The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 2

ભરૂચમાં બાદલપુર ખાડી પર બ્રીજની કામગીરીને પગલે આમોદ-મુલેર રોડ 90 દિવસ માટે બંધ

ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આમોદ-દહેજ-મુલેર રોડ પર બાદલપુર ખાડી પર નવા બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી, ચાંચવેલથી મુલેર સુધીનો માર્ગ 2 એપ્રિલ 2026થી 90 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઇ.ચા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. ભારે વાહનો માટે ચાંચવેલ-બદલપુરા-ઓચ્છણ-મુલેર થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને તંત્ર દ્વારા વાહનચાલકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ 26મીના રોજ ચૂંટણી યોજાશે. બુધવારના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. આ પહેલાં સવારથી રાજયભરમાં ભાજપ તરફથી ઉમેદવારો નકકી કરવા નિરિક્ષકો દરેક જિલ્લામાં પહોંચ્યાં હતાં.ભરૂચ જિલ્લામાં ભાજપના 2 હજાર કરતાં વધારે કાર્યકરોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. સ્ટેશન રોડ પર આવેલી હોટલમાં પ્રદેશમાંથી આવેલાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારે ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહી હાથધરી હતી.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારેનિરિક્ષકોએ ચૂંટણી લડવા માગતા દાવેદારોને તમારે ચૂંટણી કેમ લડવી છે અને જીત્યા પછી શું કરવા માગો છો સહિતના સવાલો પૂછયાં હતાં.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પેનલમાંથી નામોની પસંદગી કરી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25 હજાર જેટલા વાહનચાલકોને ટોલટેકસનું વધારાનું 5 થી 10 રૂપિયાનું ભારણ આવશે. મુંબઇ અને દિલ્હીને જોડતાં નેશનલ હાઇવે પર મુલદ પાસે ટોલપ્લાઝા આવેલું છે અને ત્યાં વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવે છે.

ટોલનાકાનું સંચાલન કરતી કંપનીએ ટોલમાં વધારો કરવા સંદર્ભમાં નેશનલ હાઇવે ઓથોરીટીમાં દરખાસ્ત કરી હતી. નવા ટોલ દરોમાં કાર, જીપ અને વાન સહિતના લાઇટ મોટર વ્હીકલ કેટેગરીમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. બસ, ટ્રક, ડબલ એકસેલ, ત્રિપલ એકસેલ અને હેવી વ્હિકલના ટોલ ટેકસમાં વધારો કરવામાં આવ્યો છે.
જો કે કાર, જીપ અને વાનનો માસિક પાસના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવ્યાં છે. પહેલી એપ્રિલથી ટોલના નવા દર અમલમાં આવી ચુકયાં છે. નેશનલ હાઇવે -48 પરથી રોજના 25 હજાર જેટલા નાના- મોટા વાહનો પસાર થાય છે જેના માટે આ ભાવવધારો લાગુ પડશે

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. બારમાની વિધિ માટે ગામના સ્મશાન પાસે વિધિમાં ભાગ લેવા ગયેલા વ્યક્તિ પર આ હુમલો કરવામાં આવ્યો હતો.પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે બે હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજીભાઈ વસાવા ગામના અર્જુન વસાવાના પરિવારમાં થયેલા મરણની બારમાની વિધિ માટે ગામના અન્ય લોકો સાથે સ્મશાન પાસે ગયા હતા. દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવા ત્યાં આવ્યા હતા. આરોપીઓએ રમણભાઈ પર હસમુખના દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધને ઉજાગર કરવા અને અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી.બોલાચાલી ઉગ્ર બનતા મામા-ભાણેજે કમરના ભાગેથી ચપ્પુ કાઢી રમણભાઈ તરફ દોડ્યા હતા. રમણભાઈ પોતાના ઘર તરફ ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા ગણેશ વસાવા અને પ્રદ્યુમ્ન વસાવાએ તેમને રોક્યા હતા.
ગણેશ અને પ્રદ્યુમ્ને રમણભાઈને હાથમાં પહેરેલા કડા વડે માર માર્યો હતો, જ્યારે હસમુખ વસાવાએ કમરના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. આરોપીઓએ રમણભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલામાં ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી.
આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે મોબાઇલ ચોરીની ઘટના!

