ્વારા ફાળવેલ 150 સીટમાંથી 75 જ સીટ માં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે એમ જણાવેલ છે પરંતુ NSUI દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવે છે અને જલ્દીમાં જલ્દી 150 સીટ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે એ જ માગ કરવામાં આવી છે.

આત્મીય ગ્રીન સ્કુલમાં શાળાના વિધાર્થીઓ દ્વારા શરૂ કરાઇ વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ

ભરૂચની આત્મીય ગ્રીન સ્કુલ ઝાડેશ્વર ખાતે શાળાના વિધાર્થીઓ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ ક્લબ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.

જેમા ધોરણ ૧ થી ૩ ના વિધાર્થીઓમાં પણ વિવિધ કૌશલ્યોનાં વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ રાખવામાં આવી. જયારે ધોરણ ૪ થી ૧૦ ના વિધાર્થીઓને ચાર ગૃપમાં વહેંચવામાં આવ્યા અને તેમના દ્વારા નાટ્ય પ્રવૃત્તિ, વિજ્ઞાન પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ તથા કલા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. વિધાર્થીઓમાં રમતો દ્વારા ઉપરોક્ત પ્રવૃત્તિઓમાં કૌશલ્ય પ્રદાન થાય તે હેતુથી આ એક ઉમદા પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો.

શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકો આ ક્લબ ને શરૂ કરવા માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. શાળા ના મેનેજીંગ ડાયરેકટર પ્રવિણભાઇ કાછડીયાએ આ પ્રવૃત્તિ દ્વારા વિધાર્થીઓ સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડે તે માટે તેમનું અભિવાદન કર્યું હતું.

ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો કરાયા દૂર

રાજ્ય સરકારે આગામી ગણેશચતુર્થીને અનુલક્ષીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા હવેથી ગણેશોત્સવ દરમ્યાન ભગવાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે.

ર૦ર૧ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં ૪ ફૂટની ઊંચાઇ તથા ઘરમાં ર ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત કરાઈ હતી.

કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો તા.૩૧ માર્ચ-ર૦રર પછી અમલમાં નથી તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

દેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયનું કર્યું મારણ, લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ ખેતીવાડી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તેઓ પોતાના ઘરથી સાથે જ આવેલા ભાગે પશુઓને બાંધી રાત્રે સૂઈ ગયા હતાં.મધ્યરાત્રિ બાદ હિંસક દીપડો ઘરની બાજુનાં ભાગે ત્રાટકયો હતો અને દોરડે બાંધેલી ૫ વર્ષની દેશીલાલ ગાયને ગળાના ભાગે પકડી હુમલો કરી ફાડી ખાધી હતી. ત્યારબાદ મળસકે દીપડો પલાયન થઈ ગયો હતો. મળસકે સાડાચાર થી પાંચ વાગ્યાના અરસામાં ઘર માલિકે ગાયને જોતા તેમના પણ હોસ ઉડી ગયા હતાં. આજુબાજુમાં જાણ થતાં લોકટોળું ઉમટી પડયું હતું. આ બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

આ અંગે વનવિભાગને જાણ કરતાં જ જવાબદાર અધિકારીઓ પણ ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ખેડૂતને જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા પાંજરુ મુકવામાં આવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

આમોદમાં સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા સર્જાય સમસ્યા!

આમોદ નગરમાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા લોકોને તેમજ વિધાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત બાજુમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે પાણી ભરાઈ રહેતાં લોકોની જીદંગી સાથે જોખમ ઉભું થવાની ભીતિ સર્જાઈ છે.આમોદ નગરપાલિકાને વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ના થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો.

આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથુંજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે તેમજ વોર્ડ નંબર ત્રણ રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે.જે માર્ગ ઉપરથી વિધાર્થીઓ તેમજ વટેમાર્ગુઓ પસાર થાય છે તેમજ નાનાં બાળકો માટે આંગણવાડી આવેલી હોય નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે.આ ઉપરાંત રોડ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે.

