The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 66

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવણીનું કરાયું સમાપન

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ સૂચના મુજબ ચાર દિવસના શિક્ષક દિન ઉજવણીનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજીત કરાયા હતા.

આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને એક દિવસના ટીચર્સ બનાવી પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજા દિવસે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા “મેરા ટીચર મેરા હિરો વિષય ઉપર જુથ ચર્ચાઓનું આયોજન કરાયું હતું અને સેલ્ફી તેમજ રિલ્સ બનાવી હતી. જયારે ત્રીજા દિવસે તમામ તાલીમ વર્ગોમાં તેમના કૌશલ્ય અનુસાર હરીફાઈઓનું આયોજન કરાયુ હતું. જેમાં વેસ્ટ માંથી બેસ્ટ આર્ટીકલ મેકિંગ સ્પર્ધામાં વિલાસબેન સોલંકી પ્રથમ વિજેતા બન્યા હતા અને પ્રવિણાબેન ખુમાન દ્વિતિય વિજેતા બન્યા હતા.

કોંઢ તાલીમ કેંન્દ્ર માં ચેતનાબેન વસાવા પ્રથમ વિજેતા બન્યા હતા અને સાહિસ્તાબેન મોલવી દ્વિતિય વિજેતા બન્યા હતા તથા અન્ય હરિફાઈ મહેંદી સ્પર્ધામાં કોંઢ તાલીમ કેંન્દ્રના સના આફરીન ભટ્ટી તાલિમાર્થી પ્રથમ વિજેતા બન્યા હતા. તેમજ રોજમીનબેન મન્સૂરી  દ્વિતીય વિજેતા બન્યા હતા.

આ ઉપરાંત જેએસએસ ભરૂચ દ્વારા કોંઢ તાલુકો વાલિયા કેન્દ્ર ખાતે અંકલેશ્વરના બ્યુટી એક્સપર્ટ શ્રીમતી રશ્મીબેન જોષીનો વાર્તાલાપ આયોજીત કર્યો હતો. જયારે ભરૂચ શહેરમાં પાંચબતી કેન્દ્ર ખાતે ફેશન ડિઝાઈન એકસપર્ટ શ્રીમતી નેહલબેન શાહના વાર્તાલાપનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

કાર્યક્રમનાં અંતભાગમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના રીસોર્સ પર્સન / ટીચર્સ ઝેડ.એમ.શેખ, શ્રીમતી મીનાબેન પુરોહીત, શ્રીમતી અર્પિતાબેન રાણા, શ્રીમતી ઈલાબેન પટેલને બેસ્ટ કામગીરી અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા હતા અને તેમની સંતોષપૂર્વક કામગીરીની નોંધ લઈ ચેરમેન ફિરદોશબેન મન્સુરીએ અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચ LCB એ મછાસરા ગામે જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા,૧ ફરાર

આમોદ તાલુકાના મછાસરા ગામે મોટા પાયે જુગાર રમાતો હોવાની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાં પોલીસે રેડ કરી જુગાર રમતાં પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો. પોલીસે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ તાલુકાના મછાસરા ગામે મોટા પાયે જુગાર રમાતો હોવાની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી.જેથી પોલીસે મછાસરા ગામના ખેતરમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતાં

૧ ઇબ્રાહીમ અહમદ સુરતી રહે.મછાસરા,૨ અહમદ યુસુફ વૈદ્ય રહે.કોલવણા,૩ ઇસ્માઇલ વલી પટેલ રહે.મછાસરા,૪ ગુલામ યાકુબ પટેલ રહે.મછાસરા,૫ શબ્બીર દુલભા મલેક રહે.પુરસાને ઝડપી પાડી અંગજડતીના રોકડા ૪૮૮૦૦ દાવ ઉપરના રોકડા ૯૩૦૦ તથા એક એક્ટિવા કિંમત ૩૦૦૦૦ મોબાઈલ નંગ બે ૨૦૦૦ના મુદ્દામાલ સાથે પાંચની ધરપકડ કરી જુગારધારા કમલ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે એક ઇસમ ઇકબાલ વલી પટેલ રહે.કોલવણા ભાગી ગયો હતો.

  • રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એક્શન મોડમાં કરી ગુજરાત બંધના એલાનમાં જોડાવા અપીલ

ગુજરાતમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ એક્શન મોડમાં છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શનિવારે બંધનું એલાન અપાયું છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શનિવારે સવારે 8થી 12 કલાક સુધી ગુજરાત બંધને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભાજપ રાજમાં આજે ખેડૂતો, નોકરિયાત, વેપારીઓ, યુવાનો દુઃખી છે ત્યારે મોંઘવારી અને બેરોજગારી સામે લડતમાં પ્રજાને જોડાવવા અપીલ કરી છે.

