The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 44

ભરૂચ જિલ્લા અંધજન મંડળના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

ભરૂચ જિલ્લા અંધજન મંડળના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા દિલ્હી જવા રવાના થયા હતા. ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખિલાડીઓ ભાગ લઇ શકે તે માટે દિલ્હી ઇન્ડિયન બલાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાયું હતું.

જેમાં પ્રથમવાર ભરૂચ જિલ્લાના 7 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ 100 મીટર , 200 મીટર , 400 મીટર , 1000 મીટર દોડ, ગોળાફેક , લાંબીકુદ , બરછીફેક વગેરે જેવી રમતો રમવા જઈ રહ્યા છે. જિલ્લા પ્રમુખ ખુમાનસિંહ વાસીયા સહિતે આજે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે ભરૂચ થી દિલ્હી રવાના થયેલા પ્રજ્ઞાચક્ષુ 4 ભાઈઓ અને 3 બહેનોને શુભેચ્છા પાઠવી હતી.

સામાન્ય બસમાં ‘કમલમ’ પહોચ્યા ભાજપ ઉમેદવાર- જાણો કોણ?

ગઈકાલે કમલમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીના નામની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે અંતર્ગત દરેક ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખૂણે ખૂણેથી 156 ઉમેદવારોને બેઠકમાં હાજર રહેવા સવારના 10:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. દરેક ભાજપના હોદ્દેદારો તેની મોંઘી દાટ ગાડીઓ લઈને કમલમ આવવા લાગ્યા હતા, તેઓ વચ્ચે એક હોદ્દેદાર એવા હતા જેવો પોતે બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા.

કડી વિધાનસભા પર કરસન સોલંકીએ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આમ તો જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ છે. છતાં સામાન્ય માણસની જેમ રહેવાનું વધારે પસંદ કરે છે. કોઈપણ જગ્યાએ જવું હોય તો બસ અથવા ચાલતા જવાનું પસંદ કરે છે.

એક બાજુ 155 ઉમેદવારો પોતાની મોંઘી દાટ ગાડીઓ સાથે કમલમ પહોંચ્યા હતા, ત્યારે 65 વર્ષીય કરસનભાઈ સોલંકી બસમાં મુસાફરી કરી કમલમ પહોંચ્યા હતા. કમલમ ચાલીને આવનારા કરસન સોલંકી ખૂબ જ સાદા પહેરવેશમાં હતા. પહેલી નજરે કોઈ પણ ન કહી શકે કે આ વિજેતા ઉમેદવાર હશે. પરંતુ કરસનભાઈની સાદગીએ દરેક ગુજરાતીઓના દિલ જીતી લીધા છે.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ફ્રી આઇ ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ તાલુકાના જુના તવરા  ગામે ધ્યાની ધામ આશ્રમ નિકોરા તથા સમસ્ત જુના તવરા ગામ જનો દ્વારા આયોજિત આંખોનો ફ્રી કેમ્પ યોજાયો હતો.

જુના તવરા ગામે ઝેડ .જે. પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ માં તારીખ 11 ડિસેમ્બરને રવિવારના રોજ આંખોના કેમ્પનું આયોજન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયા ઝામર પાંપણના રોગો ચશ્માના નંબર કીકીના રોગો પડદાના રોગો કે તેની તપાસ કરી આપવામાં આવી હતી.

કેમ્પમાં તવરા ગામના 300 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો તથા જેમાં 50થી વધારે મોતિયાના દર્દીઓ અને 20 જેટલા વેલના રોગોના દર્દીઓ, આમ કુલ મળી 70 જેટલા દર્દીઓને ઓપરેશનમાં આનંદી આશ્રમ દ્વારા તેઓનું ઓપરેશન નિકોરા આનંદિ માં મેડિકલ સેન્ટ્રરમાં ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં તવરા ગામના ગામ લોકોના અથાક પ્રયાસોથી લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો.

ભરૂચમાં સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર દર વર્ષની જેમ સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમસ્ત હિંદુ સમાજ માટે વૈદિક પદ્ધતિથી સમૂહ લગ્નોત્સવ રવિવારે યોજાયો હતો.

સમસ્ત હિંદુ સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 નવયુગલોએ વૈદિક પદ્ધતિથી સંતો, મહંતો તેમજ દરેક સમાજના મહાનુભવોની ઉપસ્થતિમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

જેમાં ઉપસ્થિત સૌ કોઈએ સમસ્ત હિન્દૂ સમાજ માટે મોંઘવારીમાં સામાજિક સંદેશ સમાન આ સમૂહ લગ્નોત્સવને આવકારી નવયુગલોને આશીર્વાદ સાથે દાતાઓ તરફથી કન્યા દાનની સરવાણી પણ કરાઈ હતી.

આ સમૂહ લગ્નોત્સવમાં ટ્રસ્ટના મુકતાનંદ સ્વામી, દીપિકાબેન શાહ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, શંકર ગાંધી, લોકેશાનંદજી, રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહા, કૌશલ પટેલ સહિતના મહાનુભવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભરૂચ નર્મદા બ્રિજ નીચેથી ૮ જુગારી ઝડપાયા

ભરૂચના નર્મદા બ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલે જુગાર રમતા 8 જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસે સ્થળ પરથી જ રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચના નર્મદા બ્રિજ નીચે ખુલ્લામાં લીમડી ચોક કુંભારિયા ઢોળાવમાં રહેતો જુગારી ફિરોઝખાન કાસમખાન પઠાણ અન્ય માણસો રાખી વરલી મટકાનો જુગારધામ ચલાવે છે. તે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો તેમજ 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર ફિરોઝ પઠાણ, સમીર યાસીન દિવાન, હિનલકુમાર લલિત પટેલ અને શહેઝાદ અકીલ પઠાણ, અનિલ વસાવા સહિત આઠ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

સીનીયર સીટીઝન સાથે થયેલ ઓનલાઇન છેતરપીંડીમાં નાણાં પરત અપાવતી ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ સાહેબ ભરૂચ ડીવીઝન ભરૂચ નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે. હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.

