કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં હોય, જુન/ જુલાઇ/ ૨૦૨૩ સમય ગાળા દરમ્યાન ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ થામ અને મનુબર ગામની વચ્ચેથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ “કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો ની કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કુલ ૪પ લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા, નવનિર્મીત રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરફથી ફરીયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ મથકે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ હતા.
આ કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો ચોરીની ઘટનાને ગંભીરતાદાખવી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ એલ.સી.બી.તથા સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપતા પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી. ભરૂચ દ્વારા ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી થયેલ “કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરો” ચોરી શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ બનાવી ગુનાવાળી જ્ગ્યા વિઝીટ કરી, ટેકનિકલ & હ્યુમન શોર્પિસથી આ ગુનો શોધી કાઢવા સતત વર્ક આઉટ કરી, ફોલઓપ લઇ, પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન ગતરોજ એલ.સી.બી,ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમ ખાનગી વાહનોમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગના માણસો હાલ ભરૂચથી દહેજ જતાં રોડ પરથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે ઉભા છે અને તેઓની હાજરી શંકાસ્પદ જણાય છે.જેથી ત્રણેવ શકમંદ ઇસમોને એક લોખંડના કટર સાથે ઝડપી પાડી તેની સઘન અને ઉડાણપુર્વકની પુછપરછ હાથ ધરતા આરોપીઓ ભાંગી પડેલ.
પોલીસને જણાવેલ કે પોતે મુળ પંજાબના ચારેવ ઇસમો ભરૂચમાં ધંધા અર્થે બે ત્રણ મહીનાથી આવેલ હોય ચારેય નેશનલ હાઇવે ઉપર ગુરૂદ્ધારા પર મળેલા દરમ્યાન નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરવા વિચારી પ્રથમ રેકી કરેલ બાદમાં વાયરો વજનના હોવાથી વાહનની વ્યવસ્થા માટે સ્થાનિક વ્યક્તિની જરૂર હોય મોના પાર્કમાં મિન્હાજને સામેલ કરેલ અને પાંચેવ દ્વારા પ્રથમ રાત્રીએ સ્વિફ્ટ ગાડીમાં અને સળંગ બીજી જ રાત્રીએ અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરી, બ્રેજા ગાડીમાં ચોરી કરેલ ત્યારબાદ ત્રીજી વખત પણ ઇનોવા ગાડી લઇ ચોરી કરવા ગયેલ પણ રેલ્વેના બંને તરફથી એન્જીનો પરીક્ષણ અર્થ આવતા જણાતા કાપેલ કેબલ આજુબાજુમાં ભરેલ પાણીમાં ફેંકી રવાના થઇ ગયેલ અને ચોરીના કેબલો સુરેશ મારવાડી મારફતે અંકલેશ્વર વેચેલ હોવાની હકિકત જણાવતા કેબલ ચોરીના વાયરો વેચનાર અને લેનારને પણ ઝડપી પાડી કુલ ૦૬ આરોપીઓને ૧૨૦ કીલોગ્રામ કેટનરી કોપર કેબલ તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ પીકઅપ બોલેરો સહીત કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૬,૬૮,૧૦૦/ – ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પંજાબી ગેંગ તથા સાગરીતોએ અન્ય કોઇ જ્ગ્યાએ આવી કોઇ કેબલ ચોરીને કે અન્ય કોઇ મિલ્કત સંબંધી ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ ? તથા આ ચોરીમાં અન્ય કોઇ સંડોવણી છે કે કેમ ? મુદ્દામાલ રીકવરી વિગેરે ની વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ભરૂચ તાલુકા પોલીસ મથકનાને સોંપવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ:) અમલોકસીંઘ બલવિંદરસિંઘ જાતે મજબીસિંગ ઉ.વ,૩૫ , રાજદીપસીંઘ ઉર્ફે જગ્ગા બાબુસિંઘ જાતે જાટ ઉ.વ.૩૭ , મિન્હાજ મોહમંદભાઇ સિંધા ઉ.વ, ૨૮ રહેવાસી, મકાન નં. બી/ ૩૨ મોના પાર્ક સોસાયટી જંબુસર બાયપાસ ચોકડી પાસે ભરૂચ, નારાયણસિગ ઉર્ફે ઠાકુર કુપસિંગ જાતે પરમાર (રાજસ્થાની મારવાડી) ઉ,વ.૨૦, સુરેશકુમાર અખાજી પુરોહીત ઉ.વ.૩૩ , મનસુખભાઇ પોપટભાઇ જાતે પટેલ ઉ.વ.૪૨ ધંધો. મોટર રીવાંઇન્ડીગ રહેવાસી, મકાન નં.૩૦૫ ટેન્ડર માધવ એપાર્ટમેન્ટ ગોલ્ડન ચોકડી નજીક, કમલ ગાર્ડન પાસે જી.આઇ.ડી.સી. અંકલેશ્વર જી.ભરૂચ (ચોરીનો માલ ખરીદનાર)
વોન્ટેડ આરોપીઓ;(૧) સતનામસિંઘ ઉર્ફે સત્તાર રહે.પંજાબ,(૨) ગુરદીપસિઘ ઉર્ફે દિપ રહે.પંજાબ,(૩) અર્જુન પુરોહીત રહે. રાજસ્થાન,