The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 55

ભરૂચમાં કરૂણા એમ્બ્યુલન્સના 5 વર્ષ પૂર્ણ,9576 અબોલ પશુઓ માટે સંજીવની

ભરૂચ જિલ્લા ના સિટી એરિયા માટે ની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરૂણા એમ્બ્યુલન્સ 1962. આ સેવા ને આજ રોજ આખા ગુજરાત માં 5 વર્ષ પૂર્ણ થયાં, અને આ 5 વર્ષ માં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુ ઓ ની નિઃશુલ્ક સારવાર કરી 9576 પશુ અને પક્ષી ઓ ના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા.

આ નિમિતે ભરૂચ પશુ દવાખાને  કરૂણા એમ્બ્યુલન્સ ના વેટરનરી ર્ડો નીરવ પટેલ તથા પાયલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડો રવિ રીંકે સાહેબ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી તથા 108 ના સુપરવાઇઝર ઈરફાન દિવાન તથા 108 સ્ટાફ અને તાલુકા ના ગવરમેન્ટ ર્ડો  સાથે રહીને 5 વર્ષ પુરા થયા ની કેક કાપી  ઉજવણી કરવામાં આવી હતી.

આ 5 વર્ષ દરમિયાન ભરૂચ ના સિટી વિસ્તારો માં એનિમલ દીઠ (1) કુતરા-7417 (2) ગાય-1003 (3) બિલાડી-444 (4) કબૂતર-361 (5) મોર-02 અને અન્ય પશુ અને પક્ષી ઓ ની સેવા કરી હતી. આ 5 વર્ષ દરમિયાન ભરૂચ ના સિટી વિસ્તારો માં રોગ દીઠ (1) એકસિડેન્ટ-1481 (2) ઘવાયેલ-1498 (3) ડોગ બાઈટ-533 (4) ડરમિટાઇસ-429 (5) લેમનેસ્-253 (6) ફેક્ચર-555. આ પ્રમાણે ઘણા કેસોમાં અબુલા પશુનો જીવ બચાવવામાં હર હંમેશ કાર્ય કરતી રહેશે

વાગરાના ચાંચવેલ ગામે ઓઇલ ચોરીના કૌભાંડમાં બે ઝડપાયા

ભરૂચ એસઓજીની ટીમે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસી ગંધારની પાઇપમાં ગેરકાયદે રીતે વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસી ગંધારની પાઇપલાઇનમાં ગેરકાયદે વાલ્વ બેસાડી ઓઇલ ચોરીનું કૌભાંડ વર્ષ 2020માં ડિસેમ્બર મહિનામાં ઝડપાયું હતું. એસઓજીની ટીમે ઝડપી પાડેલાં કૌભાંડમાં આરોપીઓ વોન્ટેડ હતાં. દરમિયાનમાં એસઓજીની ટીમે તે પૈકીના બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં આમોદના આછોદ ગામે રહેતો ઇકબાલ નિઝામ પઠાણ તેના સાગરિત ઇમ્તિયાઝ એહમદ દેડકો પટેલે વડોદરાના ભાયલી ખાતે રહેતાં અને ઓએનજીસીની પાઇપલાઇનોમાં ભંગાણ પાડી વાલ્વ બેસાડવાના માસ્ટર માઇન્ડ એવા વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલની મદદથી કારસાને અંજામ આપ્યો હોવાની માહિતી સાંપડી હતી.

પોલીસે તેમના વિરૂદ્ધમાં વાગરા પોલીસ મથકે આઇપીસી 379,120બી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 તેમજ પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટની કલમ 15(1) તથા 15 હેઠળ ગુનો નોંધ્યો હતો. ટીમે તેમને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યાં હતાં.

જોકે, તેઓ પોલીસને બે વર્ષથી ચકમો આપી રહ્યાં હતાં. દરમિયાનમાં એસઓજી પીઆઇ એ. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ પાલેજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેવેળાં કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી પૈકીના ઇકબાલખાન તેમજ વિજય પાલેજ વિસ્તારમાંથી પસાર થવાને જેને પગલે તેમણે વોચ ગોઠવી બન્નેને ઝડપી પાડ્યાં હતાં.

