દિવાળીના તહેવાર પૂર્ણ નથી થયા ત્યાં જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે.આવતીકાલ (12 નવેમ્બરથી) અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચના 35ના બદલે 37 રૂપિયા અને અમૂલ તાજાના અડધો લિટર પાઉચના 29ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વનું છે કે, ગોલ્ડ અને તાજા સિવાયની અમૂલની અન્ય પ્રોડક્ટના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

અમૂલે ગોલ્ડ અને તાજાના ભાવમાં વધારો કર્યો
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા 6 મહિનામાં ફરી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાં મે, 2026માં વધારો કર્યો હતો. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા (3.3 %) અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4 (5.5%)નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ 12 નવેમ્બરથી જ લાગુ થઈ જશે.
અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થવાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. આ સિવાય દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને બળતણ પણ મોંઘું થયું છે.

કંપનીએ જણાવ્યું કે ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં ઓછો અને અનિયમિત વરસાદ થવાને કારણે પરિસ્થિતિ પડકારજનક છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપવા અને મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માટે ઉપભોક્તાઓ માટે દૂધના ભાવ વધારવા જરૂરી બની ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here