નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ગામના વ્યક્તિ ના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલી રૂ.૯૧,૦૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી કરતા છેતરાયેલા ખેડૂતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ચેતનકુમાર ગોનજીભાઇ વસાવા ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.દેવમોગરા, નિશાળ ફળીયું. તા.સાગબારા, જી.નર્મદા નાઓને વિનોદભાઇ તુલીયાભાઇ વસાવા નાઓના વોટસએપ નંબર-૬૩૫૩૭૦૮૨૬૬ ને હેક કરી કોમ્પુટર રીસોર્સ દ્વારા ચેતનકુમાર નાઓને વિનોદભાઈના નામે ” Mane tatkalik tamari madadni jarurat che” et “Mara UPI ma problem Avi gel oche Mane tatkalik 46000/ni emergency che 2 kalak pachhi retum kari apu” જેવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપ્રમાણિક રીતે રૂપિયાની માંગણી કરી ફરીયાદી ચેતનકુમાર નાઓને વોટસએપ ઉપર Sindhi Farukhbai Ashrafbhai ના નામનો ક્યુઆર કોડ મોકલી પ્રથમ વખત રૂ.૪૬,૦૦૦/- તથા બીજી વખત રૂ.૪૫,૦૦૦/- મળીને કુલ રૂ.૯૧,૦૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી કરી ગુન્હો કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નર્મદા એ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.





