The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં પોલીસની જાસૂસીકાંડમાં અંતે 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

ભરૂચમાં પોલીસની જાસૂસીકાંડમાં અંતે 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

0
ભરૂચમાં પોલીસની જાસૂસીકાંડમાં અંતે 2 સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ

ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવનાર પોલીસ દ્વારા પોલીસની ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરો માટે મોબાઇલ લોકેશન વેચવાનાં જાસૂસીકાંડમાં 18 દિવસની તલસ્પર્શી તપાસ બાદ અંતે FIR દાખલ કરાઈ છે. બન્ને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો મળી 4 આરોપી સામે

ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં ભરૂચ SP દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચાલતી તપાસના અંતે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલ SMC સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડના 2 પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાનો ભરૂચ DSP ડો. લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દેવાયા હતા. જેમની સામે હવે ગુનો દાખલ કરાયો છે.

ભરૂચ SP પોલીસ વડા ડો. લીના પાટીલની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ સર્વેલન્સ ટીમના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ પોલીસકર્મીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ભરૂચ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ LCB તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓ અને કોન્સ્ટેબલની જાસૂસી કરી હતી. બુટલેગરોનો દારૂ ન પકડાય તે માટે પોલીસકર્મીઓ અને પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરને જણાવી દેવાતા હતા.

SMC સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાય અને ભરૂચ SP તરીકે ડો. લીના પાટીલના પોસ્ટિંગ બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અધિકારીઓના કાર્યક્ષેત્રમાં દારૂનો વેપલો ચલાવવો કપરો બનતા બુટલેગરો ભીંસમાં મુકાયા હતા. જેમણે પૈસાના જોરે પોલીસ પાસે જ પોલીસની જાસૂસી કરાવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઉપરાંત ભરૂચ LCB PI ફિલ્ડમાં હોય ત્યારે તેમના મોબાઈલ લોકેશન બુટલેગરોને પહોચાડી દેવામાં આવતા હતા. આ કારણે સક્રિય હોવા છતાં પોલીસ કેટલાક બુટલેગરોનું દારૂના વેપલાનું નેટવર્ક નેસ્તનાબૂદ કરી શકી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!