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ચોરીની ઘટના સામે આવી છે. અંકલેશ્વરમાં રહેતી શિક્ષિકા ગીતાબેન કમલેશભાઈ પટેલનો મોબાઇલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવાયો હોવાનો બનાવ નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, ગીતાબેન પટેલ તા. 15 માર્ચ 2026ના રોજ વહેલી સવારે અંકલેશ્વરથી વડોદરા જવા માટે રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. સવારે અંદાજે 6:40 વાગ્યે ટ્રેન નં. 19033 ગુજરાત ક્વીન એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેઓ જનરલ ડબ્બામાં ચડતી વખતે ભારે ભીડનો સામનો કરવો પડ્યો હતો.
ટ્રેન શરૂ થયા બાદ જ્યારે તેમણે પોતાના પર્સમાંથી મોબાઇલ કાઢવા પ્રયાસ કર્યો ત્યારે મોબાઇલ મળ્યો નહોતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોરે તેમનો સેમસંગ કંપનીનો M32 મોડેલનો અંદાજે ₹13,000 કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.
આ બનાવ અંગે ગીતાબેન પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રેલ્વે સ્ટેશન જેવા વ્યસ્ત સ્થળોએ વધતી ચોરીની ઘટનાઓને લઈ મુસાફરોમાં ચિંતા વ્યાપી છે.

વાગરાની સાયખા GIDCમાં પશુપાલકો માટે ગૂઢ જાહેરનામું!પશુ ચરાવવા પર પ્રતિબંધ?

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDC વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લાગેલા રહસ્યમય હોર્ડિંગ્સે સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોમાં ભારે ઉત્તેજના અને મડાગાંઠ ઉભી કરી છે. સાયખા GIDC વિસ્તાર અને તેની આસપાસના પશુપાલકોને સંબોધીને લગાવવામાં આવેલા આ મોટા હોર્ડિંગ્સમાં પશુ ચરાવવા તેમજ પશુપાલન સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર કડક શબ્દોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ હોર્ડિંગ્સ ખાસ કરીને સાયખા GIDC માં આવેલ APL કંપનીના ગેટ બહાર, ભેરસમ ચોકડી તેમજ અન્ય મુખ્ય માર્ગો પર લગાડવામાં આવ્યા છે, જે આવતા-જતા લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યા છે.

હોર્ડિંગ્સમાં જણાવવામાં આવ્યું છે કે સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને હેવી એન્જિનિયરિંગ જેવા જોખમી ઉદ્યોગો કાર્યરત હોવાથી પશુઓ માટે આ વિસ્તાર સુરક્ષિત નથી. જો પશુપાલકો આ સૂચનાનું ઉલ્લંઘન કરી પશુ ચરાવશે અને તે દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ બનશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પશુપાલકની રહેશે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ લખાણમાં સ્પષ્ટપણે ચીમકી આપવામાં આવી છે કે આવી કોઈ પણ ઘટનામાં GIDC નિગમ, ઉદ્યોગ એકમો કે તેના કોઈ પણ અધિકારીની કોઈ જ વ્યક્તિગત કે કાયદેસરની જવાબદારી રહેશે નહીં.

