માંડવી શહેર, તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયતમાં થતાં ભષ્ટાચાર ની વિજિલન્સ દ્વારા તપાસ ની માંગ સાથે તાલુકા પંચાયતના પટાંગણમાં પ્રતિક ધરણાં પર બેસી ગયા હતા.

માંડવી તાલુકા પંચાયત ભાજપ શાષિત હોય હાલતમાં ભાજપ નો તાલુકા પંચાયત પર કબજો હોય એવાં સંજોગોમાં કમલાપોર, પીપળીયા, ખંજરોલી, જેવા ગામોમાં ભૂતકાળમાં થઈ ગયેલ કામોના બિલો પાસ કરાવ્યાં હોવાનું ધ્યાને આવતા તાલુકા પંચાયત ની કારોબારીમાં વિરોધ નોંધાવ્યો હતો,  તેમ છતાં કોઈ તપાસ નહી થતાં આખરે તાલુકા પંચાયતના પટાંગણમાં આજ સવારે વિરોધ પક્ષના નેતા સહિત તાલુકા પંચાયત માં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાં પર બેસી વિજિલન્સ દ્વારા નિપક્ષ તપાસ હાથ ધરવામાં આવી એવી માંગ સાથે તાલુકા પંચાયત ના ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે પીપરિયા,ખંજરોલી,ઉમરસાડી,કમાલ્પોર ગામે લોક ભાગીદારી ૮૦/૨૦ સ્વભંડોળ સને વર્ષ ૨૦૨૧/૨૨ માં આ તમામ કામો અગાઉ બે વર્ષ પહેલાં સરકાર ની અન્ય યોજના માંથી કામો થઈ ચૂક્યાં છે. તેમ છતાં એ કામો ફરી ચોપડે બતાવી તેનાં રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. અને પીપરિયા ગામે ગામ પંચાયત ની બાજુમાં પતરાના સેડ નું કામ હાલ કરવામાં આવ્યું નથી અને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આવું લેખિત માં રજુઆત કોંગ્રેસ દ્વારા અધિકારી ને કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી એવી માંગ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી, સરસ્વતીબેન જીમી ગામીત, ધીરૂ ચૌધરી, કમલેશ ચૌધરી, નીરૂબેન જોગી, મહામંત્રી મેહુલ સિંહ ખેંગાર, ઈકબાલ કરોડીયા, મકસુદ કાઝી સહિતના કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,માંડવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here