આ બનાવોમાં એકલા રહેતા સીનીયર સીટીઝન અરજદારના બેંક ખાતામાં પોતાના જીવન નિર્વાહ માટે મળતા પેન્શનની રકમમાંથી કૂલ રૂ. ૩,૭૭,૦૦૦/- ઓનલાઇન ટ્રાન્સ્કર થઇ ગયેલ હતા. જેમા અરજદાર દ્વારા તાત્કાલીક ભરૂચ સાયબર પો.સ્ટે.નો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ કરી ઓનલાઇન નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારના કૂલ રૂ. ૩,૨૯,૦૦૦/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપતા અરજદારનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ કામગીરીથી સંતોષ અનુભવી ધન્યવાદ આપ્યા હતા.

૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સની સારવાર થકી ગાયને મળ્યું નવું જીવન

ગત તારીખ 6-12-22 ના રોજ સમય બપોરે 1:15 વાગે અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ નૉ કેસ હતો જેમાં એક ગાય માતા નૉ પ્રોલેપ્સ (દેહ ખસી જવું) એવુ કહેવાય, ગામ ના લોકો એ ગાય ને પોતાના ઘર પાસે આસરો આપી અને 1962 ને કોલ કર્યો.

1962 એનિમલ એમ્બ્યુલન્સ વાયુ વેગે ભડકોદ્રા ગામમાં પોંહચી જઈ ઘટના સ્થળે પશુ ચિકિત્સક ર્ડો નીરવ પટેલ સાથે પાયલોટ હિંમતસિંહ ચૌહાણ ની મેહનત રંગ લાવી.જેમાં ર્ડો નીરવ પટેલ ની સૂઝ બુઝ ને કારણે ગાયનો દેહ પાછો તેના માં મૂકી દીધી અને ગાય નૉ અમૂલ્ય જીવ બચાવી ને નવું જીવનદાન આપ્યું હતું.કરૂણા એમ્બ્યુલન્સને કારણે અત્યાર સુધી માં 10021 થી પણ વધુ પશુ-પક્ષી ઓના જીવ બચાવ્યા.

ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે દત્તજયંતિ ઉજવાઇ

જૂના ભરૂચમાં નવાદહેરા સ્થીત દત્તમંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દબદબાભેર દત્તજયંતિની ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી કરવામાં આવી.

ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બર, બુધવારના રોજ છે. માન્યતા અનુસાર તે માગશર સુદ પૂનમનો જ દિવસ હતો કે જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું. અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે.ગુરુ દત્તની પૂજા કરવાથી વ્યક્તિ આંતરિક અને બાહ્ય, બંન્ને રીતે હકારાત્મક ઊર્જાની અનુભૂતિ કરે છે. તેના પર કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા અસર કરી જ નથી શકતી

સમગ્ર દેશમાં દત્ત જયંતિનું ઘણું મહત્વ છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું મહત્વ ઘણું વધારે છે કારણ કે ત્યાં ઘણા લોકો દત્ત સંપ્રદાય સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે, તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે.એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે.દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદભવ થયો.

નર્મદા કોલેજની બે વિદ્યાર્થિનીની યુનિવર્સિટીની ફાઇનલ 15 વુમન્સ ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી

ભરૂચની નર્મદા કોલેજની બે વિદ્યાર્થિની ખુશી અને મીરાલી VNSGUની યુનિવર્સિટી વુમન્સ ક્રિકેટ ટીમમાં 100 કોલેજની વિદ્યાર્થિનીઓને માત આપી ફાઇનલ 15માં સિલેક્ટ થઈ છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે રવિવારે યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શન યોજાયું હતું. જેમાં સાઉથ ગુજરાતની 100 કોલેજની વિદ્યાર્થિનીઓ સિલેક્શનમાં ઉમટી પડી હતી.પર્ફોર્મન્સ અને સ્કીલના આધારે ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની બે વિદ્યાર્થિનીઓની ફાઇનલ 15 યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે.

ભરૂચની નર્મદા કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસર ડો. કે.એસ. ચૌહાણે આ ગર્વની વાત ગણાવી હતી. પસંદગી પામેલી ખુશી મારવાડી ભરૂચ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્લેયર છે. જે વિકેટ કીપર, બોલર અને બેટર છે. જ્યારે મીરાલી ભાડજા પેસ બોલર છે. બન્નેવ વિદ્યાર્થિનીઓ બી.કોમ. માં અભ્યાસ કરે છે. હવે તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમ વતી ભુવનેશ્વરમાં યોજાનાર ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની રમત પ્રદર્શિત કરશે.

આમોદ સરભાણ રોડ ઉપર ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું !

આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તેમજ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ ખોલી જવા પામી હતી. તેમજ ગાબડાંને કારણે નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું.અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તો બીજી તરફ દલસુખભાઈ વસાવાના ૧૧  એકરના ખેતરમાં નહેરનું પાણી ફરી વળતા ઘઉંના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં આજ નહેરના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં કપાસના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતે નુકશાન ભરપાઈ કરવા ૧૧ એકર ખેતરમાં શિયાળામાં ઘઉંનો પાક લીધો હતો પરંતુ જેવી વાવણી કરી કે નહેરમાં ગાબડું પડતા નહેરનું પાણી ઘઉંના ખેતરમાં ફરી વળ્યું હતું.જેથી ખેડૂતે બીજી વખત નુકશાન વેઠવું પડ્યું હતું.

  • રીપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ
error: Content is protected !!