ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેરા કરવામાં આવ્યું છે. જેમાં જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપરા પણ પાણી ફરી વળ્યા છે. જેમાં કંબોઇથી બદલપુરા જતી એક એસ.ટી. બસ વડચ અને ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલા પાણીમાં ફસાઇ જવા પામી હતી.
જંબુસરના કંબોઈ થી બદલપુર જતી બસ વેડચ અને ઉબેર વચ્ચે પાણીમા ફસાઈ જતા બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા. કંબોઈથી બદલપુર જતી બસ વેડચ ઉબેર માર્ગ ઉપર પાણીમાં ફસાઈ હતી, જે બાદ એક સમયે મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા, પાણીમાં ફસાયા બાદ એસ.ટી બસનું એક તરફનું વ્હીલ ખાડામાં ઉતરી જતા બસ નમી પડી હતી તો બીજી તરફ પાણી વચ્ચે જ જીવના જોખમે મુસાફરોએ ઉતરી પડી હેમખેમ રીતે બહાર નીકળ્યા હતા. જો કે સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સહીસલામત રહ્યા હતા.
બસ ના ચાલક દ્વારા પાણીમાં ફસાયેલ બસને બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ કોઇ પણ રીતે બસ બહાર નહીં નિકળતા આખરે ટ્રેકટરની મદદ થી દોરડું બાંધી બસને ખેંચી બહાર કાઢવા પ્રયત્નો હાથ ધરાયા હતા. પરંતુ તે પણ નિષ્ફળ ગયા હતા.જેથી મુસાફરોને સહીસલામત બહાર કાઢી બસને ત્યાં મુકી ડ્રાઇવર અને કંડકટે ડેપોને ઘટનાની જાણ કરી હતી.