ગુજરાત બંધમાં ભરૂચ જિલ્લાની પ્રજાને જોડાવવા અનુરોધ કરાવમાં આવ્યો હતો. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, યુથ પ્રમુખ શકીલ અકુજી, વિરોધ પક્ષ નેતા સમસાદ અલી સૈયદ, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ભરૂચમાં વિઘ્નહર્તાને ભક્તોએ ભારે હૈયે આપી વિદાય!

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. કૃત્રિમ સ્થળોએ બેરીકેટ, પોલીસ બંદોબસ્ત, પાલિકાની ટીમ અને તરવૈયાઓ વચ્ચે ગણેશ ભક્તોએ વાજતે વાજતે વિઘ્નહર્તાને ભારે હૈયે પુનઃ પધારવાના ઈંજન સાથે વિદાય આપી હતી.

ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં 4 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં 2 અને પાનોલીમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. સાંજ સુધીમા ભરૂચ અને અંકલેશ્વરના 8 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની 4000થી વધુ પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું.

બીજી તરફ નર્મદા નદીમાં ગણેશનું વિસર્જન નિષેધ રખાયું હોય કેટલાય ભક્તોની લાગણી પણ દુભાય હતી. સુપ્રિમની ગાઈડલાઈન અને કોરોના વચ્ચે શહેરના નિલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન,ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ટ ગોઠવી નદીમાં વિસર્જન નહિ નું ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું.આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર,ભાડભુત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ભાડભુતમ મોટી પ્રતિમાના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા આજે સવારે કરાઈ હતી.

આમોદમાં જળઝીલણી અગિયારસે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

આમોદમાં સતત ૯૮ વર્ષથી જળ ઝીલણી અગિયારસે પરંપરાગત રીતે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે.કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદીરે નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ તથા સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં કાછીયા પટેલ સમાજના યુવાનો,વડીલો,મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા.

મહિલાઓ ભકિતભર્યા ગીતોના ગુંજન સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી.ત્યાર બાદ બહુચર માતાજીના મંદિર પાસે બાપા સીતારામ સેવા સમિતિના આગેવાનો દ્વારા લાલજી મહારાજનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને સ્નાન વિધિ કરાવ્યા બાદ નગરના આગેવાનોએ લાલજી મહારાજની આરતી ઉતારી હતી.ત્યાર બાદ આમોદના મનીષભાઈ પટેલને ત્યાં લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો.તેમજ આમોદના ગાંધીચોક,ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવે છે.જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું.

ત્યાર બાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછીયા પટેલ સમાજ દ્વારા ટ્રેકટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.જેમાં નાના બાળકો રામ,લક્ષમણ,સીતા હનુમાન,રાધા,કૃષ્ણ શંકર ભગવાન જેવા પાત્રોમાં આવે છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે લોકો ડાન્સ કરતાં કરતાં ઝૂમી ઉઠી કાછીયાવાડમાં લક્ષ્મીનારાયણ નિજ મંદિરે મોડી રાત્રે પરત ફર્યા હતાં.

  • રિપોર્ટર: વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ પાણી પૂરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા ન્યાય મેળવવા ધારણ કરી કાળી પટ્ટી

ભરૂચ જિલ્લા વાસ્મોના કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિવિધ માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

પોતાની માંગ અંગે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામ્ય પે જલ વાસ્મો સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા સર્વિસ રૂલ્સ -2002 નું કામ કરવામા આવે છે. સમાન કામ, સમાન વેતન મુજ્બ લાભો આપવામાં આવે,કર્મચારીઓને માટે પી.એફ.નો લાભ આપવા સહિતના નવ જેટલા પ્રશ્નોના નિરાકરણ માટેક ર્મચારી સંગઠન દ્વારા અનેક વખત લાગતા – વળગતા સતાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવામા આવી હતી. છતાં તેનો કોઈ અમલ થતો નથી અને આ બાબતે રજૂઆત કરવા છતા વાસ્મો કચેરી દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી.

નલ સે જલ યોજનાની કામગીરી કરવામા આવી છતાં. કોઈ પ્રોત્સાહન કે અન્ય કોઈ લાભ કર્મચારીઓને આપવામા આવતો નથી. અંતે કર્મચારીઓ દ્વારા લડતનો માર્ગ અપનાવવામાં આવેલ છે. તેમજ અગાઉના દિવસોમાં પેનડાઉન અને માસ સી.એલ.સહિતના કાર્યક્રમો આપી લડત કરવાના હોવાનું જણાવ્યુ હતું સાથે જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

ભરૂચ સિંધવાઈના વિઘ્નહર્તા પંડાલમાં બેઘર વડીલોને મળ્યો દિલથી વિસામો

પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું.

