ભરૂચ જિલ્લા પોલીસે તહેવારોની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડીયા, પાનોલી સહીત GIDC વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.
ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ એ ચૌધરી સહીત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કોમ્બીન્ગમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયગાળામાં ભરૂચ પોલીસે બીજીવાર મેગા કોમ્બીન્ગનું આયોજન કર્યું હતું.ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તરફ પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 7 અલગ – અલગ વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 200 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 1 બોગસ તબીબ પણ ઝડપાયો હતો જયારે દારૂ અને જાહેરનામાભંગના ગુના દાખલ કરાયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ ખુબ જ મોટો અને મોટી સંખ્યામાં જી.આઇ.ડી.સી. ધરાવતો હોવાથી આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી કોમ્બિંગના આદેશ કરાયા હતા.નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર અને જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે.વિસ્તાર પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે મુદ્દાઓસર કોમ્બીંગનું આયોજન કરાવામાં આવ્યું હતું.
આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, ઉપરોક્ત જણાવેલ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી-૨૪, પો.સ.ઇ-૨૧ તથા ૨૨૫ જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયા હતા.