ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારીની પ્રવૃતિઓ ઉપર વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન મુજબ પ્રોહીબિશન કેશો શોધી કાઢવા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

દરમ્યાન ગત મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામે નવા ફળીયામાં આવેલ રહેણાંક મકાનમાં તથા આસપાસના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જે આધારે એલ.સી.બી.દ્વારા પ્રોહી સફળ રેઇડ કરી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો/બીયર નંગ- ૧૨૩૬ કુલ કિ રૂ ૧,૪૮,૦૦૦/- ના જથ્થા સાથે એક આરોપી નગીનભાઇ લોઢીયાભાઇ વસાવા રહેવાસી મહુવાડા ગામે નવા ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચને ઝડપી પાડી અન્ય એક આરોપી રાજેશભાઇ બાવાભાઇ વસાવા રહેવાસી મહુવાડા ગામે નવા ફળીયુ તા.ઝઘડીયા જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશનની એક્ટની સલંગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ઉમલ્લા પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here