અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ મારૂતિ સુઝુકીના શો રૂમમાં સર્વિસ સ્ટેશનમાં એક કારના સીએનજી સિલિન્ડર અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી.

ગતરોજ રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ રવિરત્ન મોટર્સના સર્વિસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તણખા ઝરતા સર્વિસ માટે લાવવામાં આવેલી એક કારની ડીકીમાં રહેલ સીએનજી સિલિન્ડરમાં આગ લાગી જતા ધડાકો થયો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી જયારે આ ઘટનામાં બે ત્રણ કારોને પણ નુકશાન પહોંચ્યુ હતુ. સર્વીસ સ્ટેશનના ઉપકરણો સહીત અન્ય મશીનરીને પણ નુકશાન પહોંચ્યુ હતુ.સદનસીબે આ સમયે સર્વીસ સ્ટેશનમાં કોઈ પણ કર્મચારી હાજર ન હોય કોઈને જાનહાની કે ઇજા પહોંચવા પામી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here