હાલમાં વરસાદની સીઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતાં હોય છે અને લોકોને હાલાકી વેઠવી પડે છે.તેમજ લોકોના જીવને જોખમ ઉભું થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરવા કાર્યવાહી કરાય તે ઇચ્છનીય છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

રાંધણ ગેસના ભાવમાં વધારાના પગલે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસનું અનોખું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ આક્ષેપ કર્યા હતા કે મોંઘવારી નાથવામાં કેન્દ્રની મોદી સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે અને રોજબરોજ રાંધણગેસ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો થયો છે, જેને પગલે આજે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં ગોબરના છાણા અને લાકડા લઇ અનોખી રીતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કોંગ્રેસની બહેનોએ પાંચબત્તી સર્કલ ખાતે ભેગા મળી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે વિરોધ કરી રહેલ તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શનનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ મહિલા કોંગ્રેસની બહેનોએ આક્ષેપ કર્યા હતા કે મોંઘવારી નાથવામાં કેન્દ્રની મોદી સરકાર તદ્દન નિષ્ફળ નીવડી છે અને રોજબરોજ રાંધણગેસ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એકવાર ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો થયો છે, જેને પગલે આજે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબતી વિસ્તારમાં ગોબરના છાણા અને લાકડા લઇ અનોખી રીતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલા કોંગ્રેસની બહેનોએ પાંચબત્તી સર્કલ ખાતે ભેગા મળી કેન્દ્ર સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસે વિરોધ કરી રહેલ તમામ મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ભરૂચના વાગરા તાલુકામાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો

ભરૂચના વાગરા તાલુકાનાં જણીયાદરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધના વહેમમાં મિત્રએ મિત્રની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 10 દિવસ પૂર્વે મૃતદેહ મળવાના મામલામાં પોલીસે તપાસ કરતા મૃતકની ગળું દબાવી હત્યા કર્યા બાદ ટ્રેક્ટરમાં મૂકી મૃતદેહનો નિકાલ કરાયો હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આડાસંબંધના વહેમમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ગત તારીખ 28 જૂનના રોજ વાગરા તાલુકાનાં કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોધાયો હતો અને વાગરા પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ LCB એ તપાસ હાથ ધરી હતી.

પોલીસે મૃતદેહની તપાસ કરતાં તે મહીસાગરના ઝનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો. LCB એ આ મામલામાં મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ વાગરાના જણીયાદરા ગામે રહેતા સુરેશ વસાવાની ધરપકડ કરી છે. આરોપી સુરેશ વસાવા અને મૃતક જયેશ તડવી બન્ને વચ્ચે મિત્રતાના સંબંધો હતા. મૃતક જયેશ તડવી અવારનવાર સુરેશના ઘરે આવતો હતો જેના કારણે જયેશ તડવીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી. થોડા સમય બાદ જયેશ તેના વતન પહોંચી ગયો હતો પરંતુ ત્યાથી પરત ફરતા આ શંકા વધુ ઘેરી બની હતી.

મૃતક જયેશ તડવી તારીખ 25 જૂનના રોજ પરત વાગરાના જણીયાદરા ગામે આવતા આ બાબતે બન્ને વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો હતો અને ગામની સીમમાં લઈ જઈ ગળું દબાવી સુરેશે જયેશની હત્યા કરી દીધી હતી. બાદમાં મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકી કલમ ગામ નજીક દહેજ રેલ્વે ટ્રેક પાસે નિકાલ કરી દીધો હતો. પોલીસે આ મામલામાં સુરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના આમોદના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમા અત્યાર સુધી 14 કટ્ટરપંથીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જ્યારે કુલ 21 આરોપીઓ સામે લોભ,પ્રલોભન અને વિદેશ સહિતથી અવૈદ્ય ફન્ડિંગ દ્વારા આચરાયેલા આ પ્રકરણમાં ગુનો દાખલ કરાયો છે. જેમાં મૂળ નબીપુર અને હાલ લંડન રહેતા અબ્દુલ્લા ફેફડવાલા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઈ છે.ફન્ડિંગ એકત્ર કરી આપનાર ફેફડવાલાને ધર્માંતરણ માટે ભરૂચ બોલાવી આમોદના કાંકરિયા ગામે બેઠક યોજવનાર એક આરોપી સરફરાજ સહિત વધુ બે ને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હીરાસતમાં લીધા છે.

