સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે નવા વર્ષના દિવસે યોજાયેલા મેળામાંથી એક ચોંકાવનારો અને ભારે આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાયદા અને ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને એક જ મોટરસાઈકલ પર સાત-સાત લોકો સવાર થઈને જાહેર માર્ગ પર નીકળતા લોકો અવાક બની ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને વિગતો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

જાહેર માર્ગ પર જોખમી સવારી

મળતી માહિતી મુજબ, વાડી ગામના મેળામાંથી GJ-16-CP-6386 નંબરની એક બાઈક પર એકસાથે સાત લોકો સવાર થયા હતા. આ તમામ લોકો જોખમી રીતે સવારી કરતા કરતા ઝંખવાવના મુખ્ય માર્ગ પરથી પસાર થયા હતા. સામાન્ય રીતે મોટરસાઈકલ પર બે વ્યક્તિની ક્ષમતા હોય છે, ત્યારે સાત લોકોને બેસાડીને કિલર રાઈડ કરતા આ વાહનચાલકને જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

‘પોલીસ બંદોબસ્ત છતાં બેફામ સવારી’

આ ઘટનામાં સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે, નવા વર્ષના તહેવારને લીધે માર્ગ પર પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. આમ છતાં, પોલીસની હાજરી વચ્ચે જ આ બાઈક ચાલક કોઈપણ ડર વગર બેફામ રીતે જાહેર માર્ગ પરથી પસાર થયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જાણે કાયદાનો કે ખાખીનો કોઈ ખોફ જ ન હોય તે રીતે ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

તંત્રની કામગીરી સામે સવાલ

એક તરફ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, ટ્રિપલ સવારી ન કરવા અને નિયમોનું પાલન કરવા માટે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ, પોલીસ બંદોબસ્તની નજર સામે જ એક જ બાઈક પર સાત લોકો સવાર થઈને નીકળી જાય અને કોઈ કાર્યવાહી ન થાય, તેનાથી પોલીસની ઢીલી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ જોખમી સવારી માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ નથી, પરંતુ બાઈક પર સવાર લોકો સહિત માર્ગ પર ચાલતા અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવને પણ હોમામાં મૂકતી ગંભીર બેદરકારી છે. હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ બાઈક નંબરના આધારે પોલીસ તંત્ર આ બેજવાબદાર ચાલક સામે કેવા કડક પગલાં ભરે છે.

હવે સવાલ એ છે કે GJ-16-CP-6386 નંબરના બાઈક ચાલક સામે ઝંખવાવ પોલીસ અને ઉમરપાડા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? વાહનચાલકને માત્ર સમજાવીને છોડી દેવામાં આવશે કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે? પોલીસ બંદોબસ્તની હાજરીમાં જ આવી જોખમી સવારી થતી હોય તો જવાબદાર કોણ?

આ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા વાહન નંબરના આધારે તપાસ કરી મોટર વાહન અધિનિયમ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here