જોકે, આ આખા મામલે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આટલું કડક લખાણ અને ગંભીર સૂચનાઓ હોવા છતાં, આ જાહેરનામું બહાર પાડનાર સત્તાધિકારી કે સંસ્થાનું નામ હોર્ડિંગ પર ક્યાંય પણ ઉલ્લેખિત નથી. સામાન્ય રીતે કોઈ પણ સરકારી કે અર્ધ-સરકારી જાહેરનામામાં જે-તે વિભાગ કે અધિકારીની મહોર અથવા નામ હોય છે, પરંતુ અહીં તેની ગેરહાજરી અનેક સવાલો ઉભા કરી રહી છે. શું આ હોર્ડિંગ્સ GIDC તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે કે પછી કોઈ ખાનગી કંપનીએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ રસ્તો અપનાવ્યો છે? તે અત્યારે એક મોટો યક્ષપ્રશ્ન છે. સ્થાનિક પશુપાલકોમાં આ બાબતે રોષ અને મુંઝવણ જોવા મળી રહી છે, કારણ કે વર્ષોથી આ પંથકમાં પશુઓ ખુલ્લેઆમ ચરતા જોવા મળે છે. ત્યારે અચાનક અનામી રીતે લાગેલા આ પ્રતિબંધાત્મક બોર્ડ કોના ઈશારે અને કયા કાયદા હેઠળ લગાવવામાં આવ્યા છે, તેની તપાસ થવી જરૂરી બની છે. હાલ તો આ વિસ્તારમાં આ બિનવારસી જાહેરનામાને લીધે પશુપાલકો અને ઉદ્યોગો વચ્ચેના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે.

સાયખા GIDC વિસ્તારમાં લાગેલા આ હોર્ડિંગ્સ માત્ર સૂચના નથી, પરંતુ તંત્રની અસ્પષ્ટ નીતિઓનો પુરાવો પણ છે. સૌથી ગંભીર અને ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ઔદ્યોગિક વસાહતની સીમાઓ રહેણાંક વિસ્તારોને બિલકુલ અડીને આવેલી છે, જ્યાં દાયકાઓથી પશુપાલન એ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. આટલું જ નહીં, ખુદ GIDCની હદમાં જ કેટલીક જગ્યાએ હજુ પણ ખેતીવાડી થઈ રહી છે, ત્યારે પશુ ચરાવવા પર પ્રતિબંધનું આ બોર્ડ વાસ્તવમાં શું કહેવા માંગે છે તે સ્થાનિકો માટે એક વણઉકેલ્યો કોયડો બની ગયો છે. જો આ વિસ્તાર પશુઓ માટે જોખમી હોય, તો ત્યાં અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં વસતા માનવ સમુદાય અને ખેતરોમાં ઉભા પાક પર થતી અસરો માટે જવાબદાર કોણ? રહેણાંક અને ખેતીની જમીન વચ્ચે આવા કડક શબ્દોમાં લાદવામાં આવેલો પ્રતિબંધ શું ઉદ્યોગપતિઓને રક્ષણ આપવા માટે છે કે પછી સ્થાનિકોને તેમની જ જમીન પર પરાયા કરવા માટેનો પેંતરો? કોઈપણ સત્તાવાર સહી-સિક્કા વગરનું આ બોર્ડ તંત્રની જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિ પ્રત્યેની તેમની અજ્ઞાનતાને છતી કરે છે.

વાગરાના ભેરસમ ગામના મંદિર પાસે ચાલુ મોપેડમાં અચાનક લાગી આગ!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. વધતા તાપમાનના કારણે સૂકું વાતાવરણ અને ટેકનિકલ ખામીઓ અગ્નિકાંડનું કારણ બની રહી છે. હજુ બે દિવસ પહેલા જ વહિયાલ નજીક પસાર થતી પાઇપલાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભેરસમ પાસે મોપેડ સળગી જવાની ઘટનાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ગરમીના કારણે વાહનો અને ઇન્ડસ્ટ્રિયલ લાઈનોમાં ઘર્ષણ કે શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જતી હોય જેથી તકેદારી રાખવી અનિવાર્ય બની છે.


