The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ગૃહમંત્રી થયાં ભાવુક: ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી આભાર વ્યક્ત કરતાં સર્જાયા લાગણીભર્યા દ્રશ્યો

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ગત તા.૧૨મી ફેબ્રુઆરી-૨૦૨૨ના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને તા.૫મી મે એ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજરોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોના નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં.

“ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે” તેવું તેના પરિવારને આપેલું વચન પૂર્ણ થવાનો મંત્રીએ સંતોષ વ્યકત કર્યો હતો. પરિવારને મળીને ગૃહમંત્રી પણ આંસુઓને રોકી ન શકતાં ભાવુક થયા હતા.

મંત્રીએ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની દૃઢ ઈચ્છાશકિતના પરિણામે હત્યા કેસમાં સુરતની દીકરીને સૌથી ઝડપી ન્યાય મળ્યો એ જ સ્વ.ગ્રીષ્માને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે વધુમાં કહ્યું કે, ગ્રીષ્મા સાથે જે અઘટિત ઘટના બની તેનો ખુબ અફસોસ છે, પરંતુ પરિવારને ન્યાય અપાવવા અને આરોપીને કડક સજા કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તેમની સમગ્ર ટીમે રાતદિવસ મહેનત કરી ફક્ત ૮૨ દિવસમાં તેનું પરિણામ આપ્યું, જેથી ગુજરાતમાં ન્યાય ક્ષેત્રમાં નવો ઈતિહાસ રચાયો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, “ગુનાહિત માનસિકતા ધરાવતા અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ ગુનેગારોને રાજ્ય સરકારનો કડક સંદેશ છે કે કોઈપણ ગુનેગારને સરકાર, પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સાથે મળીને કડકમાં કડક અને ઝડપી સજા ફટકારશે. રાજ્યમાં અનેક કેસોમાં રેકોર્ડ બ્રેક ટાઈમમાં ચાર્જશીટ ફાઇલ કરી, ગુનેગારોને ત્વરિત સજા થાય તેવા કિસ્સા બન્યા છે, અને આ જ રીતે સરકાર ગુનેગારોને નશ્યત કરવાં કામ કરતી રહેશે.

આ વેળાએ કૃષિ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સુરત રેન્જના એડિશનલ ડી.જી. ડો.એસ.પી.રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસર, ડીવાય.એસપી. વનાર, સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા, અગ્રણી કાળુભાઈ ઈટાલીયા, કોર્પોરેટેરો, સામાજિક અગ્રણીઓ, વેકરિયા પરિવારના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!