
નર્મદા જિલ્લા ની દેડીયાપાડાનાં ગામ ધાટોલીની આદિવાસી દીકરી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી નર્મદા જિલ્લા સહિત નામ રોશન કર્યું છે.
૧૧ મા ખેલમહાકુંભ અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામા નર્મદા જિલ્લા ની દેડીયાપાડા, ગામ – ધાટોલી ના રેહવાસી વસાવા પ્રેમિકાબેન ગંભીરભાઈ એ ૧૫૦૦ મીટર દોડ મા ત્રીજો ક્રમ હાસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી નર્મદા તરફ થી દીકરી ને ખૂબ ખૂબ અભિનંદન આપવામા આવ્યા હતા.
જ્યારે દિલીપભાઈ નર્મદા જિલ્લા માં પહેલી વાર એવા કોચ મેનેજર જે સાગબારાના વતની છેં એને પોતે એથલેટિક્સ ના સર છેં એમની મહેનત ને પણ બિરદાવી હતી નર્મદા જિલ્લા ને આગળ વધાવવાની અપીલ કરી હતી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા