- પોલીસે આરોપીને વાલીયા કોટઁમાં રજુ કરતા ૭ દિવસના રિમાન્ડ મંજુર કયૉ
- રૂ.૭૫.૮૪.૨૫૮ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી
નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો મુખ્ય સુત્રધાર જેલભેગો કરી દેવાયો હતો.
ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાના ગામોમાંથી આર.આર ઇંફા પ્રોજેક્ટ લી.કંપનીનું રીજીઓનલ વોટર સપ્લાય-૨ પાઇપોની ચોરી થવાથી નેત્રંગ-વાલીયા પોલીસે ચારથી વધુ ટીમો બનાવી નેત્રંગ-વાલીયા,અંકલેશ્વર,ભરૂચ ટોલનાકા ઉપરના સીસીટીવી ફુટેજ તપાસ કરી જે વિસ્તારમાં કામ ચાલતું હોય ત્યાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ દરમ્યાન પાટીખેડા ગામ પાસે બે શંકાસ્પદ ઇસમો ચોરી થયેલા પાઇપો આઇસર ટેમ્પામાં ભરતાં હોય અને એક ફોરવ્હીલ ગાડી પાઇલોટીંગ કરતી હોવાની માહિતી મળતા જ પોલીસ બંદોબસ્ત સાથે પાટીખેડા ગામ પાસે કોર્ડન કરી રેડ કરતાં આઇસર ટેમ્પા નંગ – ૫ સાથે રૂ.૨૩,૧૬,૦૮૦ ઉપરથી ૧૭ જેટલા ઇસમોની ચોરી કરતાં રંગેહાથ પકડી પાડી જેલભેગા કરી દીધા હતા.
પણ સિંચાઈના પાઇપોની ચોરી કરનાર મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયા ઇમરાન રૂસ્તમ મઁવ રહે.રાજસ્થાન અને ઇશૉદ ઇલમદ્દીન મઁવ રહે.હરીયાણા ફરાર થઇ ગયા હતા.જેમાં ઇમરાન રૂસ્તમ મઁવ રહે.રાજસ્થાન ચોરીની ઘટનાને અંજામ આપીને હરિયાણા જતો રહ્યો હતો. ત્યારબાદ થોડા દિવસો બાદ પોતના માણસોની તપાસ અર્થે ફરીવાર નેત્રંગ આવતા જીનબજાર બજારના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે પડકી જેલભેગો કરી દીધો હતો.પોલીસે વાલીયા કોટઁમાં રજુ કરાતા ૭ દિવસના રિમાન્ડ મંજુર કયૉ હતા.જ્યારે ફરાર ઇશૉદ ઇલમદ્દીન મઁવ રહે.હરીયાણાના ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા.