અંકલેશ્વર શહેરના નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાં રહેતી બે સગીર બાળાઓને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા અપહીત સગીર બાળાઓને દાહોદ તથા મુંબઈના વિરાર ખાતે થી અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર શહેર નવા બોરભાઠા તથા નવા દિવા વિસ્તારમાંથી જુદા-જુદા બે બનાવમાં બે સગીરા નાઓનું બે અલગ-અલગ ઇસમો લલચાર્વી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ ગુનો કર્યાની હકીતતના આધારે અંકલેશ્વર શહેર ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વલન્સથી આરોપીઓ તથા ભોગ બનનારની માહિતી મેળવી આ ગુનાના કામે સગીરાને ભગાડી જનાર એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા બે ભોગ બનનાર સગીરાઓને દાહોદ તથા મુંબઇના વિરાર ખાતેથી શોધી કાઢી ભોગબનનાર સગીર બાળાઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને સગીર બાળાઓને વુમન કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલીંગ કરી તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.