નર્મદા જિલ્લા નાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકાના યુવાનોની માનસિક વિકૃતિ વધી હોવાનું લાગી રહ્યું છે, સોશ્યલ મિડિયા હોય કે પોર્ન ફિલ્મો યુવાનોના માનસ પર એવા હાવી થઈ રહ્યા છે કે તેઓ ફૂલ સમાન કુમળી બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકામાં સતત ત્રીજા દિવસે પણ સગીર બાળકી પર દુષ્કર્મ નો મામલો સામે આવ્યો છે.
ડેડીયાપાડા તાલુકામાં સગીર બાળકી સીમમાં ઢોર ચારવા ગયેલ સગીરા ને એકલી ઢોર ચરાવતી જોતા આ સગીર બાળકી પર એક બાદ એક ચાર નરાધમોએ દુષ્કર્મ આચરી ગેંગરેપ કર્યો હતો. અને આ મુદ્દે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં જાણવા મુજબ (૧) અલ્પેશ રાયસીંગભાઈ વસાવા, (૨) ખુમાનસિંગ સુરેશભાઈ વસાવા, (૩) નિતેશ રમેશભાઈ વસાવા, તથા (૪) ગોવનજી રડવીયાભાઈ વસાવા તમામ રહે.બંટાવાડી, તા.દેડીયાપાડા, નર્મદાનાઓ આ કામના ભોગ બનનાર સગીર બાળકી તેમના ગામની સીમમા બાબરડેટી વગા વિસ્તારમા તેમના ઢોર ચારવા માટે ગયેલ હતી ત્યારે આ સગીરા ને એકલી જોઈને આ ચારેય હવસખોર બે મોટર સાયકલ ઉપર જઇ બળજબરી પૂર્વક, તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી થી સગીરા ને જમીન ઉપર સુવડાવી દઇ ચારેય નરાધમોએ વારા ફરથી દુષ્કર્મ આચર્યું, જેમાં અલ્પેશ રાયસીંગભાઈ વસાવા એ બીજી વાર દુષ્કર્મ કરી ભાગી છૂટ્યા હતા, ડેડીયાપાડા પોલીસે પોક્સો અને બળાત્કાર નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સતત આ ત્રીજી દુષ્કર્મની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં પહેલા ડેડીયાપાડા તાલુકાના કાબરીપઠાર ગામ બાદ માં નીવાલ્દા ગામ અને ત્યારબાદ હવે સુકવાલ ગામમાં સગીર બાળકી પર બળાત્કાર ની ઘટના બનતા પંથક માં ચકચાર મચી જવા પામી છે અને એ તરફના વાલીઓ હવે બાળકીઓ માટે ચિંતિત બન્યા છે.