ભરૂચ શહેરમાં શહેર જિલ્લાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડોઓએ આધિપત્ય જમાવ્યું છે.ભરૂચ શહેરના અનેક વિસ્તારના માર્ગો પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.
ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવર બ્રીજ અત્યંત ખખડધજ બની ગયો છે. માર્ગ ધોવાતાં પડેલાં ખાડાઓમાંથી તેના સળિયા બહાર નિકળી આવતાં સ્થાનિક તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું એવું અહી દેખાય રહ્યું છે.ત્યારે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને દુર્ઘટના થવાનો ડર પણ લાગી રહ્યો છે.
બ્રિજ બન્યા બાદ તેનું યોગ્ય સમારકામ નહીં થવાના કારણે દર ચોમાસામાં આ ઓવરબ્રીજ પર ખાડાઓ પડવા સાથે સળિયા નિકળી આવવાની સમસ્યા ઉભી થઈ છે.આ ખાડાઓના કારણે વાહન ચાલકોને વાહનોમાં આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે, સાથે આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે દહેજ ઔદ્યોગિક વસાહતોમાં જતા ભારદારી વાહનો ધીરે પસાર થતા હોય ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાય છે.જેથી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.