The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 84

ભરૂચ શહેરનાં ધોળીકુઇ વિસ્તાર માંથી વિદેશી દારૂ સાથે ૬ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ નાઓ તરફથી ભરૂચ જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તી અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર એ- ડીવી. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમીયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેરના ધોળીકુઇ વિસ્તારમાં આવેલ જનતાબાગ સામે રોડ ઉપરથી એક કાળા કલરની ઓટો રીક્ષા માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૨૧૬, કી.રૂ.૩૧,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઓટો રીક્ષા તથા મોબાઇલ સહીત કુલ મૂદ્દામાલ કીં.રૂ. ૭૧,૭૦૦/- સાથે કુલ ૬ ઇસમોમાં મુસ્તાક કરીમ મન્સુરી રહે, ભીમનાથ મંદિર પાસે, ઝુપડપટ્ટી, બહારની ઉંડાઇ, ભરૂચ,મોહમ્મદ ફારૂક મુર્તુજા શેખ રહે, સ્વામીનારાયણ મંદિર પાછળ, બહારની ઉડાઇ, ભરૂચ,રાહુલ કીશોર કાયસ્થ રહે. દાંડીયાબજાર, ભરૂચ, પ્રદિપભાઇ મહેન્દ્રભાઇ ગાંધી રહે, જનતાબગ સામે, ધોળીકુઈ બજાર, ભરૂચ, રામભાઇ સોમાભાઇ માછી રહે, ખત્રીવાડ, ધોળીકુઇ, ભરૂચ, જિગ્નેશ ઉર્ફે નેરો રાજુભાઇ રાવલ રહે, રાવળીયાવાડનો ટેકરો, ધોળીકુઈ બજાર, ભરૂચને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જંબુસર ડાભા ચોકડી પાસે કતલના ઇરાદે લઈ જવાતી ૩૪ ભેંસ સાથે ૩ ઝડપાયા

ગત મધરાત્રે જંબુસર નગર ની ડાભા ચોકડી પાસે જંબુસર પોલીસે કતલ ના ઈરાદે એક ટ્રક તથા ટેમ્પો મા લઈ જવાતી ભેંસો નંગ ૩૪ સહિત ટ્રક તથા ટેમ્પો સહિત કુલ રૂપીયા એકવીસ લાખ દસ હજાર નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ત્રણ ઈસમો ને દબોચી લીધા હોવાના તથા ફરાર ટેમ્પો ચાલક ની શોધખોળ આદરી છે.

જંબુસર ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારી સ્ટાફ સાથે ગતરાત્રે પેટ્રોલિંગ મા હતા.ત્યારે તેઓ ને બાતમીદાર થી બાતમી મળેલ કે એક ટ્રક તથા આઈસર ટેમ્પો મા કોઈપણ સત્તા અધિકારી ની પરવાનગી વગર એક જીલ્લા માંથી બીજા જીલ્લા મા ક્રુરતા પૂર્વક ભેંસો ભરી કતલ કરવા ના ઈરાદે વહન કરી રહયા છે. બાતમી ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  તથા સ્ટાફ ના માણસો એ ડાભા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મા જણાવેલ ટ્રક તથા આઈશર ટેમ્પો આવતા તેને રોકી ને તપાસ કરતા બન્નેવ વાહનો માથી ઘાસચારો અને પાણીની સગવડ વિના ક્રુરતા પૂર્વક બાંધેલ ૩૪ ભેંસો મળી આવી હતી.

જંબુસર પોલીસે ૩૪ ભેંસો કિ.રૂ.૫૧૦૦૦૦ તથા બંને વાહનો કિ.રૂ.૧૬૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેમા સવાર અલ્તાફ ફિરોઝ દિવાન રહે.સાલેહપાર્ક પાલેજ, અફઝલ અકબર ટોપીવાલા રહે.અમન પાર્ક વલણ,ઈશાક મુસા બંધુકીયા રહે.અલ્કાપુરી વલણને દબોચી લઈ પુછપરછ હાથ ધરી હતી. જયારે આઈશર ટેમ્પો ચાલક સલીમ મઠીયા રહે.વલણ નાસી છૂટયો હતો. ઉપરોક્ત બનાવ સંદર્ભે હેડ.કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ ની ફરિયાદ ના આધારે પોલીસે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિ નિયમની કલમ તેમજ મોટર વ્હીકલ એકટ કલમ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારીએ સંભાળી ફરાર ટેમ્પો ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે કબજે કરેલ ૩૪ ભેંસો ને કરજણ સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી અપાઇ હતી.

* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભોલાવ ડેપો ખાતે પ્રાથમિક સુવિધાના અભાવ,NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન

છેલ્લા 3 વર્ષથી ભરૂચ એસ.ટી. ડેપોનું સંચાલન ભોલાવ ડેપો પરથી થાય છે. જોકે, હાલ ગંદકી, કાદવ કીચડ વચ્ચે મુસાફરો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડેપોમાં પરબ છે પણ પાણી આવતું નથી. ટોયલેટ છે પણ તેને તાળા મરાયેલા છે. બસો પણ અનિયમિત હોવાના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ.એ વિદ્યાર્થીઓ અને મુસાફરોને સાથે રાખી ભોલાવ ડેપો ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ સિટી બસ સ્ટોપ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે. જેથી ભરૂચ ડેપો ભોલાવ ખાતે ખસેડવામાં આવ્યો છે. જેને પણ સેટેલાઈટ ડેપો બનાવવામાં આવનાર છે. ત્યારે ભોલાવ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ડેપોના પરબમાં પાણી આવતું નથી. ટોયલેટને તાળા લગાવેલા છે. તેમજ જ્યા જુવો ત્યા કાદવ કિચડની ભરમાર વચ્ચે બસોની અનિયમિતતા જોવા મળી રહી છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતમાં ભોલાવ ડેપો ખાતે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ પ્રાથમિક સુવિધા સવલતો આપી સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવા રજૂઆત કરાઈ છે.

ડેપો ઉપર મુસાફરો અને વિદ્યાર્થીઓના હિતમાં પ્રાથમિક સુવિધા સવલતો આપી સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવા રજૂઆત કરાઈ છે. જો બસો નિયમિત નહી કરવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી પ્રમુખ યોગી પટેલે આપી છે.

વાગરા પોલીસે શંકાસ્પદ મોબાઇલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા

વાગરા પોલીસ સ્ટાફના માણસોને પાક્કી બાતમી મળેલ કે,હનુમાન ચોકડી થી વાગરા તરફ બે અજાણ્યા ઇસમો કાળા કલરની થેલીમાં શંકાસ્પદ મોબાઇલ સાથે આવે છે. જે બાતમી આધારે બાતમી આધારે બચ્ચો કા ઘર પાસે ખાનગી રાહે વોચ માં રહી વર્ણનવાળા ઇસમો આવતા જણાતા આ બન્નેવ ઇસમોને કોર્ડન કરી ઝડતી તપાસ કરતા બન્નેવ ઇસમો મંગલસિંગ સુખદેવસિગ શિખ ઉ.વ.ર૮ હાલ રહે,સંજરી હોટલ રૂમ નં.૨૦૭ રેલ્વે સ્ટેશન સામે ભરૂચ જી.ભરૂચ મુળ રહે.બુટ્ટર સિવિયા ગાવ થાના મેહતા ચોક જીલ્લા અમરીતસર પંજાબ અને અમરજીતસિંગ સુખદેવસિંગ મજમીશિખ ઉ.વ.૨૮ હાલ રહે.સંજરી હોટલ રૂમ નં.૨૦૭ રેલ્વે સ્ટેશન સામે ભરૂચ જી.ભરૂચ મુળ રહે બુટ્ટર સિવિયા ગાવ થાના મહેતા ચોક જી.અમરીતસર પંજાબ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૧૪ કિ.રૂ.૬૬,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વાગરા પોલીસે આ બે ઇસમો પાસેથી મળી આવેલ મોબાઇલ બાબતે આધાર પુરાવા કે બીલ માગતા નહીં હોવાનુ જણાવતા બન્નેવ ઇસમો પાસે મળી આવેલ મોબાઇલ નંગ-૧૪ કિ.રૂ.૬૬,૫૦૦/-નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે આ બન્નેવ ઇસમોને અટક કર્યા છે.

