The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ખોટી રીતે છુટા કરતાં આમોદ પાલિકાના સફાઈ કામદારોની આવતી કાલથી સંપૂર્ણ હડતાળ પર

ખોટી રીતે છુટા કરતાં આમોદ પાલિકાના સફાઈ કામદારોની આવતી કાલથી સંપૂર્ણ હડતાળ પર

0
ખોટી રીતે છુટા કરતાં આમોદ પાલિકાના સફાઈ કામદારોની આવતી કાલથી સંપૂર્ણ હડતાળ પર
  • સફાઈ કામદારો સફાઈ કામગીરી બંધ રાખી પ્રતિનિધિઓ સાથે પ્રતીક ઉપવાસમાં જોડાશે

આમોદ પાલિકાના સફાઈ કામદારોના પ્રતિનિધિઓના બે કર્મચારીઓ સાચી રજુઆત કરવા જતાં તેમને ખોટી રીતે છુટા કરતાં સફાઈ કામદારોના ચાર પ્રતિનિધિઓ છેલ્લા ૬૩ દિવસથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હતાં. તેમજ પ્રતિનિધિઓ ઉપવાસ ઉપર હોવા છતાં તેમના સફાઈ કામદારો નિયમિત નગરની સફાઈ કરતા હતાં.આ ઉપરાંત આમોદ પાલિકાના બોર્ડ દ્વારા પણ તેમને ઘણો સહકાર આપ્યો હતો.જેમાં ૩ ફેબ્રુઆરીના રોજ સર્ક્યુલર ઠરાવ કરવામાં આવ્યો અને ૮ ફેબ્રુઆરીના રોજ જનરલ સભામાં ઠરાવ કરીને છુટા કરેલા સફાઈ કામદારોના પ્રતિનિધિઓને પુન: નોકરીમાં લે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

જેથી સફાઈ કામદારોને વિશ્વાસ હતો કે થોડા સમયમાં સમસ્યાનો હલ થઈ જશે પરંતુ અધિકારીઓ દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારીને પુન: નોકરીમાં નહીં લેતા સફાઈ કામદારો પણ હવે તેમના પ્રતિનિધિઓના સમર્થનમાં સમગ્ર નગરનું સફાઈ કામ બંધ કરીને પ્રતીક ઉપવાસમાં જોડાશે ત્યારે સમગ્ર આમોદ નગરની સફાઈ કામ બંધ કરવાનું એલાન કર્યું હતું.

આ બાબતે આમોદ નગરપાલિકાના સફાઈ કામદારના પ્રતિનિધિ અને અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ મનહર સોલંકીએ જણાવ્યું હતું કે અમોએ પ્રતીક ઉપવાસ ઉપર બેઠા હોવા છતાં અમારા સફાઈ કામદારોએ નગરની સફાઈ કામગીરી ચાલુ રાખી હતી.આમોદ પાલિકાના સમગ્ર ચૂંટાયેલા સદસ્યોએ પણ અમારા સમર્થનમાં બે બે વખત ઠરાવ કરવા છતાં અધિકારીઓ દ્વારા અમોને પુન:નોકરીમાં ના લેતાં સમગ્ર નગરની સફાઈ કામગીરી આવતી કાલથી બંધ કરવાનું એલાન કરીએ છીએ.

  • વિનોદ પરમાર, ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!