ભરૂચ દશાલાડ મિત્ર મંડળ દ્વારા યોજાયો નવચંડી અને મહાઆરતી કાર્યક્રમ

ભરૂચ દશાલાડ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ જૂના ભરૂચ સ્થીત દશાલાડની વાડી ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સાથે નવચંડી પણ યોજાયો હતો. આ નવચંડીમાં દશાલાડ જ્ઞાતીના ૩ યુગલોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

વિજયા દશમી બુધવાર તા.૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮ કલાકથી નવચંડી યજ્ઞ શરૂ કરી સાંજે ૫ કલાકે આ યજ્ઞની પુર્ણાહૂતિ કરાઇ હતી. ત્યારબાદ માતાજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરતી બાદ ઉપસ્થીત જ્ઞાતીજનો ડી.જે. ના સથવારે મનમુકી ગરબે ઘુમ્યા હતા. જે બાદ મહાપ્રસાદી યોજાઇ હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દશાલાડ મિત્ર મંડળના ચૈતન્ય શાહ,દિવ્યા શાહ,ચંન્દ્રેશ શાહ,પ્રવિણાબેન શાહ,કુંજબિહારી દલાલ,દેવલ ગાંધી,ભારતીબેન શાહ,વર્ષાબેન ભોગીએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે દશાલાડ જ્ઞાતિના જ મિત્રો દ્વારા એક ગૃપ બનાવી આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજયા દશમીએ જ્ઞાતીજનો એકત્રીત થઈ માતાજીની કૃપા મેળવે તે છે. આ કાર્યક્રમ માટે કોઇની પાસે કોઇ પણ જાતનો ફાળો ઉધરાવાતો નથી માત્ર અને માત્ર સ્વેછીક દાનની રકમ માંથી મહાઆરતી અને મહાપ્રસાદી યોજવામાં આવે છે.

નવરાત્રી પૂર્ણ થતા ભરૂચમાં ભકતો દ્વારા જવારાને અપાઇ ભાવભિનિ વિદાય

  • વિવિધ ભક્તો-ભૂવાઓ દ્વારા નવ દિવસની આરાધના બાદ વાજતેગાજતે માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વિસર્જિત કરાયા.

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ તેમજ ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીમાં માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ભક્તિભાવ પૂર્વક આરાધના બાદ માતાજી સ્વરૂપ જવારાને વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી નર્મદા જળમાં વસર્જિત કરવામાં આવ્યા હતા.

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની પૂર્ણાહૂતિ થતાં જ શક્તિના ઉપાસકઓ દ્વારા પોતાની આરાદ્ય દેવીની પૂજા-અર્ચના બાદ નવમાં દિવસે વિદાય આપવામાં આવી હતી. ખરા અર્થમાં નવરાત્રી એટલે દૈવિ શક્તિનો આસુરી શક્તિ પર વિજયનો પર્વ એટલે માં જગદંબા કે જેને જગતજનની કહેવાય છે તેની આરધના નો પર્વ.નવ દિવસ માતાજીની ઉપાસના કરી માઇ ભક્તો માતાજીના ગરબા ઘૂમી માતાજીને મનાવવાના પ્રયત્નો આદરે છે.

નવ દિવસ બાદ માતાજીના જવારા સ્વરૂપને એક ટોપલામાં મુકી ઢોલ-નગારાના નાંદ સાથે શોભાયાત્રા કાઢી તેને નર્મદા જળમાં વિસર્જીત કરવામાં આવે છે.ભરૂચ શહેરમાં જવારા ની શોભાયાત્રામાં વિવિધ માતાજીના ભૂવાઓ દ્વારા તલવાર વડે લીંબુના ફાડચા કરી આગામી વર્ષ કેવું જશેની આગાહી,સંસારમાં રહેલ વ્યાધિ,રોગ દૂર થાય તેવી પ્રાર્થના  વિગેરે કરતા જોવા મળે છે.તો કેટલાકના શરીરમાં માતાજી આવ્યે આખી શોભાયાત્રા દરમિયાન જવારાની આગળ ધૂણતા અને માતાજીના ગરબે રમતા જોવા મળ્યા હતા.

