ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 22માં આવેલા એક મકાનમાં આગ લાગવાની ઘટના બનતાં દોડધામ મચી ગઈ હતી. મકાનમાં આગ ફાટી નીકળતાં આસપાસનાં મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે રહીશો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

મકાનમાં આગ લાગ્યાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.

જો કે આ આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની ચોક્કસ વિગતો હજી સામે આવી નથી. આ ઉપરાંત, આગને કારણે કેટલું નુકસાન થયું છે તે પણ હજુ જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here