ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક ગુનાના મામલે પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરીને આ ગુનામાં સંડોવાયેલા કુલ નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ઝડપાયેલા તમામ આરોપીઓ જંબુસર તાલુકાના ભોદર ગામના રહેવાસી છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી:
1. રમેશભાઈ નારસંગભાઈ રાઠોડ
2. લાલજીભાઈ વજેસંગભાઈ રાઠોડ
3. કરણભાઈ રમેશભાઈ રાઠોડ
4. વિજયભાઈ અમરસંગભાઈ રાઠોડ
5. સંજયભાઈ વજેસંગભાઈ રાઠોડ
6. નીતિનસિંહ ભગવાનસિંહ રાઠોડ
7. હેમરાજભાઈ રમેશભાઈ રાઠોડ
8. નારસંગ ઉર્ફે મુકેશ માનસંગભાઈ રાઠોડ (ઉંમર 32 વર્ષ, રહે. ભોદર, કેરીવાળું ફળિયું)
9. અમરસંગ નારસંગ મથુરભાઈ (ઉંમર 52 વર્ષ, રહે. ભોદર, નવીનગરી)
વેડચ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને તેઓની વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here