જંબુસરના સારોદ વાટા ગામે ગેસ એજન્સી અપાવવાના બહાને રૂ.7.18 લાખની ઠગાઇ

જંબુસરની તાલુકા આરોગ્ય કચેરીમાં સિનિયર કારકૂન તરીકે નિવૃત્ત થયેલાં અને રામસિંહ ખુમાનસિંહ સિંધાના મોબાઇલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ આવ્યો હતો. જે ખોલી જોતાં તેમાં ગ્રામિણક્ષેત્રે એચપી ગેસ એજન્સી મેળવવા માટેનું ફોર્મ હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં તેમને એજન્સી મળવાની હોઇ તેમણે તેમના પુત્ર સંજયસિંહ તેમજ તેની પત્ની યોગિતાના નામે અજન્સી લેવા માટે સોશિયલ મિડિયામાં જ રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ મોકલ્યાં હતાં.

દરમિયાનમાં અરેન્દ્ર તિવારી નામના એક શખ્સે તેમને ગ્રામિણક્ષેત્ર એચપી ગેસ એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી ફોન કર્યો હતો.તેણે ડોક્યુમેન્ટ જમા થયાં હોઇ હવે રજિસ્ટ્રેશન, એનઓસી, લાયસન્સ ફી, સિક્યુરિટી ડિપોઝિટ, ગેસ સિલિન્ડર બુકિંગ સહિતના બહાને તેમની પાસેથી કુલ 7.18 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યાં હતાં.

બાદમાં અરેન્દ્ર તિવારીએ વધુ 3 લાખ રૂપિયા જમા કરાવા કહેતાં આખરે તેમને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનો અનુભવ થતાં બીજા રૂપિયા જમા ન કરી ઘટનાને પગલે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ઠગાઇ કરનારા અરેન્દ્ર તિવારીના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી કરાઈ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ વર્લ્ડ યૂથ સ્કિલ ડે ઉજવણીનું આયોજન કરાયું હતું.

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમા નક્કી થયા મુજબ યુવાઓમાં જાગૃતિ અને ટેકનિકલ અને વોકેશનલ તાલીમ વિશે ઈચ્છા શકિત જાગૃત થાય તે માટે દર વર્ષે 15મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. ભારત સરકારમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મીશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 15મી જુલાઈ 2015 થી સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે.જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

નિયામક ઝયનુલ આબેદિન સૈયદના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સ્કિલ સંવાદ તથા સ્કિલ ઈન્ડિયા કવીઝ તેમજ સોશયલ મીડિયા રિલ્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘનાં તાલીમ નિષ્ણાત રેશમાબેન પટેલ તથા અંકિતભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા અને જેએસએસના ફિલ્ડ કોઓર્ડિનેટર ક્રીષ્ણાબેન કથોલીયા, રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકી, કોમ્પ્યુટર વિભાગના ઝૂબેદભાઈ શેખ તથા સ્ટાફ સભ્યો ઝહીમ કાગઝી, શ્રીમતી હેતલ પટેલ, ઝેડ.એમ.શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હાઇવે સહિતના તુટેલા રસ્તા અને અસરગ્રસ્તોને સહાય માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાની હદમાં આવેલા નેશનલ અને સ્ટેટ હાઇવે સહિતના રસ્તાઓમાં ધોવાણ અને ખાડા તેમજ અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને થયેલ જાનમાલના નુકશાનની સહાય ચુકવવા મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

આવેદનમાં ઉલ્લેખાયું છે કે, ને.હા.નં -૮ ઉપર ખૂબ મોટા ખાડાઓના કારણે નાના અને મોટા વાહન ચાલકોને નુકશાન પહોંચી રહયું છે. કારોના ટાયરો ફાટવાની ઘટનાઓ નિરંતર નબીપુર નજીક બની રહી છે. માટે તાત્કાલિક સમારકામ હાથ ધરાય અને હાલની અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા માતર તા. આમોદ ના સ્વ. રણજીતભાઈ ઉર્ફે ગીરીશભાઈ વસાવા અને પિલુદ્રાના મૃતક સ્વ. ગીરીશભાઈ ડી. પટેલ ના પરિવારને ચાર લાખ રૂપિયા ચૂકવવા સાથે કાંપના કારણે નદીઓ પુરાઈ ગયેલ છે. જેથી પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જે તમામ નદીઓ માંથી કાંપ કાઢી નદીઓ ઊંડી કરવાની,વળી અતિવૃષ્ટિના કારણે જે પરિવારોની ઘરવખરી અને ઘર નો નાશ થયેલ છે.દૂધળા અને બિન દુધાળા પશુઓના મોત થયા છે . તેઓને તાત્કાલિક એડહોક સહાય ચૂકવવા માગણી છે. આમ ઉપરોક્ત મુદ્દાઓ અંગે તાત્કાલિક અસરથી સરકાર કક્ષાએ થી આદેશ થવા માંગ કરાઇ છે.