વાગરા તાલુકાના ભેરસમ ગામ પાસે આજે એકાએક ચાલુ મોપેડમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ભેરસમ ગામના મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક મોપેડ સવારના વાહનમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખું મોપેડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.​ઘટના સમયે હાજર લોકો અને વાહન ચાલકે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું રૌદ્ર સ્વરૂપ એટલું હતું કે થોડી જ ક્ષણોમાં મોપેડ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું હતું. સદ્દનસીબે, આગ લાગવાની જાણ થતા જ ચાલક સમયસૂચકતા વાપરી મોપેડ પરથી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. મંદિર જેવા ગીચ વિસ્તાર પાસે આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી હતી, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત માતૃ-પિતૃ પૂજનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા વેજલપુર-નયનાચોક વિસ્તારમાં તાજેતરમાં ભક્તિ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અખિલ વિશ્વ સ્વાધ્યાય પરિવાર માટે વર્ષ 2026 ‘ચિત્ર – પાવન- પર્વ’ તરીકે ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી (દાદા) દ્વારા સ્થાપિત ‘શ્રીમદ ભાગવદ ગીતા પાઠશાળા’ અને પૂજ્ય નિર્મલાતાઈના જન્મના 100 વર્ષ પૂર્ણ થતા આ શતાબ્દી પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
આ પાવન અવસરે ભરૂચના નયનાચોક ખાતે સ્વાધ્યાય પરિવાર અને નયનાચોક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે માતૃ-પિતૃ પૂજનનો એક અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં આશરે 51 જેટલા સંતાનોએ શાસ્ત્રોક્ત પદ્ધતિથી પોતાના માતા-પિતાનું પૂજન-અર્ચન કર્યું હતું, જેમાં સંતાનોએ માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવતા વાતાવરણ અત્યંત ભાવવિભોર બની ગયું હતું.

ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને સાક્ષાત્ દેવતુલ્ય અને પ્રથમ ગુરુ માનવામાં આવે છે, તે ઉમદા ભાવના આ કાર્યક્રમ દ્વારા ચરિતાર્થ થતી જણાઈ હતી. બાળકોના હૃદયમાં નાનપણથી જ આવા સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે.
નયનાચોક યુવક મંડળ દ્વારા આ વિસ્તારમાં સમયાનંતરે આવા પ્રેરણાદાયી આયોજનો કરીને સમાજને સંગઠિત રાખવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. સમાજની એ નૈતિક ફરજ છે,આવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થઈ નવી પેઢીને યોગ્ય દિશા બતાવે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાધ્યાય પરિવારના પ્રકાશભાઈ મિસ્ત્રી સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા રહે છે. નયનાચોક યુવક મંડળના ઉત્સાહી સભ્યોએ દિવસ-રાત જહેમત ઉઠાવી આ આખા આયોજનને યાદગાર બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોના આંખમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા, જે સાબિત કરે છે કે આધુનિક યુગમાં પણ આપણી પરંપરાઓ જીવંત છે. સ્થાનિક રહીશોએ પણ આ ભગીરથ કાર્યમાં ઉત્સાહપૂર્વક જોડાતા સમગ્ર નયનાચોક વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સંસ્કૃતિના જતન માટે કટિબદ્ધ રહેવાના શપથ લીધા હતા.

ભરૂચના શુકલતીર્થની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) બેઠક ફાળવાની માંગ સાથે રજૂઆત

ચૂટણી પંચે જાહેર કરેલ જાહેરનામાંમાં ફેરફાર કરી ન્યાય મળે તે માટે ગ્રામજ્નોએ દ્વારા અપાયેલ અરજીમાં જનાવાયું છે કે, અગાઉ એટલે કે જે હાલમાં કાર્યરત ગ્રામ પંચાયતની બોડી વહીવટ કરી રહી છે તેના સરપંચ તરીકે મહિલા બિન અનામત ની બેઠક હતી, તેમાં બહુમતીથી ગામના મતદારોએ અનુસૂચિત આદિજાતિ મહિલા સરપંચ ને વિજયી બનાવી પાંચ વર્ષ માટે ગ્રામ પંચાયતનું સુકાન સોંપ્યું હતું. આમ બિન અનામત સ્ત્રી ની અગાઉની ટર્મમાં બેઠકની ફાળવણી થયેલ હતી તેમ છતાં ૨૦૨૧ માં જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ ( જે હાલમાં સરપંચ / સભ્યોની ચુતાયેલી પાંખ છે તે બોડી )તેમાં પણ બિન અનામત કેટેગરીની ફાળવણી થયેલ છે ગામના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારો અને મતદારો માટે શંકા અને અન્યાયની બાબત સેવાય તે સ્વાભાવિક છે.