ભરૂચ વંદેમાતરમ ગરબા મહોત્સવ વેજલપુરમાં અંતિમ દિને માનવમહેરામણ ઉમટ્યું

ભરૂચના અંબાજી ગ્રુપ દ્વારા આયોજીત વંદેમાતરમ ગરબા મહોત્સવ વેજલપુર ખાતે નવરાત્રના નવમાં દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું.

અંબાજી ગૃપ વેજલપુર ખાતે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં ગુજરાતની શેરીઓમાં ગવાતા શેરી ગરબાઓમાં સૌથી મોટા શેરી ગરબા આયોજીત કરાય છે. શિસ્તબદ્ધ અને ટ્રેડીશન ડ્રેસમાં મોડે સુધી અહીં માતાજીની આરધના સાથે ગરબે ઘુમવામાં યુવાધન હિલોળે ચઢતું જોવા મળે છે. અહીં કોઇ પણ નાતજાતના ભેદ કે પાસ સિસ્ટમને અવકાશ ના હોય પ્રતિવર્ષ હકડેઠઠ માનવ મહેરામણ ઉમટે છે.આયોજકો દ્વારા અંબાજી પગપાળા યાત્રા,શેરી ગરબા સહિતના વિવિધ સમાજપયોગી કાર્યો કરવામાં આવે છે. નવરાત્રીના નવમા નોરતે નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુસ્યંત પટેલે વિશેષ હાજરી આપી ખેલૈયાઓનું જોશ વધારતા અંબાજી ગૃપ વેજપલુર દ્વારા તેમને સન્માનીત કરાયા હતા.

ઝઘડિયા મુકામે કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે મીશન શાળામાં કાનુની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનુની સેવા સમિતિ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં શાળાના બાળકોને  જરુરી કાનુની જાણકારીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૯ (ક) કે જે રાજ્ય નિતીના માર્ગદર્શક સિધ્ધાંતોના પ્રકરણમાં સમાવિષ્ટ છે તેમાં ઠેરવેલ છેકે સમાન તકના ધોરણે અને સુયોગ્ય મફત કાનુની સહાય અથવા યોજના અન્ય કોઇ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી અક્ષમતાઓના કારણે તેઓ ન્યાયથી વંચિત ના રહે.

આ ઉદ્દેશ સિધ્ધ કરવા માટે લિગલ સર્વિસિસ ઓથોરિટી એક્ટ ૧૯૮૭ ભારતીય સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ છે, અને તે કાયદા મુજબ જરુરતમંદ લોકોને મફત અને સક્ષમ કાનુની સહાય મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. આ બાબતે લોકોને પોતાના હક્કોની જાણકારી મળે તે અંગે કાયદાકીય જાગૃતતા લાવવાનું કામ રાજ્ય તેમજ જીલ્લા સ્તરે કાનુની સેવા સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે. ઝઘડિયા મુકામે યોજાયેલ કાર્યક્રમમાં કાયદા તજજ્ઞો દ્વારા બાળકોને રક્ષણના કાયદા(પોક્સો) સંબંધી કાનુની જાણકારી આપવામાં આવી. પોક્સો અધિનિયમ બાળકોને જાતિય હુમલા, જાતિય સતામણી અને અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓ સંબંધે ઇન્સાફી  કાર્યવાહી ચલાવવા માટે વિશિષ્ટ અદાલતોને પ્રસ્થાપિત કરવા અને આવી બાબતો સાથે સંબંધિત અથવા સંલગ્ન ઘટના અંગેની જોગવાઇ કરે છે.

આયોજિત કાર્યક્રમમાં પોક્સોના કાયદા અંતર્ગત બાળકોને રક્ષણ પુરુ પાડવા સંબંધી જાણકારી આપવામાં આવી હતી.ઉપરાંત પોક્સો કાયદા નીચે ભોગ બનનારને મળતા અધિકારો તેમજ પોક્સોની ઇન્સાફી કાર્યવાહી સંબંધી અગત્યના મુદ્દાઓ તેમજ આવા ગુનાના આરોપીઓને માટે જે કડક સજાની જોગવાઇ છે તે  સંબંધી જાણકારી પણ આપવામાં આવી હતી.

