બિરસામુંડા જન્મ જયંતિ જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને એક ભવ્ય કાર્યક્રમ નગરની ડી.પી.શાહ શાળાના પટાંગણમાં યોજાયો હતો.
આ કાર્યક્રમ પેહલા તમામ ઉપસ્થિત મહેમાનોએ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસામુંડાના સ્ટેચ્યુ પર ફુલહાર અર્પણ કરી દર્શન કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરી તમામ ઉપસ્થિતિઓએ પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે મંત્રી કુંવરજી હળપતિ તેનજ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સરકારની કલ્યાણકારી યોજનાઓની વિસ્તારમાં માહિતી આપી.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રકારની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં ઝધડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખો,અગ્રણી પ્રકાશભાઇ દેસાઇ,ઇમ્તિયાઝ અલી સૈયદ,રાજપારડીના સરપંચ કાલિદાસભાઇ વસાવા,રાજપારડી પંચાયતના તલાટી ભરવાડ તેમજ વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભારત સરકાર તરફથી ઉપસ્થિત ડાયરેક્ટર પ્રભારી પ્રશાંત અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાંધલ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાજપારડી દક્ષિણ ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ અને રાજપારડી અને અન્ય ગામડાઓના મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને ધ્યાને લઇ ટ્રાફિકનુ સંચાલન કરવા રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કનુભાઇ મીર સ્ટાફના જવાનો સાથે ખડેપગે ઉભા રહી ટ્રાફિકનુ સુંદર આયોજન કર્યું હતું.
રીપોર્ટર: ફારૂક ખત્રી, ન્યુઝલાઇન.ડીજીટલ,રાજપારડી