ગામમાં અનુસૂચિત આદિજાતિ (ST) વસ્તી બાદ સામાજિક શૈક્ષણિક રીતે પછાત (માછી પટેલ, નિઝામા, કોળી, રાવળ, વાળંદ, લુહાર, સુથાર, વણઝારા) (SEBC) બીજા ક્રમે બહુમતી વસ્તી હોવા છતાં ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતની સરપંચની OBC ની બેઠક ફાળવવામાં આવતી જ નથી. જે પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની નિયમો મુજબ બક્ષીપંચના નાગરિકોને ગ્રામ પંચાયતમાં સરપંચના પદ માટે ઉમેદવારી કરવાને માટે અન્યાયકર્તા છે. આમ રોટેશન પદ્ધતિમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) નો નાગરીકો અને જન પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવારોને તેનો લાભ મળતો નથી જે આશંકા ઉભી થાય એ વાસ્તવિક છે. આમ જોઈએ તો ગ્રામ પંચાયતમાં જે બોર્ડ બનાવેલ છે તેમાં ૧૯૨૪ થી આજ દિન સુધીમાં બિન અનામત (GENERAL)વર્ગના સરપંચ અને બીજા ક્રમે અનુસૂચિત જનજાતિ ST અનમાં વર્ગને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
વધુમાં શ્રી વનરાજ સિંહ પઢારીયા, નાયબ સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ની સહી થી સમગ્ર કલેકટરોને જાણ કરતા પત્રાંક : ચુંટણી-૧૦૨૦૧૬ -૧૭૦૬-૫/૬૯ ગુજરાત સરકાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તા : ૦૮-૦૮-૨૦૧૬ અન્વયે .મુદ્દા (૬) મો નિયમ -૭ મુજબ સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગો માટે સરપંચના હોદ્દા અનામત રાખવા અંગે જોગવાઈ કરવામાં આવી છે જે અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૫૧ ની પેટા કલમ- ૨ અન્વયે તાલુકાની કુલ ગ્રામ પંચાયતના ૧૦ ટકા સરપંચના હોદ્દા આ વર્ગ માટે અનામત રાખવાના છે જે અન્વયે જે ગ્રામ પંચાયતની આ વર્ગની વસ્તી ૫ % કરતા વધુ હોય તેવી ગ્રામ પંચાયતની યાદી ને અંગ્રેજીમાં ટકાવારી પ્રમાણે ગોઠવી તેને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC-1, SEBC-2 અને તે પ્રમાણે અનુક્રમાંન્કો આપવાના રહે છે તે પરિપત્રનો અમલ થયો નથી.
ભરૂચ તાલુકાના ૯૨ ગામો પૈકી કુલ ગામોનાં ૧૦ ટકા અને જે ગામમાં સદર વર્ગની વસ્તી ૫ ટકા કરતા વધુ હોય તે શુકલતીર્થ ગામને લાગુ પડે છે. જે બાબતે અમારા સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગન ઉમેદવારી કરવામાંથી વંચિત રાખવામાં આવેલ છે જેથી પુનઃ આ બાબતે વિચારણા કરવા અને સરપંચની મા સંચયથી સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) બેઠક ફળવાયેલ ન હોય જાહેરનામામાં ફેરફાર કરી ફાળવણીકરી ન્યાય આપવા વિનંતી કરવામાં આવી છે.

error: Content is protected !!