ભરૂચના રણછોડજી ઢોળાવમાં આવેલા પ્રાચીન મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ દીપમાળાને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. આ પ્રસંગે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું.

પહેલાં શ્રદ્ધાળુઓ બાધા પૂરી થતાં દીપમાળામાં તેલના દીવા પ્રગટાવતા. હવે તેલના દીવાઓની જગ્યા રંગબેરંગી ઇલેક્ટ્રિક બલ્બએ લીધી છે. આ રોશની શરદ પૂર્ણિમાની શીતળ ચાંદની સાથે ઝળહળી રહી હતી. દર વર્ષે દીપમાળાને રંગરોગાન કરી સુશોભિત કરાય છે.
રણછોડજીનો શણગાર કરાયો હતો અને આરતી-દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટી પડ્યા. રાત્રિના સમયે ભાવિક ભક્તો દ્વારા ઉભા ભજનનું પણ આયોજન થયું. ભક્તો નવચોકી ઓવારાએ જવાનું પણ ચૂકતા નથી.