અઠવાડીયા પહેલાજ રાજયના મહેસુલ મંત્રી દ્વારા મીડીયા સમક્ષ વરસાદથી થયેલ નુકશાન સામે સરકારે સહાયની જાહેરાતો કરી છે, પરંતુ દુઃખ સાથે તેનો અમલ કરતો નથી અને એ અંગોનો પરીપત્ર પણ અધિકૃત રીતે પણ થયેલ નથી. આમ સરકાર માત્ર લોકોને ગુમરાહ કરી રહી છે. એવું આ કિસ્સામાં ન બનવા પામે એ માટે વિનંતી કરી છે .

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પરિમલસિંહ રણા,સંદિપ માંગરોલા,સુલેમાન પટેલ,સમશાદાલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,દિનેશ અડવાણી સહિતના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

૯૦ ટકા જેટલું પાણી ભરાતા ઝઘડિયાનો ધોલીડેમ ઓવરફ્લો થવાની તૈયારી

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાનો ધોલીડેમ ઓવરફ્લો થવાની નજીક આવી ગયેલ હોઇ માધુમતિ નદીના કાંઠા વિસ્તારના  ૧૩ જેટલા ગામોને એલર્ટ કરાયા છે. ધોલી સિંચાઇ પેટાવિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા બહાર પડાયેલ એક યાદીમાં જણાવાયા મુજબ ધોલી ગામ નજીક આવેલ આ ધોલીડેમાં  ૯૦.૦૪  ટકા જેટલા હાઇ એલર્ટ સ્ટેજ સુધી પાણી ભરાતા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

ડેમમાં હાલ ૫૮૮ ક્યુસેક જેટલો પાણીનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. તેને લઇને માધુમતિ નદીના કાંઠા વિસ્તારના ધોલી, રઝલવાડા,બીલવાડા, કાંટોલ,મોટાસોરવા,કપાટ,તેજપુર,હરીપુરા,સારસા,રાજપારડી,વણાકપોર,જરસાડ તેમજ રાજપુરા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે. આની જાણ સંબંધિત વિભાગોને પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છેકે માધુમતિ નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ધોલીડેમમાં પાણીનો મોટો જથ્થો ઠલવાઇ રહ્યો છે તેને લઇને ડેમ ઓવરફ્લો થતાં માધુમતિ નદીમાં પુર આવવાની સંભાવનાને લઇને કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.

ફારૂક ખત્રી રાજપારડી

ઝગડીયા જીઆઈડીસીની કર્લ-ઓન કંપનીમાં ભીષણ આગ!

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની  જીઆઇડીસીમાં ગાદલા બનાવતી કર્લ-ઓન એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં વહેલી સવારે ૭ વાગે આગે દેખા દેતા કંપની સંકુલ સહિત આસપાસના વિસ્તારમાં કામદારોની દોડધામ મચી જવા પામી હતી.

કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટા ગોટા દુર દુરથી નીકળતા નજરે પડ્યા હતા.કંપનીમાં સ્પંચ મટીરીયલ્સના ગાદલા બનતા જેના કારણે જોતજોતામાં આગે  વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીના કામદારોમાં ભયનો માહોલ છવાયો હતો.જોકે કામદારો સુરક્ષિત બહાર દોડીજતા તમામનો બચાવ થયો હતો અને આગ લાગવાની આ  ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા  ઝઘડિયા જીઆઇડીસી ઉપરાંત અન્ય સ્થળોથી ૧૫થી વધુ અગ્નિશામક બંબા બોલાવાયા હતા. કંપનીમાં લાગેલ આ  ઘટનામાં હજુસુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આગની આ ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું હોવાનું મનાય રહ્યુ છે. કંપનીમાં લાગેલ આગને લઇને નીકળતા ધુમાડાના ગોટા દૂરદૂર સુધી દેખાતા  હતા. ઘટના સ્થળે પહોંચેલા અગ્નિશામક દળોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. જીઆઇડીસીની આ કંપનીમાં આગ લાગવાનું  કારણ હજુ અંકબંધ રહ્યુ છે, જોકે કંપનીમાં કામ કરતા  કામદારોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. મળતી વિગતો અનુસાર ઝઘડીયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ આગની ઘટનાની તપાસ માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ  જીપીસીબીની ટિમ પણ ઘટના સ્થળે  પહોંચી હતી. હાલતો  ગાદલા બનાવતી આ કંપનીને મોટું નુકશાન પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.  મોટી માત્રામાં કાચુ મટીરીયલ પણ બળીને રાખ  થઇ ગયું હોવાનું પણ સામે આવ્યું હતું.  વિકરાળ આગને કારણે ગાદલા બનાવવામાં વપરાતા સ્પંચ બળવાને લઇને ખુબ મોટા પાયે વાયુ પ્રદુષણ થતું હોવાની ચર્ચાઓ પણ જોવા મળી હતી.આ કંપનીમાં કેટલાક સ્થળોએ શેડ બનાવવામાં આવ્યા હતા, જે શેડમાં  પીવીસીના પતરા લગાવવામાં આવ્યા હતા જેને લઇને  આગ પર કાબુ  લેવાનું વિકટ બન્યુ હતુ. ઝઘડિયા જીઆઇડીસીમાં વારંવાર થતી દુર્ઘટનાઓને પગલે જીઆઇડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉભા થવા પામ્યાછે.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

 

ભાર વિનાનું ભણતર બન્યું દેડીયાપાડાના વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ!

નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા પ્રમાણ માં આદિવાસી વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે , દેડીયાપાડા ખાતે તા 11 મી ના રોજ મુશળધાર વરસાદ ખાબકતા શાળાનાં વર્ગ ખંડોમાં પાણી આવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે વર્ગ ખંડોમાં પાણી ભરાયા હતા, જેથી કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું, આ તમામ બાબતો વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત જોવા મળી રહી છે, વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે, હાલમાં તો ખુલ્લા આસમાન નીચે વરસતા વરસાદમાં બાળકો અભ્યાસ કરી રહયા છે.

વર્ષ 1961 માં સ્થાપના થયેલ દેડીયાપાડા નું એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લા ની મોટામાં મોટી શાળા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના થયાં ને 60 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતું શાળાના કોઇ ઠેકાણા જ નથી, નિર્માણ થયાને છ-છ દાયકાઓ વીત્યાં છતાં આજે આદિવાસી વિધાર્થીઓ વરસતા વરસાદમાં આસમાન નીચે ભણવા મજબુર બન્યા છે! આ શાળા કોંગ્રેસ ની વિચારધારા ધરાવતા ટ્રસ્ટી મંડળ દ્વારા ચલાવવામાં આવે છે, તો શું રાજ્ય સરકાર આ શાળા ને કોઇ અનુદાન કે નાણાકીય સહાય જ આપતી નથી ? જો આવું હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર ની ભાજપા સરકાર નર્મદા જીલ્લા ને તો એસ્પિરેસોનલ જીલ્લા તરીકે અનેક કામગીરીઓમાં પોતાનાં વિકાસના ડંકા વગાડી રહી છે,તો પછી આદિવાસી વિધાર્થીઓ ખુલ્લા આસમાન માં અભ્યાસ કરવા મજબુર કેમ ?

અહીં વિધાર્થીઓને ક્યાં બેસી અભ્યાસ કરવો તેનો પ્રશ્ન છે, વાલીઓ પણ શાળાની નવીન ઇમારત બને એવો મત પ્રગટ કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના સંચાલકો, રાજકીય નેતાઓ અને સરકારે આ શાળાની નવી ઇમારત બનાવવાની દિશામાં પહેલ કરવી પડશે ત્યારે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ભાવી સલામત બનશે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા(નર્મદા)
error: Content is protected !!