ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટર આગળ ફૂટપાથ બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી સ્થાનિક વેપારીઓ અને ખરીદી માટે આવતા ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી ખોદકામની કામગીરી અને રોડ વચ્ચે જ સામગ્રી ખડકી દેવાતા વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા ભૃગુ મંજિલ શોપિંગ સેન્ટરની સામે આવેલી ફૂટપાથ તોડી નાખવામાં આવી છે અને પેવર બ્લોકના મોટા-મોટા થપ્પા સીધા રસ્તા અને દુકાનો આગળ જ મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા ફૂટપાથ તોડી નાખવામાં આવી છે અને પેવર બ્લોકના મોટા-મોટા થપ્પા સીધા રસ્તા અને દુકાનો આગળ જ મૂકી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. દુકાનોના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ ખોદકામ અને સામગ્રીના ઢગલા હોવાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી, વેપારીઓનો ધંધો બિલકુલ ઠપ થઈ ગયો છે.
કામ શરૂ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરતા માણસો રાખવામાં આવતા નથી અને કામ મહિનાઓથી ખોરંભે પડ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને રોડ પરથી અડચણરૂપ બ્લોકના ઢગલા હટાવવામાં આવે તેવી સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ પૂરજોશમાં માંગ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





