વાલિયા વાડી રસ્તા ઉપર ડહેલી કીમ નદીના પુલ અને ડાયવર્ઝન બાબતે ઘણી રજૂઆતો થઈ છે પરંતુ આજે પણ આ રજૂઆતોનું કોઈ નિરાકરણ આવ્યું નથી.ડહેલી કીમ નદીના પુલને બંધ તો કરવામાં આવ્યો છે પરંતુ નબળું ડાઈવર્ઝન અને બેસી ગયેલ રસ્તો અને તેમાં પડેલા ખાડાથી ભારી વાહનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે .
હાલ ભારી વાહનો માટે ડાયવર્ઝન ઉપયોગી બનતું નથી તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે . કિમ નદીના પુલને બંને છેડે મોટી ગડરો ફીટ કરી નાના વાહનો સિવાય મોટા વાહનો માટે સદંતર બંધ કરવામાં આવ્યો છે રસ્તો પરંતુ અજાણ્યા ડમ્પર ચાલકો કે ટ્રક ચાલકો પૂરપાટ ઝડપે આવતા હોય અને આ ગડરની આગળ બમ્પ નહીં મૂકવાથી તેઓ સીધે સીધા ગડરની સાથે ટકરાય છે જેને લઇ આ બીજી વખત રાત્રીના સમયે એક ટ્રક ઘૂસી જતા ગડર પડી ગયા છે. હજુ આ ગડર ઊભા કર્યા ને માત્ર એક મહિનો થયો છે ત્યારે આ બીજી વાર ઘટના બનવા પામી છે.