ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતિ જળવાય અને શાંતી પૂર્વક તહેવારોની ઉજવણી થાય તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આલગ-અલગ ટીમો બનાવી ભરૂચ-અંકલેશ્વર તેમજ દહેજ ખાતે સાંજના સમયે પોલીસ ટીમો દ્વારા કોંમ્બીગ હાથ ધરાયું હતું.
આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જોડાઈ હતી. ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે 30 થી વધુ પોલીસ અધિકારીઓએ શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોને ધમરોળ્યા હતા. જેમાં ૧૬ પોલીસ ઇન્સ્પેકટર,૧૪ પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે ૧૫૦ થી વધુ પોલીસ કર્મીઓએ કોમ્બિંગ દરમિયાન 690 કેસ કરાયા હતા.
જેમાં મોટર વ્હીકલ એક્ટ ૨૦૭ મુજબ ૧૬૬ વાહનો જપ્ત , ૮૩ જેટલા મકાન માલીક વિરૂદ્ધ જાહેરનામા ભંગના આઇપીસી ૧૮૮ મુજબ,૬૧ વ્યક્તીઓ વિરૂધ પ્રોહીબીશન એકટ મુજબ,મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ મુજબ ૦૨ કેસ તો બહારથી આવેલ ૩૭૬ વ્યક્તિઓના બી રોલ ભરવા સાથે જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ના ૦૨ કેસની કાર્યવાહી હાથધરી હતી.