આછોદના સુથાર ફળિયામાં રહેતો સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલે લંડનથી ફેફડવાલાને બોલાવી ધર્માંતરણ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે નડિયાદના ઈદાયત નગરમાં રહેતા રમીઝરાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી દ્વારા પણ પ્રલોભન આપવામાં ભાગ ભજવાયો હતો.બન્નેવ આરોપીઓ દ્રારા મુસ્લીમ ધર્મ પરિવર્તન કરેલ લોકો માટે હાથ લારીઓ તથા અનાજ , કપડા , દવા તથા કાંકરીયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ અપાઈ હતી. એટલું જ નહીં નોકરીનું પ્રલોભન, હેરાનગતિમાંથી છુટકારો અપાવી તેમજ ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા.પોલીસે આ બે આરોપીઓની વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. જેમાં અન્ય આરોપીના નામો પણ ખુલી શકે છે. આ સાથે ધર્માંતરણના ગુનામાં ધરપકડનો આંક 16 ઉપર પોહચ્યો છે.

નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

20 મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કરેલ છે. ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે. ખુશી ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે હવે નેશનલમાં પણ આ ગુજ્જુ ગર્લ આવનાર સમયમાં પોતાનું આધિપત્ય જમાવી શકે છે.

પારૂલ યુનિવર્સિટી વડોદરા ખાતે બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતી ખુશી ચુડાસમા ને “ભરૂચ રત્ન” એવોર્ડથી પણ ભૂતકાળમાં સન્માનિત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ખુશી ચુડાસમાએ જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્સ મળી કુલ 30 થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણી ના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોશિયેશનના સેક્રેટરી અજય પંચાલ,  પ્રેસિડેન્ટ અરૂણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.ભરૂચની ખુશી ચુડાસમા નેશનલ લેવલે સેમિફાઇનલ માં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરેલ છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પૂર્વ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડૉ.લીના પાટીલ, પૂર્વ રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા પણ જિલ્લાના રમતવીરોને અને ખુશી ચુડાસમા ને પ્રોત્સાહિત કરી અવારનવાર માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે.

આવનાર ઇન્ટરનેશનલ શૂટિંગ ઇવેન્ટ માટે હાલ ખુશી ચુડાસમા તેના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહેલ છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં  ઇન્ટરનેશનલ ઇવેન્ટ માં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનો છે.

આદિવાસી ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા બસ રોકો આંદોલન!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નામલગઢ, આમલી, મોવી, ગાગર, માંડણ, પલસી, બિતાડા, ભમરી ગામના આદિવાસી અંતરિયાળ વિસ્તારોનાં વિદ્યાર્થીઓને નિયમિત બસો ન આવતી હોવાથી વિધાર્થીઓને શાળા – કોલેજ આવવા જવા માટે ઘણાં સમય થી પડતી મુશ્કેલીઓથી કંટાળી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

આજે યુથ કોંગ્રેસ તથા તમામ ગામના વિધાર્થીઓ સાથે  ડેપો બહાર રસ્તા પર બેસી બસો રોકી આંદોલન કરવામાં આવ્યું હતું અને પોલીસની હાજરીમાં ડેપોના તંત્ર દ્વારા નિયમિત બસો ચાલુ કરવા લેખિત બાહેધરી આપવામાં આવી. અને જો નિરાકરણ ના આવે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી આપવામાં આવી હતી.

જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમખ અજયભાઈ વસાવા તથા જિલ્લા યુથ ઉપપ્રમુખ વિરલ વસાવા તથા જિલ્લા યુથ મહામંત્રી જયેશ વસાવા તથા ગાગર ગામ ડેપ્યુટી સરપંચ મનીષ ભાઈ વસાવા તથા ભમરી પંચાયતના સભ્ય મહેન્દ્ર ભાઈ તથા વિવિધ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)
error: Content is protected !!