ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જ ફરજ પરના PSO ને માથા અને હાથ ઉપર હાથા (પાઇપ) જેવા હથિયારથી બે ફટકા મારી અસ્થિર યુવાને જીવલેણ હુમલો કર્યો હતો.
આ ઘટનામાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક વરદી આવી હતી. કોલમાં શહેરમાં એક અવાવરૂ જગ્યાએ બંધ મકાન બહાર એક યુવાન બેઠો હોવાનું કોલ કરનારે પોલીસને કહ્યું હતું. આ ખૂબ જ ગભરાયેલા અને શંકાસ્પદ જણાતા યુવાનને વરદી આધારે PCR વાન લેવા ઘટના સ્થળે પોહચી હતી. જ્યાં ભયભીત અને માનસિક અસ્વસ્થ લાગતા આ યુવાને તેનું નામ પુછતા તેણે તેનું નામ વિજય જણાવ્યું હતું. આ યુવાનને પોલીસ વાનમાં એ ડિવિઝન મથકે લાવી બેસાડાયો હતો.દરમિયાન પોલીસ સ્ટાફ તેની પૂછપરછ કરી માહિતી મેળવે તે પેહલા અચાનક જ આ યુવાને પોલીસ મથકમાં પડેલાં હાથા જેવા સાધન વડે ફરજ પરના PSO ભીંમસિંગ ભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પોલીસકર્મી ભીમસિંગ રામસિંગભાઈ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં આપવા પ્રયાસ હાથ ધરાયા છે.