ભરૂચના સિંધવાઇ ગણેશ પંડાલના ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો ભરૂચ ઘરડા ઘરના 30 થી વધુ વૃધ્ધોને મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો. સગાઓ અને સંતાનોએ આ વૃધ્ધોને એક યા બીજા કારણોસર છોડી દીધા છે પણ સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા.

ઘરડા ઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. જેમાં વર્ષો બાદ આ વૃધ્ધો મનભરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન સાથે તેમના ખાનપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી વિભક્ત થતા સમાજ અને માં-બાપ ને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો, કે પરમ સુખ માતા-પિતા, વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે.

વીજળી પડતાં ઝઘડિયાની પેન્ટા ફોર્સ કંપનીમાં ભીષણ આગ

ઝઘડિયામાં ગુરૂવારે સાંજથી ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર સવારી આવી પહોંચવા સાથે આકાશી વીજળી પડવાથી જીઆઇડીસીમાં આવેલી પેન્ટા ફોર્સ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની ભડ ભડ ભડકે બળી હોવાની પહેલી દુર્ઘટના ઝઘડિયા GIDC માંથી સામે આવી છે.

ભરૂચ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ ગુરૂવારે સમી સાંજે ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના ચમકારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોકે ભાદરવાના ગાજવીજ સાથે વરસેલા વરસાદે ઝઘડિયા GIDC માં એક કંપનીને ભડકે બાળી હતી. ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં આકાશી વીજળી પડવાથી કંપની સળગી ઉઠવાની આ પ્રથમ ઘટના સામે આવતા લોકોમાં પણ ભારે અચરજ સર્જાયું છે.

ઝઘડિયા જીઆઇડીસીની પેન્ટાફોર્સ કંપનીમાં વીજળી પડવાથી ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. ભારે પવન સાથે વરસતા વરસાદમાં વિજળી પડવાના કારણે પેન્ટાફોસ નામની કંપનીમાં આગ લાગી હોવાની ઘટનાએ સૌ કોઈને વિચાર વિમર્શ કરતા કરી દીધા છે.

વોચ કરી બેન્કોમાં પૈસા ભરવા આવતા જતા નાગરીકો પાસે પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઝડપાયા

ભરૂચની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા ૧૨ વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી યુપીની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ઝડપી લીધા છે.

બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદેસર હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી. જેના બદલામાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી ૫૦૦૦ થી ૨૫ હજાર લઈ લેતી હતી.

જોકે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પેહલી નોટ જ અસલી જ્યારે નીચે તમામ કાગળ જ મળતા હતા. આવી રીતે આ ગેંગે પાછલા ૧૨ વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 14 સ્થળે બેંકો બહાર તેનો કીમિયો અજમાવ્યો હતો.કુલ ૩૪ લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા અઢી લાખ જેટલા પડાવી લીધા હતા.

ભરૂચ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના પી.એસ.આઈ. વાય.જી.ગઢવીને બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઉભી છે. એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ, શહેર પી.આઈ. આર.એચ.વાળા, પોસઇ એ.એસ.ચૌહાણે સહિત ટીમે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના ૪ અપરાધીઓને ઝડપી લીધા છે.

આ ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નિતેશકુમાર રાધેશ્યામ સોનેકર, રકીબ અહમદખાન ગુર્જર, જેરામસીંગ સુંદરસીંગ પરિહાર તેમજ વીપીનકુમાર લાલપ્રતાપ મિશ્રાની ધરપકડ કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.

મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે જાહેર જનતાના દર્શનાર્થે ખુલ્લુ મુકાયું હતું. ત્યાર બાદ ઇ.સ.૧૮૬૨માં મંદિર અને તેની સાથે સંકડાયેલ તમામ સ્થાવર મિલ્કતોનું ટ્રસ્ટ બનાવી મંદિરનો તમામ વહિવટ ટ્રસ્ટીઓને સોંપાયો હતો.ત્યારથી આ મંદિર બોમ્બે મંદિર ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાઇ અને ટ્રસ્ટીઓ દ્વારા સંચાલીત કરાય છે.

ભરૂચનું આ સિદ્ધિવિનાયક મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની વિષેશતામાં જોઇએ તો મુંબઈ સિદ્ધિ વિનાયક ગણેશજીની જેમ અહીંની મુર્તી પણ જમણી સુંઢની અને તેમની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ વિરાજમાન છે. તેથી તેનું મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર જેટલું જ મહત્વ છે.આ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર દરેક ગણેશ ચતુર્થી, મંગળવારે મોડે સુધી દર્શનાર્થે ખુલ્લુ રખાય છે. અહીં  ભગવાન ગણેશના હજારો ભક્તો અહીં આવી સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્ય બને છે અને ભગવાન ગણેશજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

error: Content is protected !!