  • રિપોર્ટર : વિનોદ વસાવા,ન્યુઝલાઇન, ઝઘડીયા

ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના પોલીસ હેડ ક્વાટર ખાતે પણ દશેરાની ઉજવણી કરાઈ હતી. જેમાં શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની પુર્ણાહુતી સાથે જ આજે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો ત્યારે અસત્ય પર સત્યના વિજયના આ પર્વનું ઘણું જ મહત્વ રહેલું છે. આજના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે. ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું.

તવરાના મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ કરાયું નર્મદાનિર માં વિસર્જન

ભરૂચના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ જવારા નું માં નમદા ના નિર માં વિસર્જન કરવામાં આવે છે. ગામના મંદિરો માં સ્થપાયેલા 25 થી  વધુ જવરાનુ આજે પાંચ દેવી મંદિર એકત્ર થઈ ત્યાંયર બાદ માં નર્મદા નદી ના નિર માં વિસર્જન કરવામાં આવ્યું હતું.

જુના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવાનોને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ આહીર સમાજ દ્વારા જવારા ની ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. અને ત્યારબાદ જવારાઓનું વિસર્જન પવિત્ર નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું.

આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રી ના  પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે. જેનું નવ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના પત આંગણ મા ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે દશેરાના દિવસે માતાજીના જવારા ધામધૂમથી ઢોલ નગારા ના તાલે નર્મદા નદીમાં જવારા નું વિસર્જન કરવામાં આવે છે.જે યાત્રામાં આખું ગામ જોડાતું હોય છે.

ગામ ના તમામ મંદિરો ના  જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ નર્મદા નદીમાં જવારા નું  વિસર્જન કરવામાં આવતું હોય છે. આ ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય છે.પેઢીઓથી ઉજવાતા આ ઉત્સવમાં જિલ્લાભરમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જુના તવરા  ગામના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગરબા રમતા વધુ એક યુવાન મોતને ભેટ્યો,પુત્રના મોતના સમાચાર સાંભળી પિતાનું પણ હાર્ટ એટેકથી નિધન

હાલ લોકોમાં નવરાત્રીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. એવામાં પણ બે વર્ષ પછી નવરાત્રી થઈ હોવાને કારણે લોકો મન મુકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ગરબે રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હોય અને મોત થયુ હોય એવા બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ આવા જ વધુ એક બનાવના સમાચાર મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર વિરારમા મનીષભાઈ નરપજીબાઈ સોનગરા (35) નામના યુવાનનું ગરબા રમતા રમતા પડી જવાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. ગરબા દરમિયાન નીચે પડી જતા મનીષભાઈને તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા મનીષભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મનીષભાઈને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, તે દરમિયાન તેમના પિતા નરપજી સોનેગરા (66) પણ સાથે હતા. પછી જયારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે, મનીષભાઈનું મૃત્યુ નીપજ્યું છે. આ વાત સાંભળતાની સાથે જ તેઓને પણ આઘાત લાગ્યો હતો. આ આઘાત સહન ન કરી શકતા મનીષભાઈના પિતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. જેને પગલે તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ એક જ સાથે પિતા પુત્રના મોત થતા પરિવાર માથે આભ તૂટી પડ્યો હતો.

ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં લટાર મારતી તસ્કર ટોળકી સીસીટીવીમાં થઇ કેદ

ભરૂચ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં દહેજ માર્ગ પર આવેલ સમીમ પાર્ક અને આદિલ બંગલોઝ જેવા વિસ્તારોમાં બુકાની અને ચડ્ડીધારી એક તસ્કર ટોળકી ત્રાટકી હોવાના દ્રષ્યો સોસાયટીના સી.સી.ટીવી. ફૂટેજ્માં સામે આવતા રહેવાસીઓમાં ભય ફેલાયો છે.

પશ્ચિમ વિસ્તારની સોસાયટીમાં બિન્દાસ અંદાજ માં લટાર મારતી અને હાથમાં લાકડા ના સપાટા જેવા મારક વસ્તુઓ લઇ ફરતી ગેંગ ની કરતૂતો સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરાઇ છે કે કેમ તેમજ કેટલી ચોરી થઈ તે વિગતો સાંપડી નથી પરંતુ આ સીસીટીવી દ્રષ્યો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ચર્ચાનું જરૂર કેન્દ્ર બન્યા છે